Corona ના વધતા કેસનો કેવી રીતે કરવો સામનો, કેન્દ્રએ રાજ્યોને આપ્યો સુરક્ષાનો આ 'મંત્ર'

દેશમાં ફરીવાર તેજીથી વધી રહેલા કોરોના (Coronavirus) કેસને જોતા કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ છે. સ્થિતિ પર ચર્ચા કરવા માટે કેબિનેટ સેક્રેટરીએ (Cabinet Secretary) શુક્રવારના તમામ રાજ્યોના મુખ્ય સચિવો સાથે વર્ચ્યુઅલ બેઠક કરી છે

Corona ના વધતા કેસનો કેવી રીતે કરવો સામનો, કેન્દ્રએ રાજ્યોને આપ્યો સુરક્ષાનો આ 'મંત્ર'

નવી દિલ્હી: દેશમાં ફરીવાર તેજીથી વધી રહેલા કોરોના (Coronavirus) કેસને જોતા કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ છે. સ્થિતિ પર ચર્ચા કરવા માટે કેબિનેટ સેક્રેટરીએ (Cabinet Secretary) શુક્રવારના તમામ રાજ્યોના મુખ્ય સચિવો સાથે વર્ચ્યુઅલ બેઠક કરી છે. બેઠકમાં કોરોના મહામારીને રોકવા અને વેક્સીનેશન અભિયાનમાં ગતી લાવવા પર ચર્ચા કરવામાં આવી.

લગભગ 2 કલાક ચાલી બેઠક
લગભગ 2 કલાકથી વધારે યોજાયેલી બેઠકમાં કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કહ્યું કે તેઓ કોવિડ 19 પ્રોટોકોલનું (Covid 19 Protocol) કડક પાલન સુનિશ્ચિત કરાવે. કેબિનેટ સેક્રેટરીએ (Cabinet Secretary) કહ્યું કે, કોરોના પ્રોટોકોલનું પાલન કર્યા વગર આ મહામારીને રોકવું અસંભવ છે.

ટ્રિપલ 'T' પર કામ કરે સરકાર
કેબિનેટ સેક્રેટરીએ (Cabinet Secretary) કહ્યું કે, તમામ રાજ્ય સરકાર તેમના પ્રદેશોમાં ટ્રેસ, ટ્રેક અને ટ્રીટમેન્ટના ફોર્મ્યુલા પર કામ કરે. તેમણે કહ્યું કે, માસ્ક (Mask) નહીં પહેરતા અને સામાજિક અંતરનું (Social Distance) પાલન ન કરનાર સામે રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરે.

મુખ્ય સચિવોને સજાગ રહેવાની જરૂરિયાત
તેમણે રાજ્યના મુખ્ય સચિવોને કહ્યું કે, ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણને (Coronavirus) રોકવા માટે તેઓ જે પણ ઉપાય કરવા ઇચ્છે છે તેઓ કરી શકે છે. કેબિનેટ સેક્રેટરીએ (Cabinet Secretary) એમ પણ કહ્યું કે, કેટલાક રાજ્યોમાં કોરોનાના ડબલ વેરિએન્ટ (Double Variant Of Corona) કેસ જોવા મળી રહ્યા છે. એવામાં રાજ્યના મુખ્ય સચિવોને વધારે સજાગ રહેવાની જરૂરિયા છે.

ગ્રાઉન્ડ પર કામ ઝડપથી કરવા અપિલ
કેબિનેટ સેક્રેટરીએ કોરોનાને (Coronavirus) લઇ રાજ્ય સરકારોને સાવચેતી રાખવા અને ગ્રાઉન્ડ લેવલ પર રોકવાના પ્રયત્નો ઝડપી કરવા પણ કહ્યું છે. તમને જણાવી દઇએ કે, આ પહેલા પીએમ નરેન્દ્ર મોદી (PM Modi) પણ તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે થયેલી બેઠકમાં આ ફોર્મ્યુલા પર કામ ઝડપી કરવાની અપિલ કરી ચુક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news