સલામ છે! મને મારા પુત્રની શહીદી પર ગર્વ, આર્મી ડેના દિવસે જન્મ્યો અને આર્મી માટે શહીદ થયો

ખરેખર મા તે મા છે...જમ્મુના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ઘાયલ એક પોલીસકર્મીનું મંગળવારે મોત થયું હતું. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં પાંચ સુરક્ષા જવાનો શહીદ થઈ ચૂક્યા છે.
 

સલામ છે! મને મારા પુત્રની શહીદી પર ગર્વ,  આર્મી ડેના દિવસે જન્મ્યો અને આર્મી માટે શહીદ થયો

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદીઓના મનસૂબા અટકી રહ્યાં નથી, એકબાદ એક જવાન શહીદ થઈ રહ્યાં છે. જમ્મુના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક કેપ્ટન સહિત સેનાના ચાર જવાનો શહીદ થયા હતા. શહીદોમાં કેપ્ટન બ્રજેશ થાપા પશ્ચિમ બંગાળના રહેવાસી હતા. તેમની શહીદીના સમાચાર તેમના પરિવારના સભ્યોને આપવામાં આવ્યા હતા. કેપ્ટન બ્રજેશ થાપાની માતાએ પોતાના પુત્રની શહીદીના સમાચાર સાંભળ્યા બાદ પણ જે હિંમત બતાવી છે તે આશ્ચર્યજનક છે. પુત્રની શહાદત માટે તેમના હૃદયમાં દુ:ખ હતું, પરંતુ તેમાં અભિમાન પણ હતું. તેમણે કહ્યું કે બ્રજેશ હંમેશા આર્મીમાં જોડાવા માંગતો હતો. તે ઘણીવાર આ સેવાના જોખમો વિશે વાત કરતો હતો.

બ્રજેશના પિતા પણ આર્મીમાં હતા
નીલિમા થાપાએ કહ્યું કે તેમને સોમવારે રાત્રે 11 વાગ્યે ખબર પડી કે તેમનો પુત્ર શહીદ થઈ ગયો છે. તેણે દેશ માટે પોતાનો જીવ ન્યૌછાવર કર્યો છે. તેમને તેમના પુત્રની શહાદત પર ગર્વ છે. હવે તે અમારાથી દૂર થઈ ગયો છે. હું આશા રાખું કે સરકાર હવે આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરશે. તેમણે કહ્યું કે સરકારે ડોડામાં સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે. શહીદ કેપ્ટન બ્રિજેશ થાપાના પિતા ભુનવેશ થાપા પણ સેનામાં હતા. કર્નલ ભુનવેશ થાપાએ કહ્યું કે મારો પુત્ર હંમેશા ભારતીય સેનામાં જોડાવા માંગતો હતો. તેણે પ્રથમ પ્રયાસમાં જ આર્મીની તમામ પરીક્ષાઓ પાસ કરી હતી. મને ગર્વ છે કે તેણે દેશ માટે પોતાનો જીવ આપી દીધો. અમને તેની કમી જીવનભર સાલશે..

— ANI (@ANI) July 16, 2024

બ્રજેશ થાપા સહિત 5 જવાનો શહીદ
તમને જણાવી દઈએ કે ડોડા જિલ્લાના જંગલોમાં લગભગ બે અઠવાડિયાથી આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી હતી. આતંકવાદીઓ ઊંચા પહાડો પર સ્થાનિક લોકો દ્વારા ખાલી પડેલા માટીના મકાનોમાં છુપાયા હતા. ગઈકાલે સાંજે, નક્કર માહિતી પછી, રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનો અને જેકે પોલીસની એસઓજી ટુકડી દ્વારા દેસા ફોરેસ્ટમાં લગભગ પોણા આઠ વાગ્યે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. બંને તરફથી ગોળીબાર થયા બાદ રાત્રે લગભગ 9 વાગે ફરી ગોળીબાર શરૂ થયો હતો. ત્યાં સુધીમાં ઉચ્ચ વિસ્તારમાં છુપાઈને બેસી ગયેલા આતંકવાદીઓએ જોરદાર ગોળીબાર કર્યો હતો. ગોળીબારમાં કેપ્ટન બ્રજેશ અને ચાર જવાનો ઘાયલ થયા હતા. જેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું હતું. ભારતે 5 જવાનો ગુમાવ્યા છે. જેમની શહીદી પ્રત્યે આજે દરેક દેશવાસીને માન છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news