સલાયામાં ભાજપના સૂપડા સાફ! એક પણ બેઠક ન મળી, આપ જીતતાં જીતતાં રહી ગઈ

Salaya Nagarpalika Result 2025 : દ્વારકાની સલાયા નગરપાલિકામાં ભાજપને બુઝડોઝર ભારે પડ્યું, એક પણ બેઠક પર કમળ ન ખીલ્યું, આપ-કોંગ્રેસ ફાવી ગયા
 

સલાયામાં ભાજપના સૂપડા સાફ! એક પણ બેઠક ન મળી, આપ જીતતાં જીતતાં રહી ગઈ

Sthanik Swaraj Election Result 2025 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 35 થી વધુ નગરપાલિકામાં કમળ ખીલ્યું છે. પરંતું જ્યાં ભાજપ હાર્યું છે ત્યાં ભૂંડે હાલ હાર્યું છે. અનેક નગરપાલિકાઓમાં ભાજપની શરમજનક હાર કહી શકાય. ભાજપની સૌથી મોટી હાર સલાય નગરપાલિકામાં થઈ છે. ભાજપે સલાયામાં ફેરવેલું બુલડોઝર ભારે પડ્યું છે. સલાયાની જનતાએ ભાજપને સમ ખાવા પૂરતી પણ બેઠક ન આપી. સલાયામાં ભાજપ હાર્યું છે. તો અહી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ફાવી ગઈ છે.  

સલાયામાં ભાજપનું ખાતું ન ખૂલ્યું 
ભાજપે જ્યાં બુલડોધર ફેરવ્યુ એ સલાયા નગરપાલિકામાં ભાજપની હાર થઈ છે. સલાયા નગરપાલિકાની કુલ 28 બેઠકમાંથી આમ આદમી પાર્ટીને 13 બેઠક મળી છે, જ્યારે 15 બેઠક કોગ્રેસને મળી છે. જે બતાવે છે કે, અહીં ભાજપે ચલાવેલું બુઝડોઝર ભારે પડ્યું છે. 

એક તરફ દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો સફાયો થયો છે, પરંતુ આશ્ચર્ય વચ્ચે સલાયામાં આમ આદમી પાર્ટી ફાવી ગઈ છે. સલાયાની જનતાએ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ રાખ્યો છે. જોકે, અહી છેલ્લી સુધી રસાકસીભર્યો માહોલ રહ્યો હતો. આપ જીતતા જીતતા રગી ગયું, અને કોંગ્રેસ ફાવી ગયું. અંતે સલાયા નગરપાલિકામાં કોંગ્રેસની જીત થઈ છે. 

સલાયામાં કોંગ્રેસ રાજ કરશે 
સલાયા નગર પાલિકામાં કોંગ્રેસ સત્તા પર આવશે. સલાયા નગર પાલિકામાં 7 વોર્ડની  28 બેઠકોમાંથી 15 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ, જ્યારે 13 બેઠકો આપ પાર્ટીના ફાળે ગઈ છે. સલાયા નગર પાલિકામાં ભાજપનું ખાતું ખૂલ્યું નહીં. આમ, ભાજપની સલાયા નગર પાલિકામાં કારમી હાર થઈ છે. 

દ્વારકાના સલાયા બંદર પર ચાલ્યું દાદાનું બુલડોઝર
રાજ્ય સરકારની દબાણ હટાવો ઝુંબેશ પર સૌથી પહેલા સલાયાનો સફાયો થયો હતો. રાજ્ય સરકાર દ્વારા સરકારી જમીનો પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દ્વારકામાં છેલ્લા એક અઠવાડિયાથી અનેક લોકોને નૉટિસો અપાઇને તંત્રને સાથ સહકાર આપવા કહેવાયું હતું. સ્વેચ્છાએ દબાણો નહી હટાવાતા દ્વારકામાં આજે દાદાનું બુલડોઝર ફરી વળ્યુ હતું. સલાયાના જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં થયેલા દબાણ પોલીસ કાફલા સાથે જે.સી.બી. અને હિટાચી જેવા મશીનોથી હટાવી દેવાયા છે. અને રેલવે વિભાગની લાખો ફૂટ જમીન ખુલ્લી કરવામાં આવી હતી. પરંતું ભાજપનું આ જ એક્શન ભારે પડ્યું અને સલાયમાં ભાજપ હાર્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news