ખેડૂતો માટે ચિંતાના સમાચાર, ડિસેમ્બરમાં પડશે માવઠા, અંબાલાલ પટેલે કરી આગાહી

Ambalal predicts weather in Gujarat: ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ધીમે ધીમે ઠંડી વધી રહી છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી કરી છે.

ખેડૂતો માટે ચિંતાના સમાચાર, ડિસેમ્બરમાં પડશે માવઠા, અંબાલાલ પટેલે કરી આગાહી

અમદાવાદઃ ગુજરાતના ખેડૂતોની ચિંતા વધારતા સમાચાર સામે આવ્યા છે...જી હાં ડિસેમ્બર માસમાં બે માવઠાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 4 થી 8 ડિસેમ્બરે ફેંગલની અસર અરબસાગરમાં આવતા ડીપ ડિપ્રેશન બનશે. જેથી પૂર્વીય મધ્યપ્રદેશ, દક્ષિણ રાજસ્થાન, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ આવતા છાંટા પડવાની શક્યતા છે. જ્યારે 14થી 18 ડિસેમ્બર વચ્ચે લો પ્રેશર બનતા હળવા વરસાદની શક્યતા દેખાઈ રહી છે. તો 10 ડિસેમ્બરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે..જો કે 23 ડિસેમ્બરથી 30 ડિસેમ્બરમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા દેખાઈ રહી છે. 

અંબાલાલની આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 4થી 8 ડિસેમ્બરે ફેંગલ વાવાઝોડાના અવશેષો અરબસાગરમાં આવતા ડીપ ડિપ્રેશન બનશે. સૂર્ય જયેસ્ઠા નક્ષત્રમાં આવતા વાયુક્ષોભ આવવાની શક્યતા છે. જેના કારણે પૂર્વીય મધ્યપ્રદેશ, દક્ષિણ રાજસ્થાન, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ આવતા ક્યાંક છાંટા પડવાની શક્યતા છે. આ સમયે માવઠાની શક્યતા પણ દર્શાવી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે વાદળો આવતા લઘુત્તમ તાપમાનમાં વધારો થતા ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી ઓછું રહેવાની શક્યતા છે. પંચમહાલ અને કચ્છમાં ઠંડા પવનો ફંકાવવાની પણ શક્યતા છે. 10 ડિસેમ્બરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીમાં વધારો થશે. તે વખતે ફરી તાપમાન 12 ડિગ્રીથી નીચું જાય તેવી શક્યતા છે. 14-18 ડિસેમ્બરે બંગાળના ઉપસગારમાં લો પ્રેશર બનતા ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. 23 ડિસેમ્બરથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે.

આમ છતાં ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ પંચમહાલ અને કચ્છમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે. જ્યારે 4 ડિસેમ્બર બાદ વાદળો આવતા લઘુત્તમ તાપમાન ધીમે- ધીમે વધવા લાગશે. 8 થી 10 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં ફરીથી તાપમાન ઉચકાશે અને 15 થી 16 ડિગ્રી સુધી પારો જઈ શકે છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, ભરશિયાળે માવઠું આવી રહ્યુ છે. 4 ડિસેમ્બર બાદ માવઠું થવાની પુરી શક્યતા છે. 4થી 8 ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં માવઠું થશે. સુરત, નવસારી, વલસાડના ભાગોમાં માવઠું પડી શકે છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. વધુમાં જણાવ્યું છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news