કોલસા સંકટ પર શાહે સંભાળી કમાન, મંત્રીઓની બેઠક, NTPCના અધિકારીઓ પણ હાજર
દિલ્હી, મહારાષ્ટ્ર અને પંજાબ સહિત ઘણા રાજ્યોએ કેન્દ્ર સરકારને મદદની અપીલ કરી છે, કોલસાની અછતને કારણે વીજ સંકટનો મુદ્દો ઉઠાવ્યો છે. આ સાથે રાજ્યના નાગરિકોને વીજળી બચાવવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશના ઘણા રાજ્યોમાં આવેલા વીજળી સંકટને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મોટી બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં કોલસા મંત્રી પ્રહ્લાદ જોશી, ઉર્જા મંત્રી આરકે સિંહ સહિત એનટીપીસીના વરિષ્ઠ અધિકારી હાજર છે. અધિકારીઓ તરફથી ગૃહમંત્રીને હાલની સ્થિતિ અને કોલસાના ભંડાની વિસ્તૃત માહિતી આપવામાં આવશે.
ઘણા રાજ્યોમાં વીજળી સંકટ!
દિલ્હી, મહારાષ્ટ્ર અને પંજાબ સહિત ઘણા રાજ્યોમાં પોતાને ત્યાં કોલચાની કમીને કારણે વીજળી સંકટનો મુદ્દો ઉઠાવતા કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી છે. સાથે રાજ્યોના નાગરિકોને વીજળીની બચત કરવાની અપીલ પણ કરવામાં આવી છે. પરંતુ કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું કે દેશમાં કોલસાનો પૂરતો ભંડાર છે, અને વીજળી સંકટની આશંકાની વાતો તથ્યો વગરની છે.
કોલસા મંત્રાલયે રવિવારે સ્પષ્ટ કર્યુ કે, વીજળી ઉત્પાદક પ્લાન્ટની જરૂરીયાત પૂરી કરવા માટે દેશમાં કોલસાનો ભંડાર ઉપલબ્ધ છે. મંત્રાલયે કોલસાની કમીને કારણે વીજળીની આપૂર્તિમાં કમીની આશંકાઓને નકારી દીધી છે. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને વીજળી સંકટનો મુદ્દો ઉઠાવ્યો હતો.
કોલસાની કમી નથીઃ કેન્દ્ર
ત્યારબાદ કોલસા મંત્રાલયે રવિવારે કહ્યું કે, વીજળી પ્લાન્ટની પાસે આશરે 72 લાખ ટન કોલસાનો ભંડાર છે, જે ચાર દિવસ માટે પૂરતો છે. કોલ ઈન્ડિયાની પાસે 400 લાખ ટનનનો ભંડાર છે જેની આપૂર્તિ વીજળી પ્લાન્ટને કરવામાં આવી રહી છે. દેશમાં કોલસા આધારિત વીજળી ઉત્પાદન આ વર્ષે સપ્ટેમ્બર સુધી 24 ટકા વધ્યું છે. વીજળી પ્લાન્ટની આપૂર્તિ મજબૂત રહેવાને કારણે ઉત્પાદનમાં વધારો થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે