આગામી 24 કલાકમાં ગંભીર ચક્રવાતમાં બદલાઇ શકે છે ‘ફાની’, બે દિવસ ભારે વરસાદની આશંકા
‘આગામી 12 કલાકમાં તેના ‘ભારે ચક્રવાત તોફાન’ તથા આગામી 24 કલાકમાં ‘ખુબજ ભારે ચક્રવાત તોફાન’માં ફેરવવાના લક્ષણ દેખાઇ રહ્યાં છે. કેરળના દૂરસ્થ વિસ્તારોમાં 29 અને 30 એપ્રિલે ભારે વરસાદ થઇ શકે છે.
Trending Photos
નવી દિલ્હી/ચેન્નાઇ: ચક્રવાત ‘ફાની’ આગામી 12 કલાકમાં ‘ભારે ચક્રવાત તોફાન’ તથા આગામી 24 કલાકમાં ‘ખુબજ ભારે ચક્રવાત તોફાન’માં ફેરવાઇ શકે છે. હવામાન વિભાગના ચક્રવાત ચેતવણી વિભાગે આ માહિતી રવિવારે આપી હતી. ચક્રવાત ચેતાવણી વિભાગે બપોર 1 વાગે તેમના બુલેટિમાં કહ્યું હતું કે, હાલ ફાનિ ત્રિંકોમલી (શ્રીલંકા)ના 745 કિલોમીટર પૂર્વ-દક્ષિણ પૂર્વ, ચેન્નાઇથી 1050 કિલોમીટર દક્ષિણ પૂર્વ તથા મછલીપટ્ટનમ (આંધ્ર પ્રદેશ)થી 1230 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પૂર્વ તરફ છે.
વિભાગે કહ્યું કે, ‘આગામી 12 કલાકમાં તેના ‘ભારે ચક્રવાત તોફાન’ તથા આગામી 24 કલાકમાં ‘ખુબજ ભારે ચક્રવાત તોફાન’માં ફેરવવાના લક્ષણ દેખાઇ રહ્યાં છે. કેરળના દૂરસ્થ વિસ્તારોમાં 29 અને 30 એપ્રિલે ભારે વરસાદ થઇ શકે છે. તેમણે કહ્યું કે, ચક્રવાત તમિલનાડુ પહોંચશે નહીં પરંતુ તેની અસરથી ઉત્તર ભાગમાં છુટોછવાયો વરસાદ થઇ શકે છે. તે પહેલા ચેન્નાઇ સહિત ઉત્તર તમિલાનડુમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચેન્નાઇમાં પ્રાદેશિક હવામાન વિજ્ઞાન કેન્દ્રએ કહ્યું છે કે, તમિલનાડુમાં ચક્રવાતનો ખતરો દૂર થઇ ગયો છે.
પ્રાદેશિક ચક્રવાત ચેતવણી કેન્દ્રના નિર્દેશક એસ બાલચંદ્રને ચેન્નાઇમાં કહ્યું કે, ‘ફાનીનું તમિલાનડુ તટ પાર કરવાની કોઇ સંભાવના નથી.’ બુલેટિનમાં કહ્યું હતું કે, રવિવારથી તમિલનાડુ, પુડુચેરી તટ, કોમોરિન વિસ્તાર અને મન્નારની ખીણ અને તની આસપાસથી 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ગતીથી લઇને 50 કિલોમીટર પ્રતિ કલાકની ગતીથી ભારે પવન ફુંકાઇ શકે છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે, ઉત્તર તામિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્ર પ્રદેશના તટ પર 30 એપ્રિલની સવારથી હવાની ગતી 50-60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચશે અને પછી 70 કિલોમીટર પ્રતિ કલાકની ગતીથી પવન ફુંકાવવાની સંભાવના છે. 28 એપ્રિલની સાંજથી કેરળ તટની પાસે અને તેનાથી 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ગતીથી ભારે હવા ફુંકાવવાની સંભાવના છે. પુડુચેર, તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશમાં તટ પર અને તેની આસપાસના સમુદ્રમાં સ્થિતિ ખુબજ પ્રતિકૂળ થઇ શકે છે. હવામાન વિભાગે શ્રીલંકા, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પુડુચેરીથી માછીમારોને સમુદ્ર પર ન જવાની પણ સલાહ આપી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે