સુરતમાં સ્ટંટબાજ પુત્રની સજા પિતાને ભોગવવી પડી! કારનો દરવાજો ખોલી સ્ટંટ કરતા કિશોરનો વીડિયો વાઇરલ
સુરતમાં વધુ એક લક્ઝુરિયસ કારમાં સ્ટંટ કરનાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સરથાણા વિસ્તારમાં લક્ઝુરિયસ કારનો દરવાજો ખોલી બહાર નીકળી એક હાથે કારમાંથી ઉભા થઈને કાર હંકારી સ્ટંટ કરનાર કિશોરનો વીડિયો વાઇરલ થયો હતો.
Trending Photos
ચેતન પટેલ/સુરત: સુરતમાં વધુ એક લક્ઝુરિયસ કારમાં સ્ટંટ કરનાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સરથાણા વિસ્તારમાં લક્ઝુરિયસ કારનો દરવાજો ખોલી બહાર નીકળી એક હાથે કારમાંથી ઉભા થઈને કાર હંકાવી સ્ટંટ કરનાર યુવક નો વિડીયો વાયરલ થયો હતો. સરથાણા પોલીસે તપાસ કરતાં 17 વર્ષે કિશોર નીકળ્યો હતો. ત્યારે આ મામલે કિશોર પાસે લાયસન્સ પણ ન હોવાથી પોલીસે તેના પિતા સામે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં બનેલ તથ્યકાંડની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં સ્ટંટ કરનારાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે સુરતમાં છેલ્લા ઘણા સમયથી સુરતના સરથાણા વિસ્તારનો લક્ઝરીયસ કારમાં સ્ટંટ કરતો વિડિયો વાયરલ થયો હતો તેમ છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી ન હતી.
આ વીડિયોમાં એક યુવક ઓવર સ્પીડમાં કાર દોડાવી ચાલુ કારમાંથી તે દરવાજો ખોલી બહાર નીકળીને એક હાથે કાર ચલાવતો હોવાનો તેને વિડીયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું હતો. આખરે આ વીડિયોને લઈ ખૂબ જ ટીકાઓ થઈ હતી. જેને લઇ સરથાણા પોલીસ વિવાદમાં આવી છે ત્યારે આખરે પોલીસે આ મામલે કાર્યવાહી કરવી પડી છે.
પોલીસે કારમાં સ્ટંટ કરનાર 17 વર્ષે કિશોર અને તેના પિતા ખોડા રઘુભાઈ ભરવાડ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.લક્ઝુરિયસ કારમાં જોખમી રીતે સ્ટંટ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરી તેને પકડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે તે 17 વર્ષે કિશોર છે. આટલી નાની ઉંમરમાં જ કિશોર જોખમી રીતે સ્ટેન્ડ કરી અન્યના જીવ જોખમમાં મૂકતો હતો. આ અંગે તે વિડીયો પણ બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે