સાળંગપુર વિવાદ: 'હનુમાનજીના દિલમાં સાધુ સંતો માટે માન હતું, પણ કોણે કયા ઉદ્દેશ્યથી ચિત્ર બનાવ્યું તે મહત્વનું'

Salangpur Hanuman Temple: સાળંગપુર ખાતેના કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આવેલી 54 ફૂટ ઊંચી 'કિંગ ઓફ સાળંગપુર' પ્રતિમા નીચે કંડારવામાં આવેલા ભીતચિંત્રો વિવાદ મુદ્દે દિલ્હીના દ્વારકા ઈસ્કોન મંદિરના વાઈસ પ્રેસિડેન્ટ અને  સ્પિરિચ્યૂઅલ મોટિવેશન સ્પીકર અમોઘ લીલા પ્રભુ જે હાલ અમદાવાદમાં છે તેમણે મોટું નિવેદન આપ્યું છે. આ સમગ્ર મામલે તેમણે ઝી24કલાક સાથે  ખુલીને વાતચીત કરી. 

સાળંગપુર વિવાદ: 'હનુમાનજીના દિલમાં સાધુ સંતો માટે માન હતું, પણ કોણે કયા ઉદ્દેશ્યથી ચિત્ર બનાવ્યું તે મહત્વનું'

અતુલ તિવારી, અમદાવાદ: બોટાદ જિલ્લામાં આવેલા પ્રખ્યાત સાળંગપુર ખાતેના કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આવેલી 54 ફૂટ ઊંચી 'કિંગ ઓફ સાળંગપુર' પ્રતિમા નીચે કંડારવામાં આવેલા ભીતચિંત્રો મામલે વિવાદ તૂલ પકડી રહ્યો છે. ત્યારે આ મામલે દિલ્હીના દ્વારકા ઈસ્કોન મંદિરના વાઈસ પ્રેસિડેન્ટ અને  સ્પિરિચ્યૂઅલ મોટિવેશન સ્પીકર અમોઘ લીલા પ્રભુ જે હાલ અમદાવાદમાં છે તેમણે મોટું નિવેદન આપ્યું છે. આ સમગ્ર મામલે તેમણે ઝી24કલાક સાથે  ખુલીને વાતચીત કરી. આ ઉપરાંત ડ્રગ્સ તરફ વધી રહેલા યુવાનોને પણ અમોઘ લીલા પ્રભુએ ચેતવ્યા. 

શું કહ્યું સનાતન ધર્મ વિશે
દ્વારકા ઈસ્કોન મંદિરના વાઈસ પ્રેસિડેન્ટ અને  સ્પિરિચ્યૂઅલ મોટિવેશન સ્પીકર અમોઘ લીલા પ્રભુએ સનાતન ધર્મ વિશે વાત કરતા કહ્યું કે સનાતન ધર્મનો માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ડંકો વાગી રહ્યો છે. G20 ના માધ્યમથી દેશ વિશ્વનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. ઋષિ સુનક સનાતનમાં માનનારા છે, યુએસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં વિવેક રામાસ્વામી ઉમેદવાર છે. પીએમ મોદીનો વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે, સનાતન ધર્મ સાથે જોડાયેલા લોકો આગળ વધી રહ્યા છે. સનાતન ધર્મ તમામને જીવવાનો અધિકાર આપે છે. સનાતન ધર્મના લોકો જ માત્ર દેશમાં રહે, અન્ય ધર્મના લોકો અન્ય દેશમાં જાય એવું પણ નથી, સૌ કોઈ પોતાના ધર્મ સાથે રહી શકે છે. 

દ્વારકા ઇસ્કોન મંદિરના વાઇસ પ્રેસિડેન્ટ અમોઘ લીલા પ્રભુ #botad #hanumanji #kashtbhanjandev #salangpur #iscontemple #AmoghPrabhu #sanatandharma @AtulTiwari90 pic.twitter.com/IEV6tu5NCI

— Zee 24 Kalak (@Zee24Kalak) September 1, 2023

હનુમાનજીના વિવાદિત ભીતચિંત્રો વિશે આપ્યું આ નિવેદન
સાળંગપુર મંદિરમાં હનુમાનજીના વિવાદિત ભીંતચિંત્રો મામલે અમોઘ લીલા સ્વામીએ નિવેદન આપતા કહ્યું કે હું એ ચિત્રો વિશે જાણતો નથી પરંતુ કોણે શું ભાવ સાથે એ ચિત્રો બનાવ્યા એ મહત્ત્વનું છે. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનના સારથિ હતા, પરંતુ એમાં પ્રેમનો ભાવ છે કે હું મારા ભક્તોની સેવા કરી રહ્યો છું. હું પણ ક્યારેક પ્રવચન આપું તો મારા કરતા પણ વરિષ્ઠ વડીલો સામેની તરફ બેઠા હોય છે પરંતુ કયા ભાવ સાથે કામ થઈ રહ્યું છે, કોઇ જોઈ રહ્યું છે બધું એના પર નિર્ભર છે. સાધુ સંતો વચ્ચે ક્યારેય ઊંચ નીચનો ભાવ હોતો નથી. હનુમાનજીના દિલમાં સાધુ સંતો માટે માન હતું, પરંતુ તેમનું કોઈપણ ચિત્રણ કયા ઉદ્દેશથી કોણે બનાવ્યું છે એ મહત્ત્વનું છે. 

વધુ વિગતો માટે જુઓ Video...

— Zee 24 Kalak (@Zee24Kalak) September 1, 2023

શું છે સમગ્ર વિવાદ?
ઉલ્લેખનીય છેકે, બોટાદના સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજીના મંદિરે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. આ મંદિરમાં આવેલી 54 ફૂટ ઊંચી વિશ્વ પ્રસિદ્ધ 'કિંગ ઓફ સાળંગપુર' પ્રતિમાના ભીંતચિત્રોને લઈને મામલો ગરમાયો છે. આ ભીંતચિત્રોની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હનુમાનજીના ભક્તો લાલઘુમ થઈ ગયા છે. ભીંતચિત્રોમાં હનુમાનજી મહારાજને સ્વામિનારાયણ ભગવાનના દાસ દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. 

સાળંગપુરમાં ભીંતચિત્રોને લઇ અમદાવાદના મહંતે પણ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. લંબે નારાયણ આશ્રમના મહંત ઋષિભારતી બાપુએ કહ્યું છે કે, કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા નીચેથી ભીંતચિત્રો નહીં હટાવાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેઓએ કહ્યું કે, આ સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચે દેખાડવાનો પ્રયાસ છે. સનાતન ધર્મના દેવી દેવતાઓને મોહરા બનાવવાનું બંધ કરો. પાદરીઓની જેમ બ્રેઈન વોશ કરવાનું બંધ કરો. સાળંગપુર હનુમાનજી મંદિર ભીંતચિત્રોને લઇ જગન્નાથ મંદિરના મહંતનું પણ નિવેદન સામે આવ્યું છે. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે કહ્યું કે કોઈ પણ ધર્મને ઉંચુ-નીચું દેખાડવાનું કાર્ય ન કરવું જોઈએ. સર્વધર્મ સમભાવ હોવો જોઈએ. હનુમાનજી સાથે તમામ લોકોની આસ્થા જોડાયેલી છે. હનુમાનજી અનાદિકાળથી છે. દિલીપદાસજી મહારાજે સાળંગપુરની ઘટનાને વ્યભિચારી સમાન ગણાવી.

હનુમાનજીના ભીંતચિત્રોને લઇ સાધુ-સંતોમાં આકરો રોષ જોવા મળી રહ્યો છે. ઈન્દ્રભારતી બાપુ બાદ હવે જૂનાગઢના શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગીરીબાપુએ આ મામલે નારાજગી વ્યક્ત કરી છે. તેઓ કહ્યું કે, સમસ્ત સનાતન ધર્મની લાગણી દુભાવી દે તેવી તસવીરો સામે આવી છે, સ્વામિનારાયણ સંપ્રદાય શું કામ આવું વારંવાર કરે છે તે નથી સમજાતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news