કોરોના વાયરસને લઈ ભારત એલર્ટ, આ દેશોના વીઝા રદ્દ, ફ્લાઇટમાં પણ ફેરફાર


ઉત્તર ભારતના ત્રણ મોટા શહેરોમાં કોરોના વાયરસના મામલા સામે આવ્યા છે. ભારત સરકાર તરફથી હવે વિદેશથી ભારત આવતા યાત્રીકોને લઈને સાવધાની રાખવામાં આવી રહી છે. 
 

કોરોના વાયરસને લઈ ભારત એલર્ટ, આ દેશોના વીઝા રદ્દ, ફ્લાઇટમાં પણ ફેરફાર

નવી દિલ્હીઃ ચીનથી વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસને લઈને ભારત પણ સતર્ક થઈ ગયું છે. મંગળવારે ઉત્તર પ્રદેશના નોઇડા અને આગરામાં કોરોના વાયરસ સાથે જોડાયેલા કેટલાક કેસ સામે આવ્યા છે. ત્યારબાદ રાજ્યથી કેન્દ્ર સરકાર સુધી દરેક એલર્ટ પર છે. તેવામાં વિદેશથી આવતા ભારતીય લોકોની તપાસ કરવામાં આવી રહી છે. ભારતે ઘણા દેશો માટે 3 માર્ચ પહેલા જારી કરેલા વીઝાને રદ્દ કરી દીધા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી અપડેટ પ્રમાણે, ઇટાલી, ઇરાન, દક્ષિણ કોરિયા અને જાપાનથી આવનારા યાત્રીકોને જે ઈ-વીઝા જારી કરવામાં આવ્યા છે, તેને રદ્દ કરવામાં આવે છે. 3 માર્ચ બાદ આ દેશના કોઈ નાગરિકને ભારતના વીઝા આપવામાં આવશે નહીં. આ સિવાય ભારતીય નાગરિકોને પણ આ દેશ જવા માટે ના પાડવામાં આવી છે. 

ચીનને લઈને પહેલાની એડવાઇઝરી જારી
આ સિવાય ચીનના લોકો માટે 5 ફેબ્રુઆરી પહેલા વીઝાને લઈને ચેતવણી જારી કરવામાં આવી હતી, તે હજુ જારી રહેશે. પરંતુ જે અત્યારે એપ્લાઈ કરવા ઈચ્છે છે તે બીજીવાર તેના માટે એપ્લાઈ કરી શકે છે. 

ભારત સરકાર તરફથી આ સિવાય ચીન, ઈરાન, ઇટાલી, સાઉથ કોરિયા અને જાપાન થઈને આવતા યાત્રીકો માટે પણ ઈ-વીઝા રદ્દ કરવામાં આવ્યો છે. આ નિયમ 1 ફેબ્રુઆરી પહેલા જારી થયેલા વીઝા પર લાગૂ થશે. આ દેશોથી આવતા સંયુક્ત રાષ્ટ્રના અધિકારી, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સભ્યનો ભારત આવવા દેવામાં આવશે, પરંતુ આ બધાનું સ્ક્રીનિંગ થશે. 

આ દેશોના નાગરિકોનું થશે સ્ક્રીનિંગ
જો પણ નાગરિક કેટલાક દેશોની યાત્રા કરી આવી રહ્યાં છે, પછી તે ભારતીય હોય કે પછી વિદેશી તેની એરપોર્ટ પર તપાસ કરવામાં આવશે. આ દેશોમાં ચીન, દક્ષિણ કોરિયા, જાપાન, ઈરાન, ઇટાલી, હોંગકોંગ, મકાઉ, વિયતનામ, મલેશિયા, ઇન્ડોનેશિયા, નેપાળ, થાઈલેન્ડ, સિંગાપુર, તાઇવાન જેવા દેશ સામેલ છે. 

એર ઈન્ડિયાએ રદ્દ કરી ફ્લાઇટ્સ
ભારત સરકાર દ્વારા જારી આ એડવાઇઝરી બાદ એર ઈન્ડિયાએ ઘણા દેશોની ફ્લાઇટ રદ્દ કરી દીધી છે. એર ઈન્ડિયા તરફતી જે ફ્લાઇટ રદ્દ કરવામાં આવી છે, તે આ પ્રકારે છે. 

દિલ્હી-ટોક્યોઃ હવે માત્ર સપ્તાહમાં ચાર ફ્લાઇટ (31 માર્ચ સુધી)

દિલ્હી-સિયોલ, દિલ્હી-મિલાનઃ સપ્તાહમાં માત્ર બે ફ્લાઇટ (31 માર્ચ સુધી)

દિલ્હી-રોમઃ હવે માત્ર 2 ફ્લાઇટ (31 માર્ચ સુધી)

મુંબઈ-સિંગાપુરઃ હવે માત્ર ચાર ફ્લાઇટ (મેના અંત સુધી)

દિલ્હી-બેંગકોંગ-મુંબઈઃ સપ્તાહમાં માત્ર 3 ફ્લાઇટ (મેના અંત સુધી)

શંઘાઈ-હોંગકોંગ માટે સીધી ફ્લાઇટ જૂન સુધી રદ્દ 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news