રાજકીય ઉથલ પાથલ: આ રાજ્યના તમામ 24 મંત્રીઓએ એકસાથે સોંપ્યા રાજીનામા

આંધ્રપ્રદેશના રાજકારણમાં અત્યારે મોટા ફેરફારના સંકેત મળી રહ્યા છે. એવામાં સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે આંધ્રપ્રદેશના તમામ 24 મંત્રીઓએ કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી (YS Jagan Mohan Reddy) ને રાજીનામ સોપી દીધા છે. 

રાજકીય ઉથલ પાથલ: આ રાજ્યના તમામ 24 મંત્રીઓએ એકસાથે સોંપ્યા રાજીનામા

નવી દિલ્હી: આંધ્રપ્રદેશના રાજકારણમાં અત્યારે મોટા ફેરફારના સંકેત મળી રહ્યા છે. એવામાં સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે આંધ્રપ્રદેશના તમામ 24 મંત્રીઓએ કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી (YS Jagan Mohan Reddy) ને રાજીનામ સોપી દીધા છે. 

જોકે જગન મોહન રેડ્ડી પોતાના મંત્રીમંડળની ફરીથી રચના કરવાના છે. નવા મંત્રીપરિષદની રચના 11 એપ્રિલના રોજ કરવામાં આવી શકે છે. 

આ મુદ્દે મુખ્યમંત્રીએ બુધવારે રાત્રે રાજ્યપાલ વિશ્વ ભૂષણ હરિચંદન સાથે બેઠક કરી હતી, જેમાં મંત્રી પરિષદના પુનર્ગઠન પર ચર્ચા કરવામાં આવી. 

આગામી ચૂંટણી પર નજર
આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રાજીનામા બાદ નવેસરથી જગન મોહન રેડ્ડી કેબિનેટની રચના કરશે. આ મંત્રીઓની પસંદગી 2024 વિધાનસભાની ચૂંટણી જોતાં કરવામં આવશે. 

— Press Trust of India (@PTI_News) April 7, 2022

સૌથી મોટી ફેરબદલ
અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર બન્યા બાદ આ જગમોહન સરકારની સૌથી મોટી ફેરબદલ છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ નામોની યાદી આજે જ રાજ્યપાલને મોકલવામાં આવશે. તમને જણાવી દઇએ કે હાલ મંત્રીમંડળમાં હાલ મંત્રીઓએ 8 જૂન 2019 ના રોજ શપથ લીધા હતા. 

વર્તમાન મંત્રીમંડળે આઠ જૂન 2019 ના રોજ શપથ લીધા હતા અને મંત્રીઓએ આઠ ડિસેમ્બર 2021 સુધી પદ પર રહેવાનું હતું. કોવિડ 19 મહામારી સહિત ઘણા કારણોના લીધે પુનર્ગઠનને ટાળી દેવામાં આવ્યું હતું. 

મુખ્યમંત્રી વાઇ એસ જગનમોહન રેડ્ડીએ છેલ્લા કેટલાક મહિનાઓમાં જાહેરાત કરી હતી કે તે ઉગાદી (2 એપ્રિલે આવનાર તેલુગુ નવા વર્ષના દિવસે) અને ફરીથી નવા જિલ્લોના ગઠન બાદ મંત્રિમંડળના પુનર્ગઠનનું કાર્ય કરશે. રાજ્યમાં ચાર એપ્રિલના રોજ 13 નવા જિલ્લાઓનું ગઠન કરવામાં આવ્યું હતું, હવે પ્રદેશમાં જિલ્લાઓની કુલ સંખ્યા 26 થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news