આખી દુનિયા માટે સૌથી સારા સમાચાર, મળી ગઈ કોરોના વાયરસની દવા!

ચીનના સાઇન્સ એન્ડ ટેકનોલોજી મંત્રીના અધિકારી સાંગ શીનમિનએ આપેલી માહિતી પ્રમાણે વુહાન અને શેનઝેનમાં આ દવાની 340 લોકો પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી છે. 

આખી દુનિયા માટે સૌથી સારા સમાચાર, મળી ગઈ કોરોના વાયરસની દવા!

નવી દિલ્હી : કોરોના વાયરસ (Corona Virus) મામલે આખી દુનિયા માટે રાહતના સમાચાર આવ્યા છે. જો ગાર્ડિયન (Guardian) ન્યૂઝ પેપરના સમાચાર સાચા હોય તો કોરોનાની દવા મળી ગઈ છે. ન્યૂઝ પેપરના રિપોર્ટ પ્રમાણે ચીનની મેડિકલ ઓથોરિટીએ દાવો કર્યો છે કે જાપાને નવા પ્રકારના ઇન્ફ્લુએન્ઝાની સારવાર માટે જે દવા શોધી છે એ કોરોના વાયરસની સારવાર માટે અસરકારક સાબિત થઈ રહી છે. આ દવાનું નામ ફેવીપિરાવીરન (favipiravir) છે. આ દવાને એવિગન (Avigan) નામથી પણ ઓળખવામાં આવે છે. 

ચીનના સાઇન્સ એન્ડ ટેકનોલોજી મંત્રીના અધિકારી સાંગ શીનમિનએ આપેલી માહિતી પ્રમાણે વુહાન અને શેનઝેનમાં આ દવાની 340 લોકો પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી છે. આ દવા સૌથી અસરકારક સાબિત થઈ છે. આનાથી દર્દી ચારદિવસમાં પોઝિટીવમાંથી નેગેટિવ થઈ જાય છે. લોકોના ફેફસાં પણ 91 ટકા રિકવર થઈ ગયા છે. 

જાપાનમાં ડોક્ટર પણ આ દવાનો પ્રયોગ કરી રહ્યા છે. જાપાનમાં ડોક્ટર્સ માને છે શરૂઆતના તબક્કામાં આ દવાથી સારવાર આપી શકાય છે પણ પરિસ્થિતિ ગંભીર થઈ જાય તો આ દવાની અસર જોવા નથી મળતી. હાલમાં જયપુરના ડોક્ટર્સે કોરોનાપીડિત પર HIVની દવાનો પ્રયોગ કર્યો હતો જેના સારા પરિણામ મળ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news