Banana Side Effects: આ 5 સમસ્યામાં ભુલથી પણ ન ખાવા કેળા, ખાવાથી શરુ થઈ જશે હોસ્પિટલના ચક્કર
Banana Side Effects: કેળા ફાઇબર અને પોટેશિયમથી ભરપૂર હોય છે જે શરીરને અનેક લાભ કરે છે. શરીર માટે ફાયદાકારક કેળા કેટલાક લોકો માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે. ખાસ કરીને 5 લોકો એવા હોય છે જેમને કેળા ખાવા ભારે પડી શકે છે.
Trending Photos
Banana Side Effects: દુનિયાભરમાં સૌથી વધુ ખવાતું ફળ કેળા છે. કેળા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં અનેક એવા પોષક તત્વ છે જે શરીરને બીમારીઓથી બચાવે છે. કાચા કેળા અને પાકા કેળા બંનેનો ઉપયોગ અલગ અલગ વ્યંજનમાં કરવામાં આવે છે. કાચા કેળા કરતા પણ પાકા કેળાનો ઉપયોગ વધારે થાય છે. કેળા ફાઇબર અને પોટેશિયમથી ભરપૂર હોય છે જે શરીરને અનેક લાભ કરે છે. શરીર માટે ફાયદાકારક કેળા કેટલાક લોકો માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે. ખાસ કરીને 5 લોકો એવા હોય છે જેમને કેળા ખાવા ભારે પડી શકે છે. આજે તમને જણાવીએ કઈ 5 સમસ્યા ધરાવતા લોકોએ કેળાનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
આ 5 સમસ્યામાં ન ખાવા કેળા
એલર્જી
જે લોકોને કેળાથી એલર્જી હોય તેમણે કેળા ખાવા નહીં. કેળાથી તમને એલર્જી છે તે વાત તમે ટેસ્ટ દ્વારા પણ જાણી શકો છો. આ સિવાય જો કેળા ખાધા પછી ત્વચા પર ખંજવાળ આવવા લાગે, શ્વાસ લેવામાં તકલીફ થાય કે પછી ત્વચા પર લાલ નિશાન પડવા લાગે તો સમજી લેવું કે કેળા તમને સુટ નથી થતા.
ડાયાબિટીસ
કેળામાં નેચરલ સુગર વધારે પ્રમાણમાં હોય છે. તેથી જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે કેળાનું સેવન કરવાનું ટાળવું જોઈએ. ડાયાબિટીસમાં કેળા ખાવાથી બ્લડ સુગર લેવલ વધી શકે છે.
કિડનીની સમસ્યા
કેળામાં પોટેશિયમ સૌથી વધારે હોય છે જે લોકોને કિડની સંબંધીત સમસ્યાઓ હોય તેમણે કેળા ખાવાનું ટાળવું જોઈએ કારણ કે કેળામાં રહેલું પોટેશિયમ કિડની સંબંધિત સમસ્યા વધારે શકે છે.
માઈગ્રેન
જે લોકોને માઈગ્રેનની સમસ્યા હોય તેમણે પણ કેળાથી બચીને રહેવું જોઈએ. ખૂબ ઓછા લોકો જાણે છે કે કેળા ખાવાથી માઈગ્રેન ટ્રીગર થાય છે.
બ્લોટીંગ
જો તમને પેટમાં ગેસ, બ્લોટીંગ કે અન્ય પાચન સંબંધિત સમસ્યા હોય તો કેળા ખાવાથી બચો. કારણ કે ઘણા લોકો કેળાનું પાચન સારી રીતે કરી શકતા નથી. પરિણામે કેળા ખાધા પછી પાચન સંબંધિત સમસ્યા વધી જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે