Chhath Puja 2021: છઠ્ઠ પૂજામાં આ સામગ્રીનો કરો ખાસ ઉપયોગ, આવી રીતે કરો પૂજા અર્ચના

છઠી માતા અને સૂર્ય દેવની ઉપાસનાનું મહાપર્વ છઠ્ઠ પૂજાની શરૂઆત 8 નવેમ્બરથી થઈ ઘઈ છે. જોકે, આજે સ્નાન સાથે છઠ પૂજાનો વિધિવત રીતે પ્રારંભ થશે. આ વર્ષે 10 નવેમ્બરે એટેલેેકે, આજના દિવસે આથમતા સૂર્યની અર્ધ્ય અર્પણ કરવામાં આવશે અને 11 નવેમ્બરે સપ્તમીના રોજ ઉગતા સૂર્યને અર્ધ્ય આપીને પૂજાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. બિહાર સહિત દેશના અનેક ભાગોમાં છઠ્ઠ પૂજા માટે જોરશોરથી તૈયારી કરવામાં આવી છે.

Chhath Puja 2021: છઠ્ઠ પૂજામાં આ સામગ્રીનો કરો ખાસ ઉપયોગ, આવી રીતે કરો પૂજા અર્ચના

નવી દિલ્હીઃ છઠી માતા અને સૂર્ય દેવની ઉપાસનાનું મહાપર્વ છઠ્ઠ પૂજાની શરૂઆત 8 નવેમ્બરથી થઈ રહી છે. આવતીકાલે સ્નાન સાથે છઠ પૂજાનો પ્રારંભ થશે. આ વર્ષે 10 નવેમ્બરે આથમતા સૂર્યની અર્ધ્ય અર્પણ કરવામાં આવશે અને 11 નવેમ્બરે સપ્તમીના રોજ ઉગતા સૂર્યને અર્ધ્ય આપીને પૂજાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. બિહાર સહિત દેશના અનેક ભાગોમાં છઠ્ઠ પૂજા માટે જોરશોરથી તૈયારી કરવામાં આવી છે. ત્યારે આ વખતે તમે કે પછી તમારા કોઈ સગા સબંધીઓ છઠ્ઠ પૂજા વ્રત રાખી રહ્યા છે તો તમારે જાણી લેવું જોઈએ કે, છઠ્ઠ પૂજામાં કઈ કઈ સામગ્રીની જરૂર પડે છે. અમે તમને જણાવીશું કે, છઠ્ઠ પૂજામાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ. 

છઠ્ઠ પૂજામાં વપરાતી જરૂર સામગ્રી-

1. છઠ્ઠી મૈયાને સ્વચ્છતા વધારે પસંદ છે. એટલા માટે વ્રત રાખનાર વ્યક્તિને નવા અને સાફ કપડા જેમ કે, સાડી, સૂટ અને પુરુષોએ કુર્તો જ પહેરવો જોઈએ. 

2.વાંસ અથવા પીતલથી બનેલો સૂપ.

3. વાંસની બે મોટી મોટી ટોકરીઓ. જેને ડાલા પણ કહેવામાં આવે છે જેમાં છઠ્ઠ પૂજાનો પ્રસાદ રખાઈ છે. 

4. દૂધ તથા જળ રાખવા માટે એક ગ્લાસ, એક લોટો અને એક થાળી.

5. પૂજામાં પ્રયોગ અને મંડપ બનાવવા માટે 5 શેરડી જેમાં પાંદડા લાગેલા હોય. 

6. હળદર, મૂળી અને આદુનો લીલો છોડ.

7. પાણીવાળુ લીલુ નાળિયેર, જે લક્ષ્મી માનું પ્રતીક માનવામાં આવે છે.

8. શક્કરિયા, કેળા, નાસપતિ અને સંતરા-લીંબુ

9. દીવો, ચોખા, સિંદૂર અને ધૂપબત્તી

10. પાન અને સોપારી

11. શક્કરીયા અથવા સુથની

12. મિઠાઈ

13. મધ

14. ચંદન, અગરબત્તી, ધૂપ, કંકુ તથા કપૂર

15. ઘઉં અને ચોખાનો લોટ તથા ગોળ

આ સાથે ખારના વાળા દિવસે છઠ્ઠ પૂજાના પ્રસાદમાં ઠેકુઆ બનાવવામાં આવે છે. જે ઘઉંના લોટ, ગોળ અથવા ખાંડ મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. તે સિવાય ચોખાના લોટથી કંસાર બનાવવામાં આવે છે. જે આમ ચોખાના લોટથી બનાવેટા લાડવા કહી શકાય.

((નોંધઃ આ લેખમાં આપેલી જાણકારી-માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષિ, પંચાગ, પ્રવચનો, માન્યતાઓ અને ધર્મગ્રંથો પર આધારિત છે. ઝી 24 કલાક આ વિશે કોઈ પુષ્ટિ કરતું નથી.))

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news