Watermelon: તરબૂચને ફ્રીજમાં રાખવાની ભુલ તમે પણ કરો છો? જાણો ફ્રીજમાં રાખેલું તરબૂચ ખાવાથી થતા નુકસાન વિશે
Watermelon: ગરમીના દિવસોમાં તરબૂચ ખાવાની મજા જ કઈક અલગ હોય. તરબૂચ ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે ખાસ તો શરીર હાઇડ્રેટ રહે છે. ડોક્ટર પણ ગરમીના દિવસોમાં તરબૂચ જેવા ફળ ખાવાની સલાહ આપે છે. પરંતુ તરબૂચથી થતા આ સ્વાસ્થ્ય લાભથી ઘણા બધા લોકો વંચિત રહી જાય છે. કારણકે તેઓ તરબૂચને સમારીને ફ્રિજમાં ઠંડુ કરવા રાખી દે છે.
Trending Photos
Watermelon: ઉનાળાના આકરા તાપની શરૂઆત થઈ ગઈ છે અને સાથે જ તરબૂચની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. ગરમીના દિવસોમાં જો તમારે શરીરને હાઈડ્રેટ રાખવું હોય તો તરબૂચનું સેવન કરવું જ જોઈએ. ગરમીના દિવસોમાં તરબૂચ ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે ખાસ તો શરીર હાઇડ્રેટ રહે છે. ડોક્ટર પણ ગરમીના દિવસોમાં તરબૂચ જેવા ફળ ખાવાની સલાહ આપે છે. તેનાથી શરીર ઠંડુ રહે છે. ઉનાળામાં તરબૂચ ખાવાના સીધા ફાયદા છે. જે તમને મોટો લાભ કરાવી શકે છે. જોકે, ફ્રીઝમાં રાખવું એ નુક્સાનકારક છે.
તરબૂચના પોષક તત્વો
તરબૂચમાં લાયકોપિન, એન્ટિઓક્સિડન્ટ, વિટામીન એ, વિટામિન સી, પોટેશિયમ, એમિનો એસિડ ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય તાજા તરબૂચમાં જે એમિનો એસિડ હોય છે તે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તરબૂચમાં કેલેરી અને સુગરનું પ્રમાણ ઓછું હોય છે તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ આ બધા જ ફાયદા ત્યારે થાય છે જ્યારે તરબૂચ રૂમ ટેમ્પરેચર પર રાખેલું હોય ફ્રીજમાં રાખવાથી આ બધા ગુણનો નાશ થઈ જાય છે, જે તમને ફાયદા કરતાં વધારે નુક્સાન કરાવે છે.
તરબૂચમાં વધવા લાગે છે બેક્ટેરિયા
એક રિસર્ચમાં પણ આ વાત સાબિત થઈ ચૂકી છે. રિસર્ચ અનુસાર જ્યારે તમે રૂમ ટેમ્પરેચર પર તરબૂચને રાખો છો અને તરબૂચને ફ્રિજમાં રાખો છો તો બંનેના પોષક તત્વોમાં ફેરફાર થઈ જાય છે. રૂમ ટેમ્પરેચર પર રાખેલા તરબૂચમાં પોષક તત્વ વધારે હોય છે. તેની સામે ફ્રિજમાં રાખેલા તરબૂચમાં થોડા સમયમાં બેક્ટેરિયા વધવા લાગે છે.
આજથી જ આદત બદલી દેજો
શું તમને ખબર છે કે તરબૂચમાં 92% પાણી હોય છે જેના કારણે શરીરમાં પાણીની ઉણપ સર્જાતી નથી. પરંતુ તરબૂચથી થતા આ સ્વાસ્થ્ય લાભથી ઘણા બધા લોકો વંચિત રહી જાય છે. કારણકે તેઓ તરબૂચને સમારીને ફ્રિજમાં ઠંડુ કરવા રાખી દે છે. જો તમે પણ આ રીતે ફ્રીજમાં રાખી તરબૂચને ઠંડુ કરીને ખાવ છો તો આજથી જ આદત બદલી દેજો.
તરબૂચને ફ્રીજમાં રાખવું નહીં
તરબૂચને ફ્રીજમાં રાખવાની મનાઈ કરવામાં આવે છે. તેનું કારણ છે કે આ રીતે તરબૂચને ફ્રીજમાં રાખવાથી તેના પોષક તત્વોનો નાશ થઈ જાય છે. તરબૂચ પોષક તત્વથી ભરપૂર હોય છે અને તેમાં કેલેરી ખૂબ ઓછી હોય છે તેથી તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. આ ફળ ખાવાથી કલાકો સુધી પેટ ભરેલું રહે છે. પરંતુ જો તમે તરબૂચને ફ્રીજમાં રાખો છો તો તેના પોષક તત્વ ઘટી જાય છે.
તરબૂચના બધા જ પોષક તત્વો મેળવવા હોય તો તરબૂચને એકવારમાં પૂરું ખાઈ લેવું અથવા તો તેને કાપ્યા પછી ફ્રિજમાં રાખવાને બદલે રૂમ ટેમ્પરેચર પર સ્ટોર કરવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે