સુરતમાં ફરી ગ્રીષ્માકાંડ જેવી બીજી ઘટના : પ્રેમીપંખીડા ગળુ કપાયેલી હાલતમાં રસ્તા પર મળ્યાં
Grishmakand In Surat : માંગરોળમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના?:યુવતીનું ગળું કપાવાથી મોત, યુવકે પોતાનું ગળું કાપતા સ્વરપેટી કપાઈ ગઈ, મોબાઇલમાં ટાઇપ કરીને પરિવારના નંબર આપ્યા
Trending Photos
Surat News સુરત : ગુજરાતમાં ફરી એકવાર ગ્રીષ્માકાંડ જેવી ધ્રુજાવી દેતી ઘટના બની છે. સુરતમાં ગ્રીષ્માકાંડ જેવો બીજો બનાવ સામે આવ્યો છે. સુરતના માંગરોળના બોરિયા ગામે યુવક-યુવતી ગળા કપાયેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. બોરિયા રૉડ પર યુવક યુવતી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા છે. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં યુવતીનું ઈજાના કારણે ઘટના સ્થળે મોત નિપજ્યું છે. તો યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સુરત ખાતે ખસેડાયો છે. યુવક યુવતીએ એકબીજાના ગળા કાપ્યાની ચર્ચા છે. જોકે, આ આપઘાતનો પ્રયાસ કે પછી હીંચકારો હુમલો પોલીસ તપાસ બાદ જ ખબર પડશે.
હજી થોડા દિવસો પહેલા રાજકોટમાં બની હતી આવી ઘટના
રાજકોટમાં વેલેન્ટાઈનના પૂર્વ દિવસે ગ્રીષ્માકાંડ જેવી ઘટના બની હતી. પ્રેમમાં નિષ્ફળતા મળતા નાસીપાત થઈ જતા યુવાઓ હવે લોહીના રંગે રંગાઈ રહ્યાં છે. રાજકોટમાં ચોંકાવનારો કિસ્સો બન્યો છે. રાજકોટમાં સંજય મકવાણા (ઉંમર 35 વર્ષ) છુટક મજૂરીકામક રે છે. તેને એક યુવતી સાથે 10 વર્ષથી પ્રેમ સંબંધ હતો. શુક્રવારના રોજ સવારે 11 વાગ્યે યુવતી જંગલેશ્વરના હુસૈની ચોકમાં પોતાની બહેન સાથે માછલી વેચવાના કામમાં વ્યસ્ત હતી, ત્યાર સંજય ત્યાં છરી લઈને આવી ચઢ્યો હતો. યુવતી કંઈ સમજે તે પહેલા તેણે યુવતી પર આડેધડ હુમલા કર્યા હતા. જેથી યુવતી લોહીલુહાણ થઈ ગઈ હતી. સંજયે યુવતીા હાથ, પગ અને પેટના ભાગે છરીના ઘા માર્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે