સુરતની મહિલાએ ઘરની છત પર બનાવ્યું કિચન ગાર્ડન, ઉગાડે છે 35 પ્રકારની સિઝનલ શાકભાજી!

Terrace Kitchen Garden: ભારતમાં મોટા પ્રમાણમાં ભૂમિહીન ખેડૂતો છે. એવામાં સુરતની અનુપમા દેસાઈ પોતાની ઘરની છત પર શાકભાજી અને ફળોની ખેતી કરે છે. તે છેલ્લાં 7-8 વર્ષથી ઓર્ગેનિક શાકભાજી અને ફળોનું ઉત્પાદન કરે છે.

સુરતની મહિલાએ ઘરની છત પર બનાવ્યું કિચન ગાર્ડન, ઉગાડે છે 35 પ્રકારની સિઝનલ શાકભાજી!

ઝી બ્યૂરો, અમદાવાદઃ ખેતીને નફાવાળું ક્ષેત્ર બનાવવા માટે સરકાર અનેક યોજનાઓ પર કામ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા પોતાના ભાષણોમાં ખેડૂતોની આવક વધારવાની યોજનાઓ વિશે પોતાના ભાષણોમાં ઉલ્લેખ કરતાં રહે છે. તે સિવાય કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ ખેડૂતોને નવી ટેકનિકને લઈને સતત જાગૃત કરતી રહી છે.

ધાબા પર ઉગાડે છે ફળ અને શાકભાજી:
ભારતમાં મોટી સંખ્યામાં ભૂમિહીન ખેડૂતો છે. એવામાં સુરતની અનુપમા દેસાઈ પોતાની ઘરની છત પર શાકભાજી અને ફળોની ખેતી કરે છે. તે છેલ્લાં 7-8 વર્ષથી ઓર્ગેનિક શાકભાજી અને ફળોનું ઉત્પાદન કરે છે. અનુપમા દેસાઈ આ સમયે 18-20 પ્રકારના ફ્રૂટ પ્લાન્ટ અને 30-35 પ્રકારની સિઝનલ શાકભાજીની ખેતી કરે છે.

કોણ છે અનુપમા દેસાઈ:
સુરતના ભટાર વિસ્તારમાં આવેલ કબીર નિકુંજ નામની સોસાયટીમાં અનુપમા દેસાઈ એક બંગલાના માલિક છે. તેમના પરિવારમાં કુલ 5 સભ્યો છે. અને પાંચ સભ્યો માટે ફળ અને શાકભાજી મળી રહે છે. તેના માટે તેમને બજારમાં જવાની જરૂર પડતી નથી.

માતાએ પ્રેરણા આપી:
આજના સમયમાં લોકોને સૌથી વધારે ચિંતા પોતાના સ્વાસ્થ્યની રહે છે. એવામાં બજારમાં મળનારી શાકભાજી પૂર્ણ રીતે શુદ્ધ છે કે નહીં તેને લઈને પણ દુવિધા રહે છે. પરંતુ સુરતની રહેવાસી અનુપમા દેસાઈએ માત્ર પોતાના સ્વાસ્થ્યની ચિંતા વ્યક્ત ન કરતાં પોતાના પરિવારના તમામ સભ્યોની ચિંતા વ્યક્ત કરી. જેના માટે તેમણે પોતાના ઘરની છત પર શુદ્ધ ઓર્ગેનિક શાકભાજી અને ફળ ઉગાડવાનું શરૂ કર્યું. તે કહે છે કે આવું કરવાની પ્રેરણા તેમની માતાથી મળી. કેમ કે તે ખેડૂત પરિવારમાંથી આવે છે.

બજારમાં મળતી શાકભાજી સ્વાસ્થ્ય માટે હાનિકારક:
બજારમાં મળતી શાકભાજી અને ફળોની ખેતી રાસાયણિક કીટકનાશકોની મદદથી થાય છે. જે આપણા પોતાના સ્વાસ્થ્ય માટે અત્યંત ખતરનાક છે. પરંતુ મજબૂરીના કારણે લોકોને તેનું જ સેવન કરવું પડે છે. પરંતુ અનુપમા દેસાઈએ મિસાલ રજૂ કરી છે કે જો ઈચ્છાશક્તિ હોય તો કંઈ પણ કરવું અસંભવ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news