શરીરમાં થતા આ 5 પ્રકારના દુખાવા પ્રત્યે ન રહેવું બેદરકાર, હોય શકે છે ગંભીર બીમારીનું લક્ષણ

Symptom Serious Illness: મોટાભાગે લોકોને આ પ્રકારના દુખાવા હોય તો તેઓ તેના પ્રત્યે બેદરકારી દાખવે છે. પરંતુ આ પાંચ પ્રકારના દુખાવા ગંભીર બીમારીનું લક્ષણ પણ હોઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ કે શરીરમાં કયા પ્રકારના દુખાવા થતા હોય તો તેને લઈને સતર્ક રહેવું જોઈએ.

શરીરમાં થતા આ 5 પ્રકારના દુખાવા પ્રત્યે ન રહેવું બેદરકાર, હોય શકે છે ગંભીર બીમારીનું લક્ષણ

Symptom Serious Illness: આજના સમયમાં લોકોની જે જીવનશૈલી છે તેમાં સ્વસ્થ રહેવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. જીવન શૈલીના કારણે શરીરમાં ઘણા રોગ નાની ઉંમરમાં જ આવી જાય છે. આવી સ્થિતિમાં યુવા અવસ્થામાં પણ સ્વાસ્થ્યને લઈને જાગૃત રહેવું જરૂરી છે. ખાસ કરીને શરીરમાં જો આ પાંચ પ્રકારના દુખાવા રહેતા હોય તો તેને લઈને બેદરકાર ન રહેવું. મોટાભાગે લોકોને આ પ્રકારના દુખાવા હોય તો તેઓ તેના પ્રત્યે બેદરકારી દાખવે છે. પરંતુ આ પાંચ પ્રકારના દુખાવા ગંભીર બીમારીનું લક્ષણ પણ હોઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ કે શરીરમાં કયા પ્રકારના દુખાવા થતા હોય તો તેને લઈને સતર્ક રહેવું જોઈએ.

આ પણ વાંચો:

મસલ્સ પેન

જો સ્નાયુમાં દુખાવો હોય તો તેનું મુખ્ય કારણ વિટામિન ડી ની ઉણપ હોઈ શકે છે. આ ઉપરાંત પણ સ્નાયુમાં દુખાવાના ઘણાં કારણ હોઈ શકે છે. તેથી તેનું ચેકઅપ કરાવીને સારવાર કરાવી જોઈએ

સાંધામાં દુખાવો

ઘણા લોકોને શરીરના સાંધામાં દુખાવો રહેતો હોય છે આ સમસ્યા નાની ઉંમરમાં પણ લોકોને થઈ જાય છે આ પ્રકારની તકલીફના પણ ઘણા બધા કારણ હોય છે પરંતુ મુખ્ય કારણ શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય છે. 

છાતીમાં દુખાવો

જો છાતીમાં થોડો દુખાવો પણ રહેતો હોય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. હૃદય સંબંધિત બીમારીનું શરૂઆતનું લક્ષણ છાતીમાં દુખાવો જ હોય છે. તેના પ્રત્યે બેદરકારી દાખવવામાં આવે તો હાર્ટ એટેક પણ આવી શકે છે

પેટમાં દુખાવો

જો વારંવાર પેટ સંબંધિત સમસ્યા થતી હોય અથવા તો પેટમાં દુખાવો રહેતો હોય તો તેનું કારણ યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન, પેટ સંબંધિત કોઈ રોગ હોઈ શકે છે. તેથી પેટના દુખાવામાં પણ બેદરકારી ન દાખવવી

માથામાં દુખાવો

મોટાભાગના લોકો માથાના દુખાવાને ઊંઘ પૂરી ન થવાનું અને સ્ટ્રેસનું કારણ જ માને છે. પરંતુ માથાનો દુખાવો માઈગ્રેન સહિતની ગંભીર બીમારીનું લક્ષણ પણ હોઈ શકે છે તેથી ડોક્ટરનો સંપર્ક કરી સારવાર કરાવવી જોઈએ.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news