ગીરનાર પર એવો ભારે પવન ફૂંકાયો કે બંધ કરવી પડી રોપ-વે, ઓનલાઇન બુકિંગ કરવાનાર ખાસ જાણો
Ropeway Service Closed in Girnar: ગુજરાતમાં પવન ફૂંકાવાની સાથે ઠંડીનું જોર પણ વધી રહ્યું છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાના કારણે રોપ-વે સેવા હાલમાં બંધ કરાઈ છે, ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે રોપ-વે સેવા પર અસર થઈ છે. ભારે પવનના કારણે રોપ-વે બંધ કરવામાં આવ્યો છે.
Trending Photos
Ropeway Service Closed in Girnar: ગુજરાતમાં પવન ફૂંકાવાની સાથે ઠંડીનું જોર પણ વધી રહ્યું છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાના કારણે રોપ-વે સેવા હાલમાં બંધ કરાઈ છે, ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે રોપ-વે સેવા પર અસર થઈ છે. ભારે પવનના કારણે રોપ-વે બંધ કરવામાં આવ્યો છે. યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખી કંપની દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગિરનાર પર્વત પર હાલ ભારે પવન ફુંકાઈ રહ્યો છે. રોપવે બંધ થતા ઓનલાઇન બુકિંગ કરાવેલ યાત્રિકોને ભારે મુશ્કેલી પડી રહી છે. પવનની ગતિ સામાન્ય થયા બાદ રોપ-વે સેવા ફરી શરૂ કરવામાં આવશે.
યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો
ગિરનાર શિખર પર 50-54 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય છે. જેના કારણે કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જૂનાગઢ શહેરમાં તાપમાનમાં અણધારી અને અસામાન્ય વધઘટ થઈ રહી છે. જો કે બર્ફીલા પવનના કારણે ઠંડીનું જોર યથાવત્ છે. જેથી માર્ગો પર વહેલી સવારે અને મધરાત્રે લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે.
જૂનાગઢમાં છેલ્લા 4 દિવસથી તાપમાનમાં ફેરબદલ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભેજમાં વધઘટના કારણે જૂનાગઢમાં છેલ્લા ચાર દિવસથી તાપમાનમાં ફેરબદલ થઈ રહી છે. બેથી ત્રણ ડિગ્રી ગગડતાં પારામાં વધારો થયો છે. ભેજના પ્રમાણમાં ઘટાડો થયો છે, પરંતુ 7.2 પ્રતિ કિલોમીટરની ઝડપે પવનથી વાતાવરણ ઠંડુગાર થયું છે. લઘુત્તમ તાપમાન વધ્યું પરંતુ પવનના કારણે ઠંડીથી બચવા લોકો તાપણું, ગરમ ચા અને કાવાની ચુસકી લઈ રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે