STના જુનિયર ક્લાર્કે પોન્ઝી સ્કીમથી લોકોને ફસાવ્યા, ડ્રોના નામે કરી ઠગાઈ, રૂપિયા ઉઘરાવી થઈ ગયો ફરાર
બનાસકાંઠામાં વધુ એક કંપનીએ લોકો સાથે ફ્રોડ કર્યાનું સામે આવ્યું છે..જી હાં પાલનપુરમાં સિદ્ધેશ્વરી એન્ટરપ્રાઈઝ નામની સ્કીમ ચલાવી ડ્રો ના નામે લોકો પાસે રૂપિયા ઉઘરાવ્યા...આ ફ્રોડ કરનાર બીજુ કોઈ નહીં પરંતુ એસટી વિભાગનો જુનિયર ક્લર્ક નિરંજન શ્રીમાળી હોવાનું સામે આવ્યું છે.
Trending Photos
બનાસકાંઠાઃ કહેવાય છેકે, લાલચ બૂરી બલા છે.. પરંતુ, ભારતમાં મોટા ભાગના લોકો છેતરાય છે લાલચના જ કારણે.. ક્યાંક 50 ટકાથી વધારેનું વળતર તો ક્યાંક એક કા ડબલની લોભામણી સ્કીમોથી લોકો લાલચમાં આવીને પોતાની આખી જીંદગીની કમાણી ગુમાવી દે છે.. હાલમાં જ સામે આવેલું BZ કંપનીનું કૌભાંડનું કારણ પણ આ જ છે.. જોકે, આવી એકમાત્ર કંપની જ નથી.. ગુજરાત રાજ્યમાં આવી અસંખ્ય કંપનીઓ છે જે લોકોના નાણાં પચાવી પાડે છે અને પછી રફૂચક્કર થઈ જાય છે.. BZના કૌભાંડ બાદ હવે બનાસકાંઠામાંથી આવી વધુ એક કંપની સામે આવી છે જેનો સંચાલક લોકોના પૈસા ચાંઉ કરીને ફરાર થઈ ગયો છે,, જુઓ આ રિપોર્ટ..
વધુ એક કૌભાંડ આવ્યું સામે
ઉત્તર ગુજરાતનો એક પણ એવો જિલ્લો નહીં હોય જ્યાં BZ ગ્રુપ દ્વારા કૌભાંડ આચરવામાં નહીં આવ્યું હોય. રોકાણનું ઊંચુ વળતર ચૂકવવાની લાલચે અસંખ્ય લોકો સાથે ઠગાઈ કર્યા હોવાનું સામે આવ્યા બાદ હવે આ લિસ્ટમાં વધુ એક નામ ઉમેરાયું છે.. BZ બાદ બનાસકાંઠામાં વધુ એક પોન્ઝી સ્કીમનું ઉઠામણું થયું છે અને સંચાલકો રાતોરાત રોકાણકારોના રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે.. પ્રસિદ્ધિ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કો ઓપરેટિવ સોસાયટીના નામે ઓફિસો શરૂ કરવામાં આવી અને ત્યાર ફુલેકુ ફેરવીને સંચાલકો હવે ફરાર થઈ ગયા છે.. બનાસકાંઠામાં એક નહીં આવે બે કંપનીઓના નામ સામે આવ્યા છે..
જુનિયર ક્લાર્કે લોકોને ફસાવ્યા
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલી એસટી ડિવિઝન કચેરીમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા નિરંજન શ્રીમાળી આ કંપની ચલાવતો હતો.. એસટીના જુનિયર ક્લાર્ક નિરંજન શ્રી માળીએ સૌ પ્રથમ સિદ્ધેશ્વરી ડ્રો શરૂ કર્યા તેમાં નુકશાન કર્યું તો બાદ વધુ એક ડ્રો કર્યો લોકોને લોભ લાલચ આપી તેમાં જોડ્યા.. એટલું જ નહીં આ શખ્સે બાદમાં નાઉ સ્ટાર્ટ વે નામની કંપની શરૂ કરી દીધી.. જો કે આ કંપનીમાં નિરંજન શ્રીમાળી લોકોને મોટી લોભ લાલચ આપતો કે જે વ્યક્તિ આ કંપનીમાં પોતાના નાણાં રોકશે તેને થોડાક જ માસમાં નાણાં ડબલ કરી આપશે..
પોન્ઝી સ્કીમ ચલાવનાર નિરંજન શ્રીમાળીને લઈને પણ મહત્વના ખુલાસા થયા છે. આરોપી નિરંજન છેલ્લા 4 મહિનાથી પોતાની ફરજ પર હાજર નથી થયો.. કોઈપણ જાણ કર્યા વગર છેલ્લાં 4 મહિનાથી નિરંજન શ્રીમાળી ગેરહાજર છે. ST ડિવિઝન દ્વારા આરોપી નિરંજન શ્રીમાળીને 3 વખત નોટિસ પણ ફટકારવામાં આવી છે. ડિવિઝન દ્વારા નિરંજન શ્રીમાળી પર પગલાં લેવાની તૈયારીઓ શરૂ કરી છે. લોકોના નાણાંનું કૌભાંડ આચરીને ફરાર થનાર નિરંજન શ્રીમાળીને પાલનપુર એસટી ડિવિઝન પણ શોધી રહ્યું છે.
બનાસકાંઠામાં વધુ એક કંપનીએ લોકો સાથે કર્યું ફ્રોડ; એસટી વિભાગનો જુનિયર ક્લર્ક ચલાવતો હતો બોગસ કંપની#Gujarat #Banaskantha #News pic.twitter.com/kdri5CGuDH
— Zee 24 Kalak (@Zee24Kalak) December 2, 2024
પોન્ઝી સ્કીમના નામે લોકો સાથે ઠગાઈ કરીને રૂપિયા પડાવવાના કૌભાંડમાં આ એક-બે નામ જ નથી.. હવે આ પ્રકારની ઘટના સુરેન્દ્રનગરથી સામે આવી છે જ્યાં ધાંગધ્રાના મેથાણ ગામની મહિલાઓ સાથે પ્રસિદ્ધી ગ્રુપ નામની સંસ્થાએ છેતરપિંડી કરી છે.. પ્રસિદ્ધી ગ્રુપ દ્વારા મહિલાઓ પાસેથી 1000 કે 500 રૂપિયાની રકમ ઉઘરાવવામાં આવતી હતી.. છ મહિના સુધી કંપની દ્વારા મહિલાઓ પાસેથી નાણાં ઉઘરાવ્યા બાદ હવે કંપનીએ હાથ ઊંચા કરી દીધા હોવાનું સામે આવ્યું છે..
કહેવાય છેકે, લાલચ બૂરી બલા છે.. પરંતુ, ભારતમાં મોટા ભાગના લોકો છેતરાય છે લાલચના જ કારણે.. ક્યાંક 50 ટકાથી વધારેનું વળતર તો ક્યાંક એક કા ડબલની લોભામણી સ્કીમોથી લોકો લાલચમાં આવીને પોતાની આખી જીંદગીની કમાણી ગુમાવી દે છે..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે