રાષ્ટ્રપતિ મુર્મૂ અને PM મોદીએ લાલકૃષ્ણ અડવાણીના ઘરે જઈને તેમને 'ભારત રત્ન' આપ્યો

Bharat Ratna: ગઈકાલે જ રાષ્ટ્રપતિ ભવનમાં ચાર વિભૂતિયોને મરણોપરાંત ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જોકે પાંચમી હસ્તી અડવાણી હતા પરંતુ તેમનું સ્વાસ્થ્ય સારું ન હોવાને કારણે તેઓ પહોંચી શક્યા નહોતા જેના પગલે તેમને ઘરે જઈને સન્માનિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

રાષ્ટ્રપતિ મુર્મૂ અને PM મોદીએ લાલકૃષ્ણ અડવાણીના ઘરે જઈને તેમને 'ભારત રત્ન' આપ્યો

Bharat Ratna News: આજનો દિવસ ભારતના રાજકીય ઈતિહાસ માટે ખાસ છે. કારણકે, આજે ભાજપના પાયાના પથ્થર અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ સન્માન એટલેકે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યાં. વધતી ઉંમરના લીધે નાદૂરસ્ત તબિયત હોવાને કારણે અડવાણીને રાષ્ટ્રપતિ ભવનને બદલે ખુદ રાષ્ટ્રપતિ અને પીએમ મોદી અડવાણીના ઘરે જઈને તેમને સન્માનિત કર્યા. 

એવોર્ડની જાહેરાત બાદ આજે બપોરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઘરે જઈને લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન મોદી પણ હાજર રહ્યા હતા. દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અડવાણીને આજે દેશના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમયે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સહિત અન્ય દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા.
 

— IANS (@ians_india) March 31, 2024

 

કોને અપાય છે ભારત રત્ન? 
ભારત રત્ન દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. તે રાષ્ટ્રીય સેવા જેમ કે કળા, સાહિત્ય, વિજ્ઞાન, જાહેર સેવા અને રમત-ગમત માટે અપાય છે. પોતાના ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ કાર્ય અને યોગદાન આપીને દેશનું ગૌરવ વધારતી હસ્તીઓને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.

 

ગઇકાલે ચાર વિભૂતિયોને રાષ્ટ્રપતિ ભવનમાં અપાયા હતા ભારત રત્નઃ
ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ રાષ્ટ્રપતિ ભવનમાં ચાર વિભૂતિયોને મરણોપરાંત ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જોકે પાંચમી હસ્તી અડવાણી હતા પરંતુ તેમનું સ્વાસ્થ્ય સારું ન હોવાને કારણે તેઓ પહોંચી શક્યા નહોતા જેના પગલે તેમને ઘરે જઈને સન્માનિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news