Aadhar Card Misuse: મુંબઈ પોલીસકર્મી બનીને મહિલા સાથે કરી 10 લાખની ઠગાઈ, ખાસ જાણો કિસ્સો...નહીં તો પસ્તાશો
Trending Photos
લખનઉમાં રહેતી એક મહિલા સાથે સાઈબર ઠગોએ 10 લાખ રૂપિયાના ફ્રોડને અંજામ આપ્યો. પીડિતાએ સાઈબર સેલમાં ફરિયાદ દાખલ કરી કે મુંબઈ પોલીસ બનીને તેની સાથે ઠગી આચરવામાં આવી. મળતી માહિતી મુજબ થાણા વિભૂતિ ખંડના રામ મનોહર લોહિયા સંસ્થાન પરિસરમાં રહેતી વિભા યાદવને થોડા દિવસ પહેલા અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો.
ટ્રુ કોલર પર અમિતદાદાનું નામ લખેલું આવતું હતું. ફોન ઉઠાવતા વ્યક્તિએ જણાવ્યું કે તમારા આધાર નંબરનો ઉપયોગ કરીને એક પાર્સલ મુંબઈથી તાઈવાન મોકલવામાં આવ્યું છે અને તેના પર કાનૂની કાર્યવાહી માટે તમારા ઘરે પોલીસ આવશે. ફોન કરનારા વ્યક્તિએ પોતાનું નામ નરેશ ગુપ્તા અને મુંબઈ પોલીસમાં કામ કરનાર કર્મચારી તરીકે ઓળખ આપી હતી.
પીડિતાએ આ દરમિયાન તેની પાસે આ મુદ્દે એફઆઈઆર કોપી માંગી. એફઆઈઆર કોપીમાં પોતાનું નામ જોઈને પીડિતા ગભરાઈ ગઈ. ત્યારબાદ પીડિતાએ તે નંબરે ફોન કર્યો તો પ્રકાશકુમાર ગુડ્ડુ નામના વ્યક્તિએ ફોન ઉપાડ્યો. તેણે એ પણ જણાવ્યું કે ઓળખ પત્રનો ગેરકાયદેસર રીતે ઉપયોગ થયો છે. આ દરમિયાન તેણે ખાતાની તપાસ કરવાની પણ વાત કરી અને એમ પણ કહ્યું કે 10 લાખ આપવા પડશે અને આ રકમ વાપસ કરી દેવાશે. ગભરાઈને પીડિતાએ ફ્રોડ દ્વારા અપાયેલા એકાઉન્ટમાં 10 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા.
ઠગે એમ પણ જણાવ્યું કે જો આ વાત કોઈને જણાવી તો તે મદદ કરી શકશે નહીં. થોડા દિવસ બાદ જ્યારે તેના ખાતામાં પૈસા પાછા ન આવ્યા તો તેને શક ગયો અને પીડિતાએ સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવી. સાઈબર એસીપી અલ્પના ઘોષના જણાવ્યાં મુજબ એક મહિલા સાથે ફ્રોડ થયું છે જેણે 10 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે અને તેને જણાવવામાં આવ્યું હતું કે તેનું એફઆઈઆરમાં નામ છે. ત્યારબાદ ગભરાઈને તેણે આ કામ કર્યું. આ સમગ્ર મામલે રિપોર્ટ લઈ એકાઉન્ટ નંબરની તપાસ થઈ રહી છે. સર્વિલાંસ પર નંબર લગાવીને આરોપીઓને પકડવાની કોશિશ થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે