Health Tips: નાળિયેર પાણી સાથે પીશો આ ઝીણા દાણા તો સ્વાસ્થ્ય લાભ થવાની સાથે શરીરની નસેનસ થઈ જશે ક્લીન

Health Tips: નાળિયેર પાણી પીવાથી શરીરની ઘણી બધી બીમારી અને સમસ્યા દૂર થાય છે. પરંતુ જો તમે આ નાળિયેર પાણીમાં કેટલીક વસ્તુઓ ઉમેરીને પીવો છો તો તે વધારે ફાયદાકારક બની જાય છે.

Health Tips: નાળિયેર પાણી સાથે પીશો આ ઝીણા દાણા તો સ્વાસ્થ્ય લાભ થવાની સાથે શરીરની નસેનસ થઈ જશે ક્લીન

Health Tips: રોજ એક નાળિયેરનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે લાભકારી માનવામાં આવે છે. નાળિયેર પાણી પીવાથી બોડી હાઇડ્રેટ રહે છે અને સાથે જ શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. નાળિયેર પાણીમાં કેલેરી પણ ઓછી હોય છે. નાળિયેર પાણી પીવાથી શરીરની ઘણી બધી બીમારી અને સમસ્યા દૂર થાય છે. પરંતુ જો તમે આ નાળિયેર પાણીમાં કેટલીક વસ્તુઓ ઉમેરીને પીવો છો તો તે વધારે ફાયદાકારક બની જાય છે. નાળિયેર પાણીમાં જો તમે તકમરીયા એટલે કે ચિયા સીડ્સ ઉમેરીને પીવો છો તો શરીરને સૌથી વધુ ફાયદા થાય છે. 

નાળિયેર પાણીમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ઇલેક્ટ્રોલાઇટ અને વિટામિન્સ હોય છે. તેને પીવાથી શરીરમાંથી પાણીની કમી દૂર થાય છે અને તુરંત એનર્જી મળે છે. સાથે જ ચિયા સીડ્સમાં પણ ઘણા બધા પોષક તત્વો હોય છે. સાદા પાણીમાં તકમરીયા પીવાને બદલે જો નાળિયેર પાણીમાં તેને પીવાનું રાખવામાં આવે તો વજન ઓછું કરવાથી લઈને ડાયાબિટીસ અને હાઈ કોલેસ્ટ્રોલ માં પણ ફાયદો થાય છે.

નાળિયેર પાણી સાથે ચિયા સીડ્સ પીવાથી થતા ફાયદા

- નાળિયેર પાણીમાં જો તમે તકમરીયા પલાળીને પીવો છો તો તેનાથી પાચનતંત્ર સંબંધિત સમસ્યામાં ફાયદો થાય છે. ખાસ કરીને જે લોકોને વારંવાર એસીડીટી થતી હોય, અપચો થતો હોય કે ગેસની સમસ્યા રહેતી હોય તેમણે નાળિયેર પાણીમાં તકમરીયા પીવા જોઈએ તેનાથી સમસ્યાથી રાહત મળે છે.

- નાળિયેર પાણી અને તકમરીયા એક સાથે લેવાથી વજન ઝડપથી ઓછું થાય છે. તેમાં ઘુલનશીલ ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ હોય છે જે વજન ઓછું કરવામાં મદદ કરે છે.

- નિયમિત રીતે નાળિયેર પાણીમાં પલાળેલા તકમરીયા ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે.

- જો શરીરમાં પાણીની ઉણપ હોય તો નાળિયેર પાણીમાં ચિયા સીડ્સ પલાળીને પીવા જોઈએ. તેનાથી શરીરની જરૂરી ઇલેક્ટ્રોલાઇટ મળે છે અને પાણીની ઉણપ પણ દૂર થાય છે.

કેવી રીતે કરવું સેવન?

આ બધા જ ફાયદા માટે એક ચમચી તકમરીયાને અડધા કપ સાદા પાણીમાં પલાળી દો. 20 મિનિટ પછી જ્યારે તે ફૂલી જાય તો એક ગ્લાસ નાળિયેર પાણી લઈ તેમાં પલાળેલા ચિયા સીડ્સ ઉમેરી દો. હવે આ મિશ્રણને સવારે ખાલી પેટ પીવાની શરૂઆત કરો. થોડા જ દિવસોમાં તમને શરીરમાં ઉપર દર્શાવ્યા અનુસારના ફાયદા જોવા મળશે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news