ધરતી પર અહીં આવેલું છે 'ડિવૉર્સ ટેમ્પલ', જ્યાં પુરુષોના જવા પર હતી મનાઇ, પછી એવું થયું કે...
Divorce Temple: ‘ડિવોર્સ ટેમ્પલ’ આ સાંભળીને જ તમને વિચિત્ર લાગશે પણ હકીકતમાં એક એવું ટેમ્પલ છે જેને ડિવોર્સ ટેમ્પલના નામથી ઓળખવામાં આવે છે. લગભગ 600 વર્ષ જૂના માત્સુગાઓકા ટોકેઈ-જી આશ્રમ આજે ડિવોર્સ ટેમ્પલના નામથી જાણિતું છે.
Trending Photos
Divorce Temple: ‘ડિવોર્સ ટેમ્પલ’ આ સાંભળીને જ તમને વિચિત્ર લાગશે પણ હકીકતમાં એક એવું ટેમ્પલ છે જેને ડિવોર્સ ટેમ્પલના નામથી ઓળખવામાં આવે છે. લગભગ 600 વર્ષ જૂના માત્સુગાઓકા ટોકેઈ-જી આશ્રમ આજે ડિવોર્સ ટેમ્પલના નામથી જાણિતું છે. આ આશ્રમની સ્થાપના પાછળનો ઈરાદો બિલકુલ અલગ નહોતો. જાપાનમાં આવેલું આ ટેમ્પલ અસંખ્ય મહિલાઓનું ઘર છે કે જેઓ ઘરેલું હિંસાનો ભોગ બનેલી છે.
આ ઐતિહાસિક બૌદ્ધ મંદિર તે સમયનું છે, જ્યારે સ્ત્રીઓને કોઈ અધિકારો નહોતા અને જાપાનમાં 'છૂટાછેડા' માટેની કોઈ જોગવાઈઓ ન હતી. તે યુગ દરમિયાન તેમના અપમાનજનક પતિઓથી આશ્રય શોધતી સ્ત્રીઓને આ મંદિરમાં આશરો મળતો હતો.
પુરુષોની એન્ટ્રી પર પ્રતિબંધ
સમય જતાં મંદિર એક સુરક્ષિત આશ્રયસ્થાન અને એક સંસ્થા તરીકે લોકપ્રિય થવા લાગ્યું જ્યાં પતિના ત્રાસથી કંટાળેલી સ્ત્રીઓ રક્ષણ મેળવી શકે અને અપમાનજનક સંબંધોથી તેમની સ્વતંત્રતા મેળવી શકે. બાદમાં મહિલાઓને અધિકૃત છૂટાછેડા પ્રમાણપત્ર આપવાનું શરૂ કરવામાં આવ્યું. આ ટેમ્પલમાં પુરુષોની એન્ટ્રી પર પ્રતિબંધ હતો ત્યારબાદ વર્ષ 1902માં પુરુષોને જવાની પણ અનુમતિ મળવા લાગી.
લોકોને આ કામ એક રીતે સારું લાગતા ધીમે-ધીમે ડિવોર્સ ટેમ્પલના નામથી આ જગ્યા ઓળખાવા લાગી. મંદિરની આસપાસના સુંદર બગીચાઓ પણ આવેલા છે. જો કે મંદિર હાલના સમયમાં છૂટાછેડા સંબંધિત કોઈપણ મુદ્દાઓ અહીં છે નહી. પરંતુ જે-તે સમયનું સ્મૃતિચિત્ર ચોક્કસથી છે.
આજે ડિવોર્સ ટેમ્પલ જાપાનના ઇતિહાસમાં મહિલાઓ માટે સશક્તિકરણ અને સ્વતંત્રતાના નોંધપાત્ર પ્રતીક તરીકે ઊભરી આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે