પોતાના જ વતનમાં હાર્દિકનો થયો વિરોધ, મહિલાઓએ બાળ્યુ પૂતળું
ક્રિકેટર હાર્દિક પંડ્યા મહિલાઓ મામલે વિવાદિત ટિપ્પણી કરીને મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે. હાર્દિક પંડ્યાની મહિલા વિરુદ્ધ ટિપ્પણી મામલે તેના વતન વડોદરામાં મહિલાઓએ તેનું પૂતળુ બાળ્યુ હતું. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મહિલા સુરક્ષા સમિતિ દ્વારા ક્રિકેટર હાર્દિક પંડ્યાનું પૂતળુ બાળવામાં આવ્યું હતું. મહિલાઓ હાર્દિક વિરોધી સૂત્રોચ્ચાર કરીને તેને મહિલાની માફી માંગવાની માંગ કરી હતી.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા : ક્રિકેટર હાર્દિક પંડ્યા મહિલાઓ મામલે વિવાદિત ટિપ્પણી કરીને મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે. હાર્દિક પંડ્યાની મહિલા વિરુદ્ધ ટિપ્પણી મામલે તેના વતન વડોદરામાં મહિલાઓએ તેનું પૂતળુ બાળ્યુ હતું. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મહિલા સુરક્ષા સમિતિ દ્વારા ક્રિકેટર હાર્દિક પંડ્યાનું પૂતળુ બાળવામાં આવ્યું હતું. મહિલાઓ હાર્દિક વિરોધી સૂત્રોચ્ચાર કરીને તેને મહિલાની માફી માંગવાની માંગ કરી હતી.
કરણ જોહરના કોફી વિથ કરણ શોમાં હાર્દિક પંડ્યાને મહિલાઓ માટે ટિપ્પણી કરવી ભારે પડી હતી. ત્યાર બાદથી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. પહેલા તે ટીમ ઈન્ડિયામાંથી બહાર થયો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને મહિલા અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવી ભારે પડી છે. બીસીસીઆઇ દ્વારા આ મામલે કડક હાથે કાર્યવાહી કરાઈ હતી. બંને વિરૂધ્ધ જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પંડ્યા અને રાહુલે ટીવી શો દરમિયાન મહિલાઓ અંગે અનુચિત ટિપ્પણીઓ કરી હતી. જે બાદ તપાસ સમિતિના સભ્ય ડાયના ઇડુલ્જીએ આ બંને વિરૂધ્ધ આગળની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવાની બીસીસીઆઇને ભલામણ કરી હતી. એટલું જ નહિ, મુંબઈની પ્રતિષ્ઠિત ખાર જિમખાના ક્લબે હાર્દિકની મેમ્બરશિપ પણ રદ્દ કરી દીધી છે.
ઓસ્ટ્રેલિયાના પ્રવાસેથી પરત આવ્યા બાદ તે ઘરની બહાર નીકળ્યો ન હતો. હાલ તે વડોદરામાં છે, અને તેણે આ જ કારણે મકર સંક્રાંતિનો તહેવાર પણ ઉજવ્યો ન હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે