જો તમારી બેંક ડૂબી જાય તો હવે મળશે 5 લાખથી વધુ...સરકારે કરી લીધી રાહત આપવાની તૈયારી!

PM Narendra Modiની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર બેંક ડિપોઝિટ પર ઉપલબ્ધ વીમા કવચ વધારવા પર વિચાર કરી રહી છે. અત્યાર સુધી બેંક ડૂબી જાય તેવા કિસ્સામાં ખાતાધારકો માટે આ મર્યાદા 5 લાખ રૂપિયા છે.

જો તમારી બેંક ડૂબી જાય તો હવે મળશે 5 લાખથી વધુ...સરકારે કરી લીધી રાહત આપવાની તૈયારી!

બજેટ 2025માં જ્યારે સામાન્ય લોકો માટે ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી હતી, જેમાં 12 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરવાની જાહેરાતનો સમાવેશ થાય છે, તો ભારતીય રિઝર્વ બેંક (RBI) એ પાંચ વર્ષ પછી રેપો રેટમાં અચાનક ઘટાડો કરીને સારા સમાચાર આપ્યા છે. હવે સરકાર વધુ એક મોટી રાહત આપવાનું વિચારી રહી છે, જે તમારા બેંક ખાતા સાથે સીધી રીતે જોડાયેલ છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ...

બેંકમાં જમા રકમ પર ઈન્શ્યોરન્સ કવચ વધશે!
પીટીઆઈના અહેવાલ મુજબ કેન્દ્ર સરકાર બેંક ડિપોઝીટ પર ઉપલબ્ધ વીમા કવચ વધારવાનો નિર્ણય લઈ શકે છે. અત્યારે આ મર્યાદા 5 લાખ રૂપિયા છે અને સરકાર તેને વધારવા માટે ગંભીરતાથી વિચારી રહી છે. નાણા મંત્રાલયના ટોચના અધિકારીને ટાંકીને આ વાત કહેવામાં આવી છે. નાણાકીય સેવા સચિવ એમ નાગરાજુનું કહેવું છે કે આ પ્રસ્તાવને સરકારની મંજૂરી મળતા જ તેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.

હવે શું છે મર્યાદા?
અત્યારે જો તમારી બેંક ડૂબી જાય છે તો ભલે તમારા ખાતામાં 15 કે 20 લાખ રૂપિયા જમા હોય, તો પણ તમને માત્ર 5 લાખ રૂપિયાનું વીમા કવચ મળે છે. આ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એક્ટ (DICGC) હેઠળ આપવામાં આવેલ વીમા કવર હોય છે અને સરકાર હવે આ કવર વધારીને બેંક ખાતાધારકોને રાહત આપવાનું વિચારી રહી છે. જો કે તેમાં કેટલો વધારો કરી શકાય તે અંગેની માહિતી બહાર આવી નથી.

તાજેતરમાં ડૂબી ગઈ છે આ બેંક 
નોંધનીય છે કે તાજેતરમાં ન્યુ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે અને તે આરબીઆઈ હેઠળ છે. આ કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ સરકારે આવી જોગવાઈ કરી હોવાનું સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2020માં જ્યારે PMC બેંક કૌભાંડ પ્રકાશમાં આવ્યું ત્યારે DICGCની વીમા મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે આ મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે.

નાણા સચિવે કહી આ મોટી વાત
સોમવારે મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન સહકારી બેંકોની સ્થિતિ અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપતા નાણાં સચિવ તુહીન કાંત પાંડેએ કહ્યું હતું કે દેશમાં સહકારી બેંકો સારી સ્થિતિમાં છે અને માત્ર એક બેંકની નાદારીથી આ ક્ષેત્ર વિશે અભિપ્રાય રચવો જોઈએ નહીં. આ એક સારી રીતે રેગ્યુલેટેડ સેક્ટર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news