વાલીઓ નાઈટ ડ્રેસ કે ટૂંકાં કપડાં પહેરી નહિ આવી શકે, ગુજરાતના આ શહેરની તમામ શાળાઓમાં મૂકાયો પ્રતિબંધ
Rajkot News : રાજકોટની સ્કૂલોમાં ટૂંકા વસ્ત્રો પહેરીને નહીં જઈ શકાય... રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળે બનાવ્યા નિયમો... ટૂંકા વસ્ત્રો પહેરીને વાલીઓ બાળકોને મૂકવા નહીં જઈ શકે
Trending Photos
Ban On Shorts In Rajkot School ગૌરવ દવે/રાજકોટ : શાળા એ સંસ્કાર આપવાનું કેન્દ્ર છે, ત્યાં પણ કેટલાક વાલીઓ ફેશન કરતા જોવા મળે છે. ત્યારે હવે રાજકોટમાં વાલીઓને શિસ્તમાં રાખવા માટે કેટલાક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. પહેલીવાર એવુ થશે કે, શાળા દ્વારા વિદ્યાર્થીઓ માટે નહિ, પરંતુ તેમના વાલીઓ માટે નિયમો મૂકવામાં આવ્યા છે. હવેથી રાજકોટની શાળાઓમાં ટૂંકા વસ્ત્ર પહેરીને વાલીઓ સ્કૂલમાં બાળકોને મુકવા કે લેવા નહીં જઈ શકે. રાજકોટ શાળા સંચાલકોએ આ નિયમો બનાવ્યા છે.
પુરુષો પણ બરમુડા પહેરીને શાળામાં ન આવે
હવેથી રાજકોટની સ્કૂલોમાં વાલીઓ ટૂંકા વસ્ત્રો પહેરીને નહીં જઈ શકાય. તેમજ પુરુષો પણ બરમુડા પહેરીને સંતાનોને છોડવા નહિ આવી શકે. રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળે આ નિયમો બનાવ્યા છે. જે મુજબ, ટૂંકા વસ્ત્રો પહેરીને કોઈ પણ વાલીઓ બાળકોને મૂકવા કે લેવા નહીં જઈ શકે. સાથે જ નાઈટ ડ્રેસ કે બરમુડા જેવા કપડા પહેરીને ન આવવા તાકીદ કરાઈ છે. નિયમ તોડનાર વાલીને શાળામાં પ્રવેશ નહીં મળે. રાજકોટની તમામ શાળાઓમાં આ નિર્ણય લાગુ થશે.
નિયમ તોડનારા વાલીને ગેટ પર અટકાવી દેવાશે
બાળક શિસ્તના પાઠ શાળામાંથી જ મેળવે છે. ત્યારે વાલીઓએ પણ શિસ્તમાં રહેવું પડશે. આ નિર્ણય વિશે રાજકોટ સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડિવી મહેતાએ જણાવ્યું કે, શાળા એક મંદિર છે જ્યાં નાઈડ્રેસ અને બરમુડા પહેરી ન આવી શકાય. બાળકોને પ્રેરણા મળે તેવા ડ્રેસકોડ સાથે જ કેમ્પસમાં આવવા વાલીઓને તાકીદ કરાઈ છે. શહેરની તમામ શાળાઓ માટે આ નિયમ લાગુ કરાશે. શિસ્ત ભંગ કરતા કપડાં પહેરીને સ્કૂલ કેમ્પસમાં આવશે તો તેમને ગેટ પર જ અટકાવી દેવામાં આવશે.
વાલીઓ નાઈટ ડ્રેસ કે ટૂંકાં કપડાં પહેરી નહિ આવી શકે, ગુજરાતના આ શહેરની તમામ શાળાઓમાં મૂકાયો પ્રતિબંધ#schools #cloths #nightdress #gujarat #Rajkot #rules #dicipline #ZEE24KALAK pic.twitter.com/7r39snd5Hg
— Zee 24 Kalak (@Zee24Kalak) August 29, 2023
પાન-માવો ખાઈને શાળામાં ન આવવું
તેમણે વધુમાં જણાવ્યું કે, આ માટે ટુંક સમયમા માર્ગદર્શિકા બહાર પાડવામા આવશે. કપડા સિવાય પાન-માવો ખાઇને પણ વાલીઓ બાળકોને મુકવા ન આવે તેવી અપીલ કરાઈ છે. આપણે જ્યારે બહાર જઈએ છીએ ત્યારે જાહેર જગ્યામાં શોભે તેવાં કપડાં પહેરીને લઈએ છીએ. પબ્લિક પ્લેસમાં ઔચિત્ય જળવાય તે જરૂરી છે એવી જ રીતે શાળા પરિસરમાં પણ શિસ્ત કેળવાય તે પણ દરેક વાલીએ જોવું જોઈએ. રાજકોટ સ્વનિર્ભર શાળા-સંચાલક મંડળ હેઠળ આવતી તમામ શાળાઓમાં આ પ્રકારની શિસ્ત કેળવાય તે માટે અમે સોમવારે મળેલી કારોબારી મીટિંગમાં પણ આ મુદ્દાની ચર્ચા કરી છે. તમામ શાળાઓમાં આ નિયમ લાગુ કરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે