બિયારણ, ખાતર તથા દવામાં ભેળસેળ કરનારાઓ ચેતી જજો! ગુજરાત સરકાર છે એક્શનમાં!
ખેડૂતોને ગુણવત્તા યુક્ત ખાતર-બિયારણ અને દવા મળી રહે તે માટે સ્ટેટ લેવલની ૧૯ ટીમ દ્વારા રાજ્યભરમાં બે દિવસ માટે ખાસ સઘન ચકાસણી ઝુંબેશ. એકત્ર કરાયેલા બિયારણના ૨૧૦ - ખાતરના ૫૧ - દવાના ૨૯ એમ ૨૯૦ નમૂનાઓ માન્યતા પ્રાપ્ત વિવિધ લેબમાં પૃથક્કરણ માટે મોકલવામાં આવશે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યના ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ અને દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારના ખેતીવાડી ખાતા દ્વારા રાજ્યવ્યાપી દ્વિ-દિવસીય ખાસ સઘન ચકાસણી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ હેતુસર સમગ્ર રાજ્યમાં ક્ષેત્રીય કક્ષાએથી ૩૯ ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. રાજ્ય સરકારે આ ઝુંબેશને વધુ વેગવંતી બનાવવા તા. 23-05-2024 થી સ્ટેટ લેવલની 19 સ્ક્વોડ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સઘન ચકાસણી હાથ ધરી છે.
ગુજરાતીઓને ખુશખુશાલ કરી દે એવો વરસાદનો વરતારો; જાણો આ વખતનો વરસાદ ક્યાં કેવો રહેશે?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરતીપુત્રોને બિયારણ, ખાતર અને દવા ગુણવત્તા યુક્ત મળે તે સુનિશ્ચિત કરવા રાજ્યના ખેતીવાડી વિભાગને આપેલા દિશા-નિર્દેશો અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વિવિધ ઈનપુટના ૩૨ ઉત્પાદકો તેમજ બિયારણના 417, ખાતરના 268 અને દવાના 378 વિક્રેતાઓની આ ઝુંબેશ અન્વયે ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા તપાસણી મુલાકાત લીધી છે.
આ વિસ્તારોમાં ભારે તબાહી મચાવશે 'રેમલ' વાવાઝોડું! ગુજરાત પર શું અસર પડી શકે?
આ મુલાકાત દરમિયાન બિયારણના 210, ખાતરના 51 અને દવાના 29 એમ કુલ 290 નમૂના લેવામાં આવ્યા છે જેને પૃથક્કરણ માટે રાજ્યની જુદી જુદી માન્ય લેબમાં એનાલિસિસ માટે મોકલવામાં આવશે. આ જે 290 નમૂના એકત્ર કરવામાં આવ્યા છે તેમાં કપાસના 108 નમૂના લેવાય છે તેમાં 43 નમૂના શંકાસ્પદ જીનેટીકલી મોડીફાઇડ અને અનઅધિકૃત કપાસ તરીકે લેવામાં આવ્યા છે.
આ પોલીસકર્મી સાયકલ પર દેશભ્રમણ કરવા નીકળ્યા; એક વર્ષની રજા મુકી, 16 હજાર કિ.મી ફરશે!
એટલું જ નહીં, સાબરકાંઠા જિલ્લામાં લેવાયેલા કપાસના આઠ નમૂના પૈકીના પાંચ નમૂના શંકાસ્પદ જીનેટીકલી મોડીફાઇડ અનઅધિકૃત કપાસ તરીકે લેવાય છે. ખાસ કિસ્સામાં પાંચ દિવસમાં તેનું એનાલિસિસ કરીને પરિણામ જાહેર કરાશે. આ સઘન ચકાસણી ઝુંબેશ દરમિયાન તા. 23-05-2024 ના પ્રથમ દિવસે એક જ દિવસમાં અંદાજે 1.68 કરોડ રૂપિયાનો જથ્થો અટકાવવામાં આવ્યો છે જેમાં બિયારણનો 52,619 કિલોગ્રામ, ખાતરનો 82મેટ્રિક ટન અને દવાઓનો 600 કિલોગ્રામ/લિટર જથ્થાનો સમાવેશ થાય છે.
અમરેલીમાં નામચીન શખ્સની સ્કોર્પિયો સાથે કાર અથડાવી 8 શખ્સોએ કર્યું ફાયરિંગ
આ રાજ્ય વ્યાપી સઘન ચકાસણી ઝુંબેશ દરમિયાન 19 ટીમને જોવા મળેલી અલગ-અલગ ખામીઓ ધ્યાનમાં લેતા 234 જેટલી નોટિસ પણ આપવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે