CBSE 10th Result 2020: જાહેર થયું સીબીએસઈ ધો. 10નું રિઝલ્ટ, આ રીતે ચેક કરો સ્કોર કાર્ડ

સીબીએસઇ બોર્ડ ધો. 10નું 2020 (CBSE 10th Result 2020) રિઝલ્ટ નવા નિયમો અનુસાર આજે એટલે કે, 15 જુલાઇના જાહેર થયું છે. સીબીએસઇ બોર્ડ રિઝલ્ટ 2020ની જાહેરાત બોર્ડના સત્તાવાર રિઝલ્ટ પોર્ટલ cbseresults.nic.in પર કરવામાં આવ્યું છે.

CBSE 10th Result 2020: જાહેર થયું સીબીએસઈ ધો. 10નું રિઝલ્ટ, આ રીતે ચેક કરો સ્કોર કાર્ડ

નવી દિલ્હી: સીબીએસઇ બોર્ડ ધો. 10નું 2020 (CBSE 10th Result 2020) રિઝલ્ટ નવા નિયમો અનુસાર આજે એટલે કે, 15 જુલાઇના જાહેર થયું છે. સીબીએસઇ બોર્ડ રિઝલ્ટ 2020ની જાહેરાત બોર્ડના સત્તાવાર રિઝલ્ટ પોર્ટલ cbseresults.nic.in પર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી રિઝલ્ટને ડાયરેક્ટ લિંકથી તેમનું પરિણામ જોઇ શકે છે. વિદ્યાર્થીઓને તેમના સીબીએસઇ બોર્ડ ધોરણ 10નું રિઝલ્ટ 2020 જોવા માટે સીબીએસઇની વેબસાઇટ cbse.nic.in પર વિઝિટ કરવાનું રહેશે. ત્યારબાદ ત્યાં બે ઓપ્શન જોવા મળશે. સીબીએસઈ વેબસાઇટ અને સીબીએસઇ રિઝલ્ટ. તેમાંથી રિઝલ્ટની લિન્ક પર ક્લિક કરી રિઝલ્ટ પોર્ટલ પર પહોંચી શકો છો. સીબીએસઇના રિઝલ્ટ પોર્ટલ cbseresults.nic.in પર ડાયરેક્ટ જઇને પણ વિદ્યાર્થી તેમનું રિઝલ્ટ જોઇ શકે છે. આ વર્ષે 18 લાખથી વધુ વિદ્યાર્થીઓએ CBSE 10th Board Examમાં ભાગ લીધો હતો. આ વર્ષ CBSE બોર્ડનું મેરિટ લિસ્ટ જાહેર ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે પહેલા આપેલી જાણકારી અનુસાર સીબીએસઇ રિઝલ્ટ 2020 (CBSE Reult 2020)ની જાહેરાત 15 જુલાઇ 2020થી પહેલા કરવાની આશા વ્યક્ત કરી હતી. નિર્ણય અનુસાર 13 જુલાઇના સીબીએસઇ ધોરણ 12નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

સાઇટ પર રિઝલ્ટ જોવાના સ્ટેપ્સ
સ્ટેપ્સ 1: સત્તાવાર વેબસાઇટ cbse.nic.in અથવા cbseresults.nic.in પર જાઓ.
સ્ટેપ્સ 2: વેબસાઇટના હોમપેજ પર આપેલ રિઝલ્ટની લિંક પર ક્લિક કરો.
સ્ટેપ્સ 3: નવું પેજ ખુલશે. તમારો રોલ નંબર અહીં લખીને સબમિટ કરો.
સ્ટેપ્સ 4: તમારું રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે.
સ્ટેપ્સ 5: પરિણામ ડાઉનલોડ કરો અને તેમાંથી એક પ્રિંટ આઉટ લો.

ડિજિલોકરમાં રિઝલ્ટ
રિઝલ્ટ જાહેર થયા પછી બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ડિજિટલ માર્કશીટ ડિજિલોકર (Digilocker)માં ઉપલબ્ધ કરાવશે. ડિજિટલ માર્કશીટ સરકારની ઉમંગ એપ્લિકેશન (Umang app) દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે. ઉમંગ એપ્લિકેશન પર સીબીએસઇ પરિણામ 2020ની માર્કશીટ ડાઉનલોડ કરવા માટેનો યુઝર ઇન્ટરફેસ (યુઆઈ) અપડેટ કરવામાં આવ્યો છે. ઉમંગ એપ્લિકેશનમાં સીબીએસઇ ધોરણ 12નું રિઝલ્ટ 2020 માટે 'પરીક્ષા' અને 'પરીક્ષાનું વર્ષ' પસંદગીઓ સક્રિય કરવામાં આવી છે. આ પછી, વિદ્યાર્થીઓએ ફક્ત તેમની પરીક્ષા (ધોરણ. 10), રોલ નંબર, જન્મ તારીખ અને પ્રવેશ કાર્ડ આઈડી સબમિટ કરવાનું રહેશે. આ પછી, વિદ્યાર્થીઓ તેમની ડિજિટલ માર્કશીટ ડાઉનલોડ કરી શકશે.

આ રીતે પણ જોઇ શકો છો રિઝલ્ટ
ઓનલાઇન રિઝલ્ટને જોયા સિવાય બધી શાળાઓ તેમના રજિસ્ટર્ડ ઇમેઇલ આઈડી પર તેમના રિઝલ્ટ વિદ્યાર્થીઓને મોકલશે. આ સિવાય નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (National Informatics Centre) દ્વારા કેટલાક ફોન નંબર્સ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેના દ્વારા પરિણામ મળી શકે છે. સીબીએસઇએ 12મા વર્ગનું રિઝલ્ટ માઇક્રોસોફ્ટ એસ.એમ.એસ. ઓર્ગેનાઇઝર એપ (Microsoft SMS Organiser App) અને ડિજાયર્સલ્ટ એપ્લિકેશન (Digiresults) પર પણ જાહેર કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news