ગુજરાતમાં કોંગ્રેસને મોટો આંચકો, 6 ધારાસભ્યો ભાજપમાં સામેલ કરવાનો પ્લાન, આ છે કારણ

સૌરાષ્ટ્રના ઓછામાં ઓછા છ ધારાસભ્યોએ પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી (GPCC) ના એક પૂર્વ અધ્યક્ષે જણાવ્યું હતું કે આ ધારાસભ્યોએ ચૂંટણી માટે ગંભીર નાણાકીય મદદ માંગી હતી.

ગુજરાતમાં કોંગ્રેસને મોટો આંચકો, 6 ધારાસભ્યો ભાજપમાં સામેલ કરવાનો પ્લાન, આ છે કારણ

Gujarat Assembly Election: આ વર્ષના અંત સુધી વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસને પોતાની જ પાર્ટીના નેતાઓની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના ઓછામાં ઓછા છ ધારાસભ્યોએ પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી (GPCC) ના એક પૂર્વ અધ્યક્ષે જણાવ્યું હતું કે આ ધારાસભ્યોએ ચૂંટણી માટે ગંભીર નાણાકીય મદદ માંગી હતી. તેમણે કહ્યું કે ' કોંગ્રેસ હાલ તેમની માંગને પુરી કરવાની સ્થિતિમાં નથી અને હવે તે પાર્ટી છોડવા માટે તૈયાર છે.

ઇકોનોમિક્સ ટાઇમ્સના રિપોર્ટ અનુસાર સૂત્રોએ જણાવ્યું હતું કે ભાવેશ કટારા, ચિરાગ કલગરિયા, લલિત વસોયા, સંજય સોલંકી, મહેશ પટેલ અને હર્ષદ રીબડીયા પહેલાં જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને મળી ચૂક્યા છે અને તેમની જલદી જ ભાજપમાં જોડાવવાની સંભાવના છે. છમાંથી ચાર પાટીદાર હોવાના કારણે કોંગ્રેસમાંથી રાજીનામું ઘણી હદે પ્રભાવિત થશે. હાર્દિક પટેલના પૂર્વ નજીકના લલિતા વસોયા, પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવ્યા હતા અને કોંગ્રેસના સુઅથી આક્રમક ધારાસભ્યોમાંથી એક હતા અને સૌરાષ્ટ્રમાં જમીની સ્તર પર સમર્થન પ્રાપ્ત કરે છે. 

ગુજરાતના પ્રવાસે અશોક ગેહલોત
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના ન છાપવાની શરતે કહ્યું કે 'નાણાની અછતના પાર્ટીને વિભિન્ન સતર પર મુશ્કેલીમાં મુકી રહી છે. આ બધાની વચ્ચે એઆઇસીસી ગુજરાત પ્રભારી અશોક ગેહલોત મંગળવારે ગુજરાતના પ્રવાસે છે. સીમેઅ અશોક ગેહલોત મંગળવારે સુરત અને રાજકોટમાં પાર્ટી દક્ષિણ અને સૌરાષ્ટ્ર ક્ષેત્રના નેતાઓને મળશે અને બુધવારે વડોદરા અને અમદાવાદમાં મધ્ય અને ઉત્તર ક્ષેત્રના નેતાઓ સાથે બેઠક કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news