Corona Updates: એક જ દિવસમાં 77 હજાર કરતા વધુ નવા દર્દીઓ, અત્યાર સુધીમાં 61,529 લોકોના મૃત્યુ

દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 77,266 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કેસનો કુલ આંકડો 33,87,501 પર પહોંચી ગયો છે. જેમાંથી 7,42,023 લોકો હાલ સારવાર હેઠળ છે. દેશમાં કોરોના વાયરસને માત આપીને સાજા થયેલા લોકોની સંખ્યા 25,83,948 છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ એક જ દિવસમાં 1057 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યાં છે. આ સાથે કુલ મૃત્યુઆંક 61,529 પર પહોંચ્યો છે. 
Corona Updates: એક જ દિવસમાં 77 હજાર કરતા વધુ નવા દર્દીઓ, અત્યાર સુધીમાં 61,529 લોકોના મૃત્યુ

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 77,266 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કેસનો કુલ આંકડો 33,87,501 પર પહોંચી ગયો છે. જેમાંથી 7,42,023 લોકો હાલ સારવાર હેઠળ છે. દેશમાં કોરોના વાયરસને માત આપીને સાજા થયેલા લોકોની સંખ્યા 25,83,948 છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ એક જ દિવસમાં 1057 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યાં છે. આ સાથે કુલ મૃત્યુઆંક 61,529 પર પહોંચ્યો છે. 

COVID-19 case tally in the country stands at 33,87,501 including 7,42,023 active cases, 25,83,948 cured/discharged/migrated & 61,529 deaths: Health Ministry pic.twitter.com/uANJwfrbey

— ANI (@ANI) August 28, 2020

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ 27 ઓગસ્ટ સુધીમાં દેશમાં કુલ  3,94,77,848 સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે. જેમાંથી  9,01,338 સેમ્પલ ગઈ કાલે ટેસ્ટ કરાયા હતાં. 

જો કે આ સાથે રાહતની વાત એ છે કે મૃત્યુદર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. મૃત્યુદર ઘટીને 1.82 ટકા થયો છે. જ્યારે એક્ટિવ કેસનો દર પણ ઘટીને 21.93 ટકા થયો છે. રિકવરી રેટ 76.4 ટકા થયો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે. 

સતત વધતા કેસો વચ્ચે રાહતના સમાચાર પણ મળ્યાં છે. ઈંગ્લેન્ડમાં કરવામાં આવેલા એક સર્વે મુજબ આપણા અને આપણા ઘરોમાં મળી આવતા કીટનાશક સ્પ્રેમાં કોરોના વાયરસ (Corona Virus) ને મારવાની તાકાત રહેલી છે. સિટ્રિયોડોલ (Citriodiol) નામનું આ રસાયણ સામાન્ય રીતે કીટનાશક, મચ્છર મારવાના સ્પ્રેમાં રહેલું હોય છે. બ્રિટનની ડિફેન્સ સાયન્સ એન્ડ ટેક્નોલોજી લેબોરેટરી (Defence Science and Technology Laboratory -DSTL) ના વૈજ્ઞાનિકોએ આ અંગે પ્રાથમિક માહિતી ભેગી કરી છે.

કોરોના પર ભારે આ રસાયણ
વૈજ્ઞાનિકોએ જાણ્યું છે કે સ્પ્રે ફોર્મમાં કીટનાશક બનાવનારી કંપનીઓ સિટ્રિયોડોલ નામના રસાયણનું ઉત્પાદન અને ઉપયોગ કરે છે. જેમાં કોરોના વિરુદ્ધ લડવાની ક્ષમતા રહેલી છે. એટલું જ નહીં જ્યારે સિટ્રિયોડોલના તરલ સ્વરૂપને કોરોના વાયરસ સાથે ભેળવવામાં આવ્યું તો કોરોના વાયરસ મરતા જોવા મળ્યાં. 

આ સ્પ્રેએ કર્યો કમાલ
રિસર્ચ મુજબ "કીટનાશકોના સ્પ્રે અને કોરોના વાયરસને એકસાથે ભેળવવામાં આવ્યાં જેમાં કોરોના વયારસનો ખાત્મો જોવા મળ્યો. એટલું જ નહીં મોઝી ગાર્ડ (Mosi-guard) નામના સ્પ્રેએ તો કમાલ કરી નાખી અને તેણે વાયરસ પર એવી તે અસર કરી કે તે કોઈ કામના ન રહ્યાં. તેનો અર્થ એ કે કોઈ વ્યક્તિ વ્યક્તિના શરીરમાં ઘૂસવા માટે સમર્થ જ ન રહ્યાં."

— ANI (@ANI) August 28, 2020

નીલગીરીના ફૂલોમાંથી મળે છે સિટ્રિયોડોલ
રિસર્ચ મુજબ સ્પ્રેમાં ઉપયોગમાં લેવાતું સિટ્રિયોડોલ(Citriodiol) કેમિકલ નીલગીરીના ફૂલો, છાલમાંથી મળે છે. જે એશિયા, દક્ષિણ અમેરિકા, અને આફ્રિકામાં મોટાભાગે મળી આવે છે.

હાલ પ્રાથમિક પરિણામો, ઉતાવળ યોગ્ય નથી
બ્રિટિશ રક્ષા મંત્રાલયે જણાવ્યું કે આ રિસર્ચ બહુ આગળ સુધી ગયો નથી પરંતુ અભ્યાસના પ્રાથમિક પરિણામો છે. આ પરિણામો એટલા માટે બહાર પાડવામાં આવ્યાં જેથી કરીને દુનિયાભરમાં ચાલી રહેલા કોરોના પર રિસર્ચમાં મદદ મળી શકે. આમ તો મે મહિનાથી જ બ્રિટિશ સૈનિકો મચ્છર મારવામાં ઉપયોગમાં લેવાતા સ્પ્રેનો ઉપયોગ કોરોનાથી બચવામાં કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news