Health Tips: આ છે દુનિયાના 10 સૌથી હેલ્ધી ફૂડ, સ્વસ્થ રહેવા માટે આજે જ ડાયટમાં કરો સામેલ
આપણે જે ફૂડ્સનું સેવન કરીએ છીએ તે આપણા શરીરને ફાયદો પહોંચાડે છે કે, નુકસાન. તો અમે તમને એવા 10 ફૂડ્સ વિશે જણાવી રહ્યા છીએ જે દુનિયાના સૌથી હેલ્ધી ફૂડ્સ છે અને જેનું સેવન કરવાથી માત્ર ફાયદો જ થશે નુકસાન નહીં.
Trending Photos
નવી દિલ્હી: જો તમે પણ હંમેશા ફિટ અને હેલ્ધી રહેવા માંગો છો તો તેના માટે સૌથી જરૂરી છે કે, તમે વર્કઆઉટ કરવાની સાથે જ તમારા ડાયટમાં ફેરફાર કરો. દરરોજ આપણે માત્ર લિમિટેડ આહાર ગ્રહણ કરી છીએ. તેથી આપણે આપણા ડેલી ડાયટમાં એવી વસ્તુઓને સામેલ કરવું જોઇએ જે કેન્સરથી લઇને હૃયદ રોગ જેવી બીમારીઓ દૂર કરે અને શરીરને ખુબજ પોષક તત્વો આપે. અમે તમને દુનિયાના 10 સૌથી હેલ્ધી ફૂડ્સ વિશે જણાવી રહ્યા છીએ જેમાં ન્યુટ્રિયન્ટ્સ એટલે કે પોષક તત્વોનો ખજાનો છે. જો તમે હેલ્ધી રહેવા માંગો છો તો આજથી તેમનું સેવન કરવાનું શરૂ કરી દો...
કોલેસ્ટ્રોલ ઘટાડે છે એવોકાડો
ન્યુટ્રિયન્ટ્સ ફૂડ્સમાંથી એક છે એવોકાડો જે નેચરલ રીતે કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. તેમાં મોનોએસેચ્યુરેટેડ ફેટ હોય છે જે હાર્ટ એટેકના જોખમને ત્રીજા ભાગ સુધી ઘટાડે છે. એવોકાડોમાં બીટા-સીટોસ્ટેરોલ હોય છે જે ખોરાકમાં હાજર કોલેસ્ટ્રોલને શોષી લેવાનું રોકે છે.
હાર્ટ માટે હેલ્ધી છે દાળ અને કઠોળ
મગની દાળ, અળદની દાળ અથવા રાજમા, ચણા અથવા કાબુલી ચણા આ તમામ વસ્તુઓ દાળ અને કઠોળની યાદીમાં આવે છે. જે હાર્ટ માટે ખૂબ જ હેલ્ધી છે. તેમાં મોટા પ્રમાણમાં દ્રાવ્ય ફાયબર હોય છે. જે કોલેસ્ટ્રોલને સૂકાવી તેને ધમનીની દીવાર પર જમા થવાથી રોકે છે. આ ઉપરાંત કઠોળમાં પ્રોટિન અને મેગ્નેશિયમ પણ હોય છે. જે બ્લડ શુગરની સાથે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે.
આ પણ વાંચો:- સફરજનનું છાલની સાથે સેવન કરો, થશે આટલાં ફાયદા
બીમારીઓથી દૂર રાખે છે બ્લૂ બેરીઝ
બ્લૂ બેરીઝમાં એક ખાસ પ્રકારનું એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે. જે હૃદય રોગ, કેન્સર, મેમેરી લોસ અને ઉંમર વધવાની સાથે અંધત્વની બીમારીથી દૂર રાખે છે. આ ઉપરાંત બ્લૂ બેરીઝમાં ફાયબર હોય છે. જે કબજિયાતની સમસ્યામાં પણ મદદ કરે છે.
દરેક પ્રકારના કેન્સરથી બચાવે છે બ્રોકલી
જ્યારે વાત સૌથી હેલ્ધી ફૂડ્સની આવે છે તો બ્રોકલીને કેવી રીતે ભૂલી શકાય. કેન્સર સામે લડવામાં બ્રોકલીનું નામ સૌથી પહેલા નંબર પર છે. તેમાં સલ્ફેરોફેન નામનું કમ્પાઉન્ડ હોય છે. જે શરીરમાં એવા એન્ઝાઇમ્સનું ઉત્પાદન કરે છે. જે કેન્સર પેદા કરતા કમ્પાઉન્ડને શરીરમાંથી દૂર કરે છે. આ ઉપરાંત બ્રોકલીમાં વિટામિન સી, બીટા-કેરોટીન અને કેલ્શિયમ પણ હોય છે તેથી આ હાડકા, આંખો અને ઇમ્યૂનિટી માટે ખુબ જ હેલ્ધી છે.
અળસીના બીજ
ભૂરા રંગના નાના-નાના અળસીના બીજના કેટલાક ચમત્કારિક ફાયદા છે. જ્યારે તમે તે જાણી લેશો તો તમે દરરોજ તેનું સેવન કરશો. અળસી જેને ફ્લેક્સ સીડ્સ કહેવામાં આવે છે. તેમાં અલ્ફા-લિનોલેનિક એસિડ હોય છે. જે લોહીને પાતળું રાખવામાં મદદ કરે છે. જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ દૂર રહે છે. અળસીમાં દ્રાવ્ય ફાયબર અને એન્ટી-ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટઝ પણ હોય છે. જે અસ્થમાથી લઇને કબજિયાત સુધીની બીમારીને દૂર રાખે છે.
ઘણા ફાયદા છે ડાર્ક ચોકલેટના
ઘણા લોકને લાગે છે કે, હેલ્ધી ફૂડ્સી યાદીમાં ચોકલેટ? પરંતુ આ સાચું છે. ડાર્ક ચોકલેટમાં બીમારીઓ સામે લડવા ફ્લેવનોયડ્સ અને એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે. જે બ્લડ પ્રેશરની સમસ્યામાં સુધારો કરે છે. બ્લડ ક્લોટ બનવાથી રોકે છે અને એલડીએલ એટલે કે, ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે. સંશોધનનું માનીએ તો લિમિટેડ પ્રમાણમાં ડાર્ક ચોકલેટ ખાવાથી હાર્ટ એટેકનું જોખમ 10 ટકા ઘટી જાય છે.
હેલ્ધી રહેવા માંગો છો તો લસણ ખાઓ
આપણા રસોડામાં સરળ દેખાતું લસણ કેટલું ફાયદાકારક છે તે તમે નહીં જાણતા હોવ. અન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને અન્ટીવાયરલ ગુણધર્મોથી ભરપૂર લસણ બેક્ટેરિયા અને વાયરસથી થતાં ઘણા રોગોને દૂર રાખવામાં મદદ કરે છે. અઠવાડિયામાં માત્ર 6 કડી લસણ ખાવાથી કોલોરેક્ટલ કેન્સર, પેટનું કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સરના જોખમને 50 ટકા ઘટાડે છે. લસણમાં રહેલા સલ્ફર કમ્પાઉન્ડ્સ શરીરમાંથી કાર્સિનોજેનિક તત્વોને દૂર કરે છે.
સેલ્મન ફિશ કરે છે ડિપ્રેશન દૂર
અઠવાડિયામાં માત્ર 2 વખત સેલ્મન ફિશનું સેવન કરવાથી હૃદય રોગના કારણે થતા મોતના જોખમને 17 ટકા ઘટાજી શકાય છે અને હાર્ટ એટેકના જોખમને 27 ટકા સુધી. સેલ્મન ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. જે પ્રોસ્ટેટ કેન્સરના જોખમને ઘટાડે છે. સાથે જ સેલ્મન ફિશનું સેવન કરતા લોકો ડિપ્રેશન પણ ઓછું અનુભવે છે.
આંખ માટે હલ્ધી છે પાલક
આયરન, વિટામિન કે, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વોથી ભરપૂર પાલક ના માત્ર આંખ માટે સારું છે. પરંતુ હાડકાને પણ મજબૂત બનાવે છે. જેન કારણે ફેક્ચરનું જોખમ ઘટે છે, બ્લડ પ્રેશરને ઘટાડે છે. સ્ટ્રોક અને હાર્ટ એટેકના જોખમને ઘટાજી શકાય છે. સાથે જ પાલકમાં ફોલેટ પણ હોય છે જે લંગ કેન્સરના જોખમને ઘટાડે છે.
પાચનમાં સુધારો કરે છે દહીં
દહીં, જેને યોગર્ટ પણ કહેવામાં આવે છે, તેમાં પ્રોબાયોટિક્સ હોય છે. પ્રોબાયોટીક્સ હેલ્દી બેક્ટેરિયા છે જે આંતરડાને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે જેથી શરીરની પાચક શક્તિ તંદુરસ્ત રહે. આ સિવાય કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી 12 જેવા પોષક દહીંમાં પણ જોવા મળે છે જે પેટ સાથે સંબંધિત અનેક રોગો-અલ્સર, યુટીઆઈ વગેરેને મટાડવામાં મદદ કરે છે. ઉપરાંત, આ પ્રોબાયોટિક્સ પ્રતિરક્ષાને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. જો તમે ઇચ્છતા હોવ તો, પછી દહીંમાં બ્લુબેરી મિક્સ કરી ખાવાથી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બેવડા લાભ લો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે