Diabetes: બાફેલી ડુંગળી ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ
Diabetes: ડાયાબિટીસ હોય તો બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે તે ખૂબ જ જરૂરી હોય છે. અને આ કામ ડુંગળી કરી શકે છે. ખાસ કરીને આ રીતે ડુંગળીનો ઉપયોગ કરવાથી સૌથી વધુ અને ઝડપથી લાભ થાય છે.
Trending Photos
Diabetes: ડાયાબિટીસ ખૂબ જ જટિલ બીમારી છે. એક વખત ડાયાબિટીસ થઈ જાય તો વ્યક્તિએ તેની સાથે જ જીવન જીવવું પડે છે. મેડિકલ સાયન્સમાં ડાયાબિટીસ મટાડવાનો કોઈ ઈલાજ નથી. ડાયાબિટીસને બેલેન્સ લાઈફ સ્ટાઈલ અને હેલ્ધી ફૂડ હેબિટ્સથી ફક્ત કંટ્રોલ કરી શકાય છે આ બીમારી એકવાર થાય પછી મટતી નથી.
ડાયાબિટીસ એટલે ગંભીર સમસ્યા છે કે જો થોડી પણ બેદરકારી રાખવામાં આવે તો તેના કારણે હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ અટેક અને કિડની સંબંધિત રોગ થવાની શક્યતા વધી જાય છે. ડાયાબિટીસ હોય તો બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે તે ખૂબ જ જરૂરી હોય છે. અને આ કામ ડુંગળી કરી શકે છે.
જો ડાયાબિટીસના દર્દી ઈચ્છે છે કે તેમનું બ્લડ ગ્લુકોઝ લેવલ કંટ્રોલમાં જ રહે તો તેમના ડુંગળીનો રસ પીવો જોઈએ. ડુંગળીનો રસ ટાઈપ વન અને ટાઈપ ટુ બંને પ્રકારના ડાયાબિટીસના દર્દીને ફાયદો કરે છે. ડુંગળીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો હોય છે. તેનું ડાયજેશન પણ સ્લો થાય છે તેથી બ્લડમાં સુગર પણ ધીરે ધીરે રિલીઝ કરે છે.
ડુંગળીને તમે અલગ અલગ રીતે ખાઈ શકો છો. નિયમિત રીતે રસોઈમાં ડુંગળીનો ઉપયોગ થાય પણ છે. પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે સલાડ તરીકે ડુંગળી ખાવી હેલ્ધી ઓપ્શન છે. આ સિવાય સૌથી વધુ ફાયદો ત્યારે થાય છે જ્યારે તમે ડુંગળીને બાફીને તેનો રસ પીવો છો. જો ડુંગળીને બાફીને તેનો રસ કરીને પીવામાં આવે તો તે શરીર માટે ડિટોક્સ ડ્રિન્ક તરીકે કામ કરે છે. ડુંગળીનું સેવન આ રીતે કરવાથી શરીરમાં કેલરી પણ ઓછી થવા લાગે છે અને ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થાય છે.
કેવી રીતે બનાવવો ડુંગળીનો રસ ?
સૌથી પહેલા મીડીયમ સાઈઝની બે ડુંગળીના ટુકડા કરી લો. હવે તેને મિક્સર જારમાં પીસી લો. હવે આ પેસ્ટમાં એક કપ પાણી, ચપટી સંચળ અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરી સારી રીતે હલાવો. આ રસને તમે ગાળીને પણ પી શકો છો. આ રીતે તૈયાર કરેલો ડુંગળીનો રસ પીવાથી શરીરને ભરપૂર માત્રામાં ફાઇબર અને જરૂરી પોષક તત્વો મળે છે સાથે જ બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે