પાકિસ્તાનની ફરી અવળચંડાઈઃ ભારતના સુખોઈ અને મિરાજે ભગાડ્યા પાક.ના F-16 વિમાન

પાકિસ્તાનના 4 F-16 વિમાન અને એક મોટું યુએવી પંજાબની સરહદની અંદર ઘુસી આવ્યું હતું, જેના જવાબમાં ભારતે સુખોઈ-20 અને મિરાજ વિમાન દોડાવ્યા હતા 
 

પાકિસ્તાનની ફરી અવળચંડાઈઃ ભારતના સુખોઈ અને મિરાજે ભગાડ્યા પાક.ના F-16 વિમાન

નવી દિલ્હીઃ પાકિસ્તાન તેની અવળચંડાઈમાંથી બહાર આવતું નથી. જમ્મુ-કાશ્મીરની સરહદે ગોળીબાર અને તોપમારો ચલાવીને તે નિયમિત રીતે યુદ્ધવિરામની શરતોનું ઉલ્લંઘન કરતું રહે છે. હવે, ફરી વખત પાકિસ્તાનના ચાર F-16 વિમાન ભારતીય સરહદમાં ઘુસી આવ્યા હતા. તેમની સાથે એક મોટું યુએવી (માનવ રહીત ડ્રોન વિમાન) પણ હતું. 

સુત્રોએ જણાવ્યું કે, "ભારતીય રડારે આજે વહેલી સવારે 3 કલાકે એક મોટું UAV (Unmanned Arial Vehicle) અને ચાર પાકિસ્તાની F-16 વિમાન ભારતીય સરહદમાં પંજાબના ખેમકરણ વિસ્તારમાં ઉડતા જોવા મળ્યા હતા. જેના જવાબમાં ભારતે સુખોઈ-30 અને મિરાજ જેટ વિમાન મોકલ્યા હતા. ભારતીય વિમાને પીછો કરતાં પાકિસ્તાનના યુદ્ધ વિમાન તેમની સરહદમાં પાછા જતા રહ્યા હતા."

— ANI (@ANI) April 1, 2019

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ભારત દ્વારા 26 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવેલી એર સ્ટ્રાઈકનો જવાબ આપવા માટે 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાને તેના F-16 વિમાન જમ્મુ-કાશ્મીરમાં મોકલ્યા હતા. ભારતે તેનો જવાબ આપવા માટે મિગ-21 મોકલ્યા હતા. આ વળતી કાર્યવાહીમાં ભારતે પાકિસ્તાનનું એક F-16  વિમાન તોડી પાડ્યું હતું. ભારતનું પણ મિગ-21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને ભારતીય પાઈલટ અભિનંદન વર્થમાન પાકિસ્તાનની સરહદમાં જઈને પડ્યો હતો. જેને બે દિવસ બાદ પાકિસ્તાનને ભારતને પરત સોંપ્યો હતો. 

પાકિસ્તાનને અમેરિકાએ F-16 વિમાન આપેલા છે. જોકે, અમેરિકાએ આ વિમાન એવી શરતે આપ્યા છે કે પાકિસ્તાન તેનો ઉપયોગ કોઈ યુદ્ધમાં કે યુદ્ધ સંબંધિત કાર્યવાહીમાં કરી શકશે નહીં. અમેરિકાએ પાકિસ્તાનને તેના દ્વારા ભારત સામે F-16 વિમાનનો ઉપયોગ કરવા બદલ ધમકી પણ આપવામાં આવી હતી. તેમ છતાં, પાકિસ્તાન અવળચંડાઈ કરવામાં સુધરતું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news