#GretaThunbergExposed: ખેડૂત આંદોલનના નામે વૈશ્વિક પ્રોપેંગેંડા ગ્રુપ સાથે જોડાઇને ભારતને બદનામ કરી રહી છે ગ્રેટા થનબર્ગ
તેમણે ટ્વીટ દ્રારા જણાવ્યું કે ભારત સરકાર પર કયા પ્રકારે દબાણ બનાવી શકાય અને તેના માટે ટ્વિટર પર જ પ્લાનિંગ પણ શેર કરવામાં આવ્યું છે. જે મોટા પ્રોપેગેંડા ચળવળ સાથે જોડાયેલી જોવા મળી રહી છે.
Trending Photos
નવી દિલ્હી: પર્યાવરણ તથા જળવાયુ પરિવર્તનની દિશામાં કામ કરનાર ગ્રેથા થનબર્ગએ કેન્દ્રના નવા કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોના પ્રદર્શનો પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યું છે. થનબર્ગએ ટ્વીટ કર્યું 'અમે ભારતમાં ખેડૂતોના આંદોલન પ્રત્યે એકજુટ છીએ. પરંતુ આ ટ્વીટની પાછળનું કારણ અને તેના પાછળ છુપાયેલો હેતુ આશ્વર્ય પમાડનાર છે. જેમાં ગ્રેટા થનબર્ગ તે વૈશ્વિક પ્રોપેગેંડાનો ભાગ બનતી જોવા મળી રહી છે, જે ખેડૂત આંદોલનના નામે ભારતને બદનામ કરવા માંગે છે.
ગ્રેટા થનબર્ગનું ટ્વીટ
ગ્રેટા થનબર્ગએ ટ્વીટમાં ભારતની સત્તાધારી પાર્ટી ભાજપને ફાસીવાદી પાર્ટી ગણાવી દીધી છે. જે આ વાત તરફ સ્પષ્ટ ઇશારો કરે છે કે તે કોઇ પ્રોપેગેંડા મુહિમનો ભાગ છે. તેમણે ટ્વીટ દ્રારા જણાવ્યું કે ભારત સરકાર પર કયા પ્રકારે દબાણ બનાવી શકાય અને તેના માટે ટ્વિટર પર જ પ્લાનિંગ પણ શેર કરવામાં આવ્યું છે. જે મોટા પ્રોપેગેંડા ચળવળ સાથે જોડાયેલી જોવા મળી રહી છે.
ગ્રેટાએ ટ્વીટમાં લખ્યું 'અમે ભારતમાં ખેડૂતોના આંદોલન પ્રત્યે એકજુટ છીએ. ત્યારબાદ બીજા ટ્વીટ દ્રારા તેમની અસલી મંશા સ્પષ્ટ થઇ ગઇ. તેમૅણે એક ડોક્યુમેંટ શેર કર્યું. જેમાં ભારત સરકાર પર આંતરરાષ્ટ્રીય દબાણ બનાવવાની કાર્યયોજના શેર કરવામાં આવી છે. આ ટ્વીટમાં પાંચ તબક્કામાં દબાણ બનાવવાની વાત કહેવામાં આવી છે.
We stand in solidarity with the #FarmersProtest in India.
https://t.co/tqvR0oHgo0
— Greta Thunberg (@GretaThunberg) February 2, 2021
જોકે થોડા સમય બાદ તેમની બીજી ટ્વીટ અનુપલબ્ધ બતાવવા લાગી એટલે કે તેણે ડિલીટ કરી દીધી. તે ટ્વીટનો સ્ક્રીનશોટ જુઓ.
હવે જણાવીએ કે આખરે તે ટ્વીટમાં તે પાંચ વાતો કરી રહી? અને કયા પ્રકારે ખેડૂત આંદોલનના નામે દબાણ બનાવવાની રણનિતી બની હતી. આ યોજના ખૂબ પહેલાં બની હતી, એટલે કે 25 જાન્યુઆરીથી પહેલાં. જુઓ શું શું વાતો લખી છે.
1- ઓન ગ્રાઉન્ડ પ્રોટેસ્ટમાં ભાગ લેવા પહોંચ્યા. ખેડૂત આંદોલનની સાથે એકજૂટતા પ્રદર્શન કરનાર તસવીર ઇમેલ કરો. આ તસવીરો 25 જાન્યુઆરી સુધી મોકલી દો. (દિલ્હી બોર્ડર અપ્ર જમા થયેલા ખેડૂતો સાથે એકજુટતાનું પ્રદર્શન)
2- ડિજિટલ સ્ટ્રાઇક: #AskIndiaWhy હેશટેગ સાથે ફોટો/વીડિયો મેસેજ 26 જાન્યુઆરી પહેલાં અથવ 26 જાન્યુઆરી સુધી ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યા.
3-4-5 ફેબ્રુઆરીના રોજ ટ્વિટર પર તોફાન લાવવાનું પ્લાનિંગ, એટલે કે ખેડૂત આંદોલન સાથે જોડાયેલી વસ્તુઓ, હૈશટેગ અને તસવીરોને ટ્રેંડ કરાવવાની યોજના. તેના માટે ફોટા, વીડિયો મેસેજ 5 ફેબ્રુઆરી સુધી મોકલવામાં આવે. છેલ્લો દિવસ 6 ફેબ્રુઆરી હશે.
4- સ્થાનિક પ્રતિનિધિ સાથે સંપર્ક કરો, તેનાથી ભારતીય સરકાર પર આંતરરાષ્ટ્રીય દબાણ બનશે.
5- બે મોટા ભારતીય બિઝનેસ ઘરાનાનાને નબળા કરવા. જે મોદી રાજમાં દુનિયાના ગરીબોના ઉત્પીડન કરી રહ્યા છે અને જમીન, મહેનત પર કબજો કરી રહ્યા.
ગ્રેટાનું આ ટ્વીટ સ્પષ્ટ બતાવે રહ્યું છે કે આખરે 26 જાન્યુઆરી સાથે કંઇક થઇ રહ્યું છે તે શું છે. અને તેમાં કયા પ્રકારે વૈશ્વિક શક્તિઓ જોડાયેલી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે