Indian Railways: તહેવારોના સમયમાં રેલવેની ખાસ ભેટ, મહિને ફક્ત 536 રૂપિયામાં કરી શકશો 4 જ્યોતિર્લિંગના દર્શન

દિવાળી નજીક આવી રહી છે. આવા સમયે ભારતીય રેલવે એક ખાસ પેકેજ લઈને આવી છે. આ એક એવું પેકેજ છે જેમાં તમને મહિને 536 રૂપિયામાં ચાર જ્યોતિર્લિંગની મુસાફરી કરવાની તક મળી રહી છે. 

Indian Railways: તહેવારોના સમયમાં રેલવેની ખાસ ભેટ, મહિને ફક્ત 536 રૂપિયામાં કરી શકશો 4 જ્યોતિર્લિંગના દર્શન

આ વખતે તમે પણ જ્યોતિર્લિંગના દર્શન કરવાનો પ્લાન કરી રહ્યા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. રેલવે તમારા માટે ખાસ પેકેજ લઈને આવ્યું છે. જેમાં 4 જ્યોતિર્લિંગના દર્શન કરાવવામાં આવશે. IRCTC એ આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી. ખાસ વાત એ છે કે આ પેકેજમાં તમે ફક્ત 536 રૂપિયામાં યાત્રા કરી શકો છો. આવો જાણીએ રેલવેની આ નવી સુવિધા શું છે...

IRCTC એ કરી ટ્વીટ
IRCTC એ ટ્વીટ કરીને લખ્યું છે કે રેલવે 4 જ્યોતિર્લિંગ દર્શન યાત્રા કરાવવાની તક આપી રહ્યું છે. આ યાત્રાનો તારીખ 15 ઓક્ટોબરથી 22 ઓક્ટોબરથી શુભારંભ. 

કેટલો ખર્ચ?
અત્રે જણાવવાનું કે આ યાત્રા 7 રાત અને 8 દિવસની હશે અને આ પેકેજ માટે તમારે 15,150 રૂપિયા ખર્ચ કરવા પડશે. રેલવે તરફથી મુસાફરોને ઈએમઆઈની સુવિધા મળી રહી છે. એટલે કે તમારે ફક્ત 536 રૂપિયા પ્રતિ મહિનાના હિસાબે ખર્ચ કરવાનો રહેશે. 

यात्री सुविधा हेतु बैंक द्वारा ई.एम. आई. सुविधा मात्र रू 536/- प्रति माह में उपलब्ध I

— IRCTC (@IRCTCofficial) October 7, 2022

કયા કયા જ્યોતિર્લિંગ ઘૂમી શકશો
અત્રે જણાવવાનું કે રેલવેના આ પેકેજમાં ઓમકારેશ્વર, મહાકાલેશ્વર, સોમનાથ, નાગેશ્વર જ્યોતિર્લિંગ ઘૂમવાની તક મળશે. આ ઉપરાંત બેટ દ્વારકા અને શિવરાજપુર પણ ફરવા મળશે. 

ક્યાંથી કરાવી શકશો બુકિંગ
જો તમે રેલવેના આ પેકેજમાં ટિકિટ બૂક કરાવવા માંગતા હોવ તો આઈઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઈટ https://www.irctc.co.in/ દ્વારા કરાવી શકો છો. તમે આઈઆરસીટીસી પર્યટક સુવિધા કેન્દ્ર (IRCTC Tourist Facilitation Centre), પ્રાદેશિક કાર્યાલયોથી બુકિંગ કરાવી શકો છો. 

ખાવા પીવાની સુવિધા
અત્રે જણાવવાનું કે મુસાફરો ઉત્તર પ્રદેશના ગોરખપુરની સાથે સાથે વારાણસી, પ્રયાગરાજ સંગમ, લખનઉ અને વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી) સ્ટેશનોથી મુસાફરી શરૂ કરી શકે છે. આ સાથે જ તમને ખાવા પીવાની સુવિધા પણ મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news