HAL કોન્ટ્રાક્ટ મામલો: રાહુલે માગ્યું રક્ષામંત્રીનું રાજીનામું, નિર્મલા સીતારામને પુરાવા સાથે આપ્યો જવાબ

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ)ને એક લાખ કરોડ રૂપિયાના સરકારી ઓર્ડર આપવાના મામલે રક્ષામંત્રી નિર્મલા સીતારામણ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આમને-સામને છે. સરકારના નિવેદન અનુસાર એચએએલને એક લાખ કરોડ રૂપિયાના ઓર્ડર આપવામાં આવ્યો છે.

HAL કોન્ટ્રાક્ટ મામલો: રાહુલે માગ્યું રક્ષામંત્રીનું રાજીનામું, નિર્મલા સીતારામને પુરાવા સાથે આપ્યો જવાબ

નવી દિલ્હી: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ)ને એક લાખ કરોડ રૂપિયાના સરકારી ઓર્ડર આપવાના મામલે રક્ષામંત્રી નિર્મલા સીતારામન અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આમને-સામને છે. સરકારના નિવેદન અનુસાર એચએએલને એક લાખ કરોડ રૂપિયાના ઓર્ડર આપવામાં આવ્યો છે. તેના પર રાહુલ ગાંધીએ રક્ષામંત્રી પર જુઠ્ઠું બોલવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીનું કહેવું છે કે રક્ષામંત્રી સદનમાં તેમના નિવેદનનું સમર્થનમાં તેઓ દસ્તાવેજ હાજર કરે અથવા રાજીનામું આપે.

રાહુલ ગાંધીના સવાલ પર રક્ષામંત્રી નિર્મલા સીતારમણે પ્રહાર કરતા કહ્યું કે કૃપા કરીને સંપૂર્ણ રિપોર્ટ વાંચો. લોકસભાના રેકોર્ડમાં આ વાત સંપૂર્ણ રીતે એવી છે કે આ ઓર્ડર પર હજુ સુધી સહી કરવામાં આવી નથી. તેના પર કામ ચાલી રહ્યું છે. રક્ષામંત્રી સીતારામને એક પત્ર ટ્વિટ કરતા લખ્યું કે શરમની વાત છે કે કોંગ્રેસ અધ્યક્ષ સમગ્ર દેશમાં ગેરસમજ ઉભી કરી રહ્યાં છે. 2014થી 2018ની વચ્ચે એચએએલની સાથે 26570.8 કરોડના કોન્ટ્રાક્ટ પર સહી કરવામાં આવી હતી. 73000 કરોડના પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. શું હવે રાહુલ ગાંધી સંસદમાં દેશથી માફી માગશે.

HAL has signed contracts worth Rs 26570.8 Cr (Between 2014 and 2018) and contracts worth Rs 73000 Cr are in the pipeline.

Will @RahulGandhi apologise to the country from the floor of the house? pic.twitter.com/KIQsWikByG

— Raksha Mantri (@DefenceMinIndia) January 6, 2019

આ પહેલા રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન ત્યારે સાધવયું જ્યારે એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, એચએએલની પાસે એક લાખ કરોડ રૂપિયામાંથી એક પણ રૂપિયો આવ્યો નથી. દાવાની વિપરીત હજુ સુધી એકપણ ઓર્ડર પર સહી કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટમાં, એચએએલ મેનેજમેન્ટના વરિષ્ઠ અધિકારીઓએ તેમના દાવાનું અવતરણ કર્યું છે.

મીડિયાની એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સરંક્ષણ ક્ષેત્રે એક સરકારી કંપની એચએએલ નાણાકીય સંકટ સામે લડી રહી છે અને તેમના કર્મચારીઓને પગાર આપવા માટે ઉછીના નાણા લેવા માટે મજબૂર છે. વિપક્ષી દળે સરકાર પર આરોપ લગાવ્યો છે કે તેમને ફ્રાંસની સાથે રાફલ લડાકુ વિમાન ડીલ અંતર્ગત એચએએલને એક ઓફસેટ કરારથી વંચિત રાખવામાં આવી છે. સરકાર આ આરોપને નકારી રહી છે.

ભાજપ નીત એનડીએ સરકારે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે તેમણે તેમના શાસનકાળમાં એચએએલને સમર્થન નથી કર્યું અને સરકાર હવે રક્ષા ક્ષેત્રે સાર્વજનિક ઉપક્રમને મજબૂત કરી રહ્યાં છે. ગાંધીએ ટ્વિટ કર્યું કે, જ્યારે તમે જૂઠ્ઠું બોલો છો, તો તેમના સમર્થનમાં તમારે વધુ જૂઠ્ઠું બોલવું પડશે. રાફેલ પર પ્રધાનમંત્રીના જૂઠાણુંને બચાવવા માટે, સંરક્ષણ પ્રધાનએ સંસદમાં જૂઠ્ઠું બોલ્યા. તેમણે કહ્યું કે, કાલે રક્ષામંત્રી સંસદમાં એચએએલના એક લાખ કરોડ રૂપિયાના ઓર્ડર આપવાના દસ્તાવેજો હાજર કરે અથાવા રાજીનામું આપે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આરોપ લગાવતા કહ્યું કે તેમણે પોતાના સૂટ-બૂટ વાળા મિત્રોની મદદ કરવા માટે એચએએલને નબળી કરી છે.
(ઇનપુટ ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news