JJP સરકારમાં સામેલ થતા વિરોધીઓ તૂટી પડ્યાં, દુષ્યંત ચૌટાલાએ આપ્યો જડબાતોડ જવાબ
હરિયાણાના ડેપ્યુટી સીએમ અને જેજેપીના નેતા દુષ્યંત ચૌટાલાએ પોતાના વિરોધીઓ પર નિશાન સાધ્યું છે. ચૌટાલાએ કહ્યું કે અમે કોંગ્રેસ કે ભાજપ માટે મતો માંગ્યા નથી.
Trending Photos
નવી દિલ્હી: હરિયાણાના ડેપ્યુટી સીએમ અને જેજેપીના નેતા દુષ્યંત ચૌટાલાએ પોતાના વિરોધીઓ પર નિશાન સાધ્યું છે. ચૌટાલાએ કહ્યું કે અમે કોંગ્રેસ કે ભાજપ માટે મતો માંગ્યા નથી.
હકીકતમાં ભાજપને સમર્થન આપવાના નિર્ણય બાદથી જેજેપી વિરોધીઓના નિશાના પર છે. તેમની ટીકાઓનો જવાબ આપતા દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે અમે ન તો ભાજપ માટે મતો માંગ્યા કે ન તો કોંગ્રેસ માટે. જેજેપીએ રાજ્યમાં સ્થિર સરકાર બનાવવાનો નિર્ણય લીધો. જે લોકો 'મત કોઈને, સમર્થન કોઈને' ની વાતો કરી રહ્યાં છે તેમને હું પૂછવા માંગુ છું કે શું અમે તેમના માટે મતો માંગ્યા છે.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે દુષ્યંત ચૌટાલાએ રવિવારે જ હરિયાણાના ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા છે. વિધાનસભાની 40 બેઠકો મેળવનારા ભજાપને બહુમત મળ્યું નથી જેના કારણે પહેલીવાર ગઠબંધન સરકાર બની છે. ભાજપે 10 બેઠકો મેળવનારી જનનાયક જનતા પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે