ઓનલાઈન વીડિયો જોઈ નકલી દારૂ બનાવવાનું શીખ્યું, પછી આ યુવકે શરૂ કર્યો ડુપ્લીકેટ દારૂનો ધંધો
આજના સમયમાં ઘણા લોકોની નજર શોર્ટકટમાં પૈસા કમાવાની હોય છે. પરંતુ તેમની આ ટેવ તેને ભારે પડે છે. નવસારીમાં એક યુવકે ઓનલાઈન નકલી દારૂ બનાવવાનું શીખ્યું અને પછી તેનું વેચાણ શરૂ કર્યું હતું. પરંતુ પોલીસની નજર પડતા તેની ધરપકડ કરવામાં આવી છે.
Trending Photos
ધવલ પારેખ, નવસારીઃ તમે પણ તમારા ફ્રી ટાઈમમાં યુટ્યુબ પર વીડિયો જોઈને કઈંક બનાવતા શીખતા હશો અને પછી એને ટ્રાય પણ કરતા હશો જે એકદમ સામાન્ય છે...પરંતું આ રીતે યુટ્યુબ પર વીડિયો જોઈને એક યુવાને તો શરુ કર્યા અલગ જ ગોરખધંધા..જીહાં તેણે ઓનલાઈન શીખ્યું નકલી દારુ બનાવવાનું અને પછી તેનું વેચાણ પણ શરુ કર્યું. તેને થયું કે આ ધીકતો ધંધો છે અને તેમાં તે કરશે લાખોની કમાણી પણ તેની આ હરકત તેને લઈ ગઈ પોલીસ સ્ટેશન સુધી..ત્યારે શું હતી આખી ઘટના તમે પણ જાણો..
નકલી દારૂ બનાવનાર યુવાનનું નામ છે હિમાંશુ પટેલ... જેણે પોતાના એક સગીર સાથી સાથે મળીને પોતાના ઘરમાં ડુપ્લિકેટ દારૂ બનાવવાનું શરૂ કર્યું હતું. હિમાંશુ અને તેના સગીર મિત્ર યુટ્યુબ ઉપર ડુપ્લિકેટ દારૂ કેવી રીતે બનાવવો એના વીડિયો જોઈને દારૂ બનાવતા શીખ્યા હતાં. આરોપીઓએ ઓનલાઈન સામગ્રી મંગાવી દારૂ બનાવી તેનું વેચાણ શરું પણ કરી દીધું હતું.
બંને આરોપીઓએ કઈરીતે દારુ બનાવી તેનું વેચાણ શરું કર્યું હતું તેના વિશે વાત કરીએ તો આરોપીઓએ દારૂ બનાવવા માટે જરૂરી આઈસો પ્રોફાઈલ આલ્કોહોલ સ્પીરીટ અને આલ્કોહોલ વિસ્કી ફ્લેવર ઓનલાઇન મંગાવ્યુ હતું. સાથે જ તેની સાથે કલર તેમજ અન્ય વસ્તુઓના મિશ્રણ સાથે ડુપ્લિકેટ દારૂ બનાવી, તેને કંપનીના પેકિંગ સાથે બોટલમાં ભરીને વેચવા લાગ્યા હતા. આ અંગેની જાણ ગત ડિસેમ્બર 2023માં નવસારી પોલીસને થઈ હતી જેને પગલે SOGની ટીમે હિમાંશુના ઘરે છાપો માર્યો હતો અને ઘટના સ્થળેથી આલ્કોહોલ સ્પિરિટ, વ્હિસ્કી ફ્લેવર, કલર, વ્હિસ્કીના સ્ટીકર અને બોટલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેમાંથી આઈસો પ્રોફાઈલ આલ્કોહોલ સ્પીરીટ અને આલ્કોહોલ વિસ્કી ફ્લેવરના નમૂના FSL માં તપાસ અર્થે મોકલ્યા હતા. જેનો રિપોર્ટ એક વર્ષ બાદ આવતા પોલીસે વિજલપોર પોલીસ મથકમાં આરોપી હિમાંશુ અને તેના સગીર મિત્ર વિરુદ્ધ ડુપ્લિકેટ દારૂ બનાવવાનો ગુનો નોંધી હિમાંશુની ધરપકડ કરી, સગીરની અટકાયત કરી છે.
દારૂ બનાવવા માટે જરૂરી ચીજો ઓનલાઈન મંગાવી
આઈસો પ્રોફાઈલ આલ્કોહોલ સ્પીરીટ
આલ્કોહોલ વિસ્કી ફ્લેવર ઓનલાઇન મંગાવ્યુ
કલર તેમજ અન્ય વસ્તુઓના મિશ્રણ સાથે ડુપ્લિકેટ દારૂ બનાવ્યો
કંપનીના પેકિંગ સાથે બોટલમાં ભરીને વેચવા લાગ્યા
દરેક સિક્કાની બે બાજુ હોય છે,એવી જ રીતે સોશિયલ મીડિયાનો વધતો પ્રકોપ પણ બંને રીતે ઉપયોગમાં લઈ શકાય છે જેમાં એક તો તેનો સારો ઉપયોગ કરી તેમાંથી કમાણી કરવી કે પછી આ રીતે શોર્ટ કટ અપનાવી ગેરકાયદે પ્રવૃતિમાં સંડાવાઈ ઓછા સમયમાં કમાણી કરવી.. જો કે આ શોર્ટકટ તેવા લોકોને ભાર પણ પડી શકે છે અને પછી તેઓને જેલ જવાનો વારો આવે છે તેવું આ કેસથી સાબિત થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે