ખુશખબરી: ચાલુ થશે રેલ્વેનો એક નવો યુગ, હાઇટેક ટ્રેન વર્ષાંતે પાટા પર દોડતી થશે
રેલ્વેની સ્પીડ વધારવા માટે રેલ્વે સતત પ્રયાસો કરી રહ્યું છે, આ પ્રયાસ હેઠલ ચેન્નાઇ ખાતેની ઇટીગ્રલ રેલ્વે કોચ ફેક્ટ્રીમાંટ્રેન-18 નામના ખાસ કોચ તૈયાર થઇ રહ્યા છે
Trending Photos
નવી દિલ્હી : રેલગાડિઓની ગતિ વધારવા માટે રેલ્વે વિભાગ સતત પ્રયાસો કરી રહ્યું છે. આ પ્રયાસ હેઠળ જ પ્રયાસ હેઠળ રેલ્વે દ્વારા ચેન્નાઇ ખાતેની ઇટીગ્રલ રેલ્વે કોચ ફેક્ટ્રી (ICF)માં ટ્રેન 18 નામના એક ખાસ પ્રકારનાં રેક તૈયાર કરવામાં આવી રહ્યા છે. બુલેટ ટ્રેન જેવો દેખાવ ધરાવતી આ ટ્રેન સેમી હાઇસ્પીડ ટ્રેન હશે. રેલ્વેની સ્પીડ વધારવામાં આ રેલ્વે ખુબ જ મહત્વની રેલગાડી હશે. આ ગાડીઓને સરેરાશ ગતિ 160 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. હાલ ગતિમાન એક્સપ્રેસ દેશની સૌથી હાઇસ્પીડ ટ્રેન છે. આ ટ્રેન દિલ્હીથી આગરા વચ્ચે દોડે છે. આ ગાડી કેટલુક અંતર 160 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી કાપે છે.
ટ્રેન 18માં આવા ફીચર હશે.
'ટ્રેન 18' રેલગાડિઓના રેક ચેન્નાઇ ખાતે આઇસીએફ કોચ ફેક્ટ્રીમાં તૈયાર થઇ રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ટ્રેન દેશની પ્રીમીય ગાડી ગણાતી શતાબ્દી એક્સપ્રેસનું સ્થાન લેશે. ઓક્ટોબર સુધીમાં ટ્રેન 18ના રેક બનીને તૈયાર થઇ જાય તેવી શક્યતા છે. જેના પગલે વર્ષાંત સુધીમાં ટ્રેન પાટા પર દોડતી દેખાઇ શકે છે. આ રેલગાડીને એયરોડાયનેમિક ડ્રાઇવર કેપ ડિઝાઇ હેઠળ તૈયાર કરવામાં આવી છે. આ રેલગાડીમાં કુલ 16 કોચ હશે. વૈકલ્પિક કોચમાં મોટરાઇજ્ડ એન્જિનની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી સંપુર્ણ ટ્રેન એક સાથે એક ઝડપથી ચાલી શકે અને અટકી પણ શકે. ટ્રેન શરૂઆતથી અંતિમ કોચ સુધી જોડાયેલી હશે.
દેશમાં અડધી કિંમતમાં તૈયાર થઇ રહી છે ટ્રેન
રેલ્વેના વરિષ્ઠ અધિકારીઓનાં અનુસાર ટ્રેન -18ને 100 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાઇ રહી છે. જો આ પ્રકારની ટ્રેન વિદેશથી આયાત કરવામાં આવી હોત તો તેના પર 200 કરોડ રૂપિયા જેટલો મોટો ખર્ચ થઇ શકે છે. એવામાં આ ટ્રેનને આયાત કરવાની તુલનામાં માત્ર અડધી કિંમત પર તૈયાર કરવામાં આવી છે. ઉપરાંત આ રેલમાં રહેલા 80 ટકા સ્પેર પાર્ટ્સ પણ મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારતમાં જ બન્યા છે. ખાસ વાત છે કે રેલગાડીને 18 મહિનાની અવધિ દરમિયાન વિચારવામાં આવી અને ડિઝાઇન કરવામાં આવી.
બુલેટ ટ્રેન જેવી દેખાય છે આ ટ્રેન
ટ્રેન -18 ભારતીય રેલ્વેની સૌથી આધુનિક ટ્રેન હશે. આ રેલગાડી મોર્ડન લુક આપવામાં આવ્યો છે. આ ટ્રેન અત્યાધુનિક ડિઝાઇન અને ટેક્નોલોજીથી લેસ છે. આ ટ્રેનમાં ડ્રાઇવરની કેબિનમાં જ સંપુર્ણ મેનેજમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. ટ્રેન કેપમાં બેઠેલો ડ્રાઇવર જ મેટ્રોની જેમ બ્રેક કંટ્રોલ અને ઓટોમેટેડ ડોર કંટ્રોલને પોતાના નિયંત્રણમાં રાખી શકશે. આ ટ્રેનમાં એડવાન્સ સસ્પેંશન સિસ્ટમ રાખવામાં આવી છે. જેના કારણે બ્રેક લાગવાની સ્થિતીમાં પણ યાત્રીઓને ઝટકો નહી લાગે. આ ટ્રેનની અંડર લગાવાયેલ એર કંડીશન સિસ્ટમ આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ લેસ હશે. આ હવામાન અનુસાર તાપમાન નિયંત્રિત કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે