Shani Dosh: 2025માં શનિની સાડાસાતીથી આ રાશિના લોકો રહેશે પરેશાન, ભોગવવો પડી શકે છે શનિનો પ્રકોપ
Shani Dosh: શનિની સાડાસાતીનો પ્રકોપ 7 વર્ષ સુધી રહે છે. વર્ષ 2025માં શનિ ગોચરની સાથે શનિની સાડાસાતી અનેક રાશિઓ પર શરૂ થવા જઈ રહી છે અને અનેક રાશિયો પર તેની સાડાસાતી ખત્મ થઈ જશે. કુંભ રાશિના લોકો પર શનિની સાડાસાતીનો ત્રીજો ચરણ 2025ના માર્ચ બાદ શરૂ થઈ જશે.
Shani Dosh: માર્ચ 2025માં શનિ દેવ પોતાની રાશિમાં પરિવર્તન કરવા જઈ રહ્યા છે. 29 માર્ચે શનિ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિના પરિવર્તન સાથે અમુક રાશિઓ પરથી શનિની સાડાસાતી પૂર્ણ થઈ જશે અને અમુક રાશિઓ પર શનિની સાડાસાતીનો પ્રભાવ શરૂ થવા જઈ રહ્યો છે.
શનિ એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. શનિની સાડાસાતીના પ્રભાવ સાડાસાત વર્ષ સુધી રહે છે. શનિની સાડાસાતીના ત્રણ ચરણો હોય છે. સાડાસાતીનો દરેક તબક્કો અઢી વર્ષનો હોય છે. જે ત્રણ ચરણોમાં પૂરો થાય છે.
વર્ષ 2025માં મકર રાશિ પર શનિની સાડાસાતી પૂરી થવા જઈ રહી છે અને મેષ રાશિ પર શરૂ થવા જઈ રહી છે, સાથે જ કુંભ રાશિના લોકો પર શનિની સાડાસાતી અંતિમ ચરણોમાં શરૂ થવા જઈ રહી છે અને મીન રાશિ પર સાડાસાતીનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે.
મેષ રાશિ પર શનિની સાડાસાતીનો પહેલો ચરણ શરૂ થવા જઈ રહ્યો છે. મેષ રાશિના લોકો પર શનિનિ સાડાસાતી 31 મેં 2032 સુધી રહેશે. મેષ રાશિના લોકોને આ દરમિયાન ખુબજ સાવધાન રહેવું પડશો. સાડાસાતીના પહેલા ચરણ દરમિયાન આર્થીક રૂપે તેની અસર જોવા મળે છે.
કુંભ રાશિના લોકો પર શનિની સાડાસાતીનો ત્રીજો ચરણ 2025ના માર્ચ બાદ શરૂ થઈ જશે. તેની અસર પરિવાર પર પણ પડી શકે છે. તમને જણાવી દઈએ કે આ દરમિયાન પારિવારિક જીવન પર ધ્યાન આપવું જરૂરી છે.
મીન રાશિના લોકો પર શનિની સાડાસાતીનું બીજુ ચરણ 29 માર્ચ 2025થી શરૂ થઈ જશે, આ દરમિયાન મીન રાશિના લોકોને આર્થીક અને પારિવારિક જીવન વધારે ધ્યાન આપવું પડશે. મીન રાશિના લોકો પર શનિની સાડાસાતીનો પ્રભાવ 7 એપ્રિલ 2030 સુધી રહેશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos