હાર્ટએટેક આવે તે પહેલા આંખોમાં જોવા મળે છે આ 5 લક્ષણ, 90 ટકા લોકો સાધારણ સમજી કરે છે ઈગ્નોર
અત્યારના સમયમાં ખોટી ખાણીપીણી અને ખરાબ જીવનશૈલીના કારણે જે રોગો મોટી ઉંમરે આવતા હતા તે હવે નાની નાની ઉંમરમાં જોવા મળી રહ્યા છે. હાર્ટએટેક પણ એવી જ એક સમસ્યા છે. તેના આ લક્ષણો વિશે ખાસ જાણો.
Trending Photos
આજકાલ ખોટી ખાણીપીણી અને ખરાબ જીવનશૈલીના કારણે લોકોમાં હ્રદય સંબંધિત બીમારીઓનું જોખમ વધી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયમાં હાર્ટ એટેકના કેસો ઝડપથી વધી રહ્યા છે. આજના સમયમાં ઉંમરલાયક જ નહીં પરંતુ યુવાઓમાં પણ હાર્ટએટેકના કેસ જોવા મળી રહ્યા છે. હાર્ટએટેકના લક્ષણો ફક્ત છાતીના દુખાવા પુરતા સીમિત નથી હોતા પરંતુ શરીરના અન્ય ભાગોમાં પણ તે જોવા મળી શકે છે. હાર્ટએટેકના કેટલાક લક્ષણો આંખોમાં પણ જોવા મળી શકે છે. પરંતુ જાણકારીના અભાવે લોકો તેને સમજી શકતા નથી. જો સમયસર આ લક્ષણો ઓળખી લેવામાં આવે તો દર્દીનો જીવ બચી શકે છે. શાલીમાર બાગ સ્થિત ફોર્ટિસ હોસ્પિટલના વરિષ્ઠ નિદેશક અને એચઓડી (કાર્ડિયોલોજી અને ઈલેક્ટ્રોફિઝિયોલોજી) ડો. નિત્યાનંદ ત્રિપાઠી પાસેથી જાણો આંખોમાં જોવા મળી શકનારા આ લક્ષણો વિશે...
અચાનક ધૂંધળું દેખાવું
જો તમને અચાનક ધૂંધળું દેખાવા લાગતું હોય તો આ હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે. આવામાં આંખોમાં બ્લડ સપ્લાય ઓછો થવાની સમસ્યા કારણ હોઈ શકે છે. જો તમને અચાનક દ્રષ્ટિમાં ધૂંધળાપણા અને આ ડબલ વિઝન સાથે જ છાતીમાં દુખાવો મહેસૂસ થતો હોય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
આંખોમાં લોહી જામવું
હાઈ બ્લડ પ્રેશરના કારણે આંખોમાં બ્લડ ક્લોટિંગની સમસ્યા થઈ શકે છે. આ સ્થિતિમાં આંખોની નસોમાંથી લોહી આવી શકે છે. તેનાથી આંખોના સફેદ ભાગમાં લોહીના ધબ્બા જોવા મળી શકે છે. તેના કારણે આંખોમાં દુખાવો અને તણાવ વધી શકે છે. જો તમને આવા લક્ષણ જોવા મળતા હોય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
આંખોની આસપાસ પીળા ધબ્બા
જો તમારી આંખોની નીચે કે પાંપણોની આસપાસ પીળા રંગના ધબ્બા કે ગાંઠ જેવું જોવા મળે તો તેને ભૂલેચૂકે નજરઅંદાજ ન કરતા. તે હાર્ટએટેકનો એક ચેતવણી સંકેત હોઈ શકે છે. આ સ્થિતિને જૈન્થેલાઝ્મા કહે છે. તે શરીરમાં વધેલા કોલેસ્ટ્રોલનો સંકેત હોઈ શકે છે. હાઈ કોલેસ્ટ્રોલ હાર્ટએટેકના જોખમને વધારે છે.
આંખોની આજુબાજુ સોજા
જો તમારી આંખોની આજુબાજુ કોઈ કારણ વગર સોજા જોવા મળે તો તે હાર્ટએટેકનો સંકેત હોઈ શકે છે. કારણ કે જ્યારે હાર્ટ બરાબર કામ કરી શકતું ન હોય તો શરીરમાં યોગ્ય રીતે બ્લડ પંપ કરી શકતું નથી. જેના કારણે શરીરમાં પ્રવાહી પદાર્થો જમા થવા લાગે છે. જેના કારણે ચહેરા પર સોજા આવી શકે છે. જો પૂરતી ઊંઘ બાદ પણ તમારી આંખોની આસપાસ આવા સોજા જોવા મળતા હોય તો નજરઅંદાજ ન કરતા. આવા લક્ષણો જોવા મળે તો તરત ડોક્ટર પાસે જજો.
મોતિયો
મોતિયો હોવો એ પણ હ્રદયની નબળાઈ તરફ ઈશારો કરી શકે છે. કેટલાક અભ્યાસોમાં એવું સાબિત થયું છે કે હ્રદયની બીમારી થાય તો મોતિયાની તકલીફ થઈ શકે છે. મોતિયાની સારવાર કરાવતા લોકોમાં હાર્ટએટેક અને સ્ટ્રોકથી મોતના જોખમની આશંકા વધુ રહે છે.
(અહેવાલ સાભાર-હેલ્થ સાઈટ હિન્દી)
(Disclaimer: અહીં આપેલી જાણકારી મીડિયા રિપોર્ટ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે