રાશિફળ 3 જૂલાઇ : આ રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ

રાશિફળ 3 જૂલાઇ : આ રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ
આજનું પંચાંગ
તારીખ : 3 જુલાઈ, 2018 મંગળવાર    
માસ : જેઠ વદ પાંચમ    
નક્ષત્ર : શતતારા    
યોગ : પ્રીતિ    
ચંદ્ર રાશી : કુંભ    
અક્ષર : ગસશષ  
પંચક હજુ ચાલુ જ છે.
 
- આજે ભૂમિપૂજન અવશ્ય કરજો. જ્યારે ઘરમાં સફાઈ કરો ત્યારે પોતુ કરતી વખતે તેમાં ચપટી એક ચમચી મીઠું નાંખી પોતું કરજો અને ત્યારબાદ ઘરના પ્રત્યેક ઊંબરાનું પૂજન કરજો. બારણાની બારસાખની ડાબી બાજુ ઓમ ગણપતયે નમઃ અથવા શ્રીગણેશાય નમઃ કંકુથી ઝીણા અક્ષરે લખજો. હકારાત્મક પરિસ્થિતિનું નિર્માણ થશે.
- ગણેશકવચનો પાઠ કરજો અને ગણેશજીની ઘીના દિવાથી આરતી ઉતારજો.
રાશી ભવિષ્ય 
 
મેષ (અલઈ)
રાજનીતી સાથે જોડાયેલા જાતકો સાનુકૂળતા.
વળી ગૂઢ જ્ઞાન સાથે જોડાયેલા જાતકો માટે પણ સાનુકૂળ દિવસ છે.
જમીન મકાનથી લાભ થશે વળી, સાબુ, પાઉડર, શેમ્પુ જેવા સેનેટરી સપ્લાય સાથે જોડાયેલા જાતકોને લાભ થશે.
વિદ્યાર્થી મિત્રો માટે પણ સાનુકૂળતા.    
 
વૃષભ (બવઉ)
કાર્યક્ષેત્રે ખૂબ જ સહકાર મળશે.
આપનું કાર્ય સિદ્ધ થતું પણ દેખાય છે.
સહકર્મચારી દ્વારા આજે આપને મદદ મળી જાય.
મુસાફરીના યોગ પણ દેખાય છે.    
 
મિથુન (કછઘ)
લેખકો, ચિંતકો, વક્તાઓ, કપડાના વેપારીઓને આજે લાભપ્રદ દિવસ રહેશે.
ભાગ્યનો સાથ મળે.
આપની જો કોઈ અગત્યની મીટીંગ હોય તો ફળદાયી નીવડે.    
 
કર્ક (ડહ)
આરોગ્યની પ્રતિકુળતા રહે.
પાણીજન્ય બીમારીથી ચેતવું.
માથુ દુખવાની ફરિયાદ પણ કરો.
વિદ્યાર્થીઓએ આજે આવેશ-ઉશ્કેરાટથી દૂર રહેવું.    
 
સિંહ (મટ)
ઊચ્ચ પદ ઉપર બેઠેલા વ્યક્તિને મળવાનું થાય.
નોકરીયાત મિત્રોનું પ્રમોશન ડ્યુ હોય તો આજે મળવાની શક્યતા છે.
ચેરીટેબલ એક્ટીવીટી સાથે સંકળાયેલા જાતકો માટે સાનુકૂળતા રહેશે.    
 
કન્યા (પઠણ)
આજે શબ્દો ગોઠવી ગોઠવીનો બોલશો તો ભૂલ થઈ જવાની સંભાવના છે. જીભ થોડી થોથવાય પણ ખરી.
પેટની બિમારીથી સાચવવું.
પ્રણયીજનોએ સંયમપૂર્ણ વ્યવહાર કરવો
 
તુલા (રત)
ફેશન ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા જાતકોનો સાનુકૂળતા.
પિતા સાથે આજે વિશેષ સાનુકૂળતા.
વેપારી મિત્રો આજે મૂડમાં રહે તેવું લાગે છે.
ડાયાબીટીસથી પીડાતા જાતકોએ આજે વિશેષ સાચવવું.
 
વૃશ્ચિક (નય)
કાર્યમાં થોડું વિઘ્ન વર્તાય ગણેશજીની ઉપાસના કરજો.
આવેશમાં ઝઘડો ન કરી બેસાય તેનું ધ્યાન રાખજો.
માતાનો સહકાર પ્રાપ્ત થાય તેવું લાગે છે.
આપની કુળદેવીની ઉપાસના કરજો.
 
ધન (ભધફઢ)
પરિવારમાં કંકાસ ન થાય તે જોવું.
આપની વાણીથી ઉપાસન થાય થેવું લાગે છે. માટે સંયમપૂર્ણ વાણી બોલજો.
છાનુછપનું કોઈ કાર્ય કરવા જશો તો આજે પકડાઈ જશો માટે ચેતજો.    
 
મકર (ખજ)
ધનસ્થાન બળવાન છે. અન્યના સહકારથી લાભ થશે.
જીવનસાથી સાથે વૈમનસ્ય ન સર્જાય તેનો ખ્યાલ રાખજો. 
ભાગ્યનો સહકાર મળતો પણ દેખાય છે.
પિતાનો સહકાર પણ મળતો દેખાય છે.    
 
કુંભ (ગશષસ)
આળસનો ત્યાગ કરજો. 
એક્ટીવ રહેશો તો આજે પામશો.
ઈન્કમનો સ્રોત જળવાશે.
પણ, કોઈ ઈન્ફેક્શનનો શિકાર ન બનાય તે જોવું.    
 
મિન (દચઝથ)
લાભપ્રદ દિવસ છે.
મુસાફરીની શક્યતા છે તે પણ લાભપ્રદ છે.
પ્રેમસંબંધ ખિલ્યો છે પણ નિર્મળતાને પ્રાધાન્ય આપજો.
થોડો વિરોધનો સામનો કરવો પડે પણ કંઈ મોટો ફેરફાર નથી. શુભ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news