અમદાવાદ પરથી ખાડાનગરીનું કલંક હટશે, ભુગર્ભની કામગીરી પુરી થઇ જશે ખબર પણ નહી પડે !
Trending Photos
* સતત ખોદકામ કરતા રહેતા એએમસી તંત્રની નવી પહેલ
* લોકોની સુવિધા માટે માઇક્રો ટનલ પધ્ધતી અમલમાં
* મેટ્રો રેલ પ્રોજેક્ટની જેમ ટનલ ટેકનોલોજીનો ઉપયોગ
* આશ્રમ રોડ પર રૂ.120 કરોડના ખર્ચે વિશિષ્ટ પ્રોજેક્ટ
* 6.5 કીમી પૈકીના 1.2 કીમીનું કામ થયુ પૂર્ણ
* જમીનની 6 થી 8 મીટર નીચે માઇક્રો ટનલ બનાવાઇ રહી છે
અર્પણ કાયદાવાલા/અમદાવાદ : શહેરમાં રીવરફ્રન્ટ બન્યા બાદ આશ્રમ રોડ અને તેની આસપાસના વિસ્તારમાં ખૂબજ ઝડપથી વિકાસ થઇ રહ્યો છે. અને તેમાં પણ રી-ડેવલપમેન્ટ ના કારણે રહેણાક અને કોર્મશીયલ એકમો પણ વધી રહ્યા છે, જેના કારણે ડ્રેનેજના નીકાલની મોટી જરૂરીયાત ઉભી થઇ છે. ત્યારે એએમસીને ભવિષ્યની જરૂરીયાતના ધ્યાને રાખી રૂ.120 કરોડના ખર્ચે આશ્રમ રોડના વાડજ સર્કલથી પાલડીના રીવરફ્રન્ટ સુધી માઇક્રો ટનલ પધ્ધતથીથી વિશાળ ડ્રેનેજ લાઇનનું કામ શરૂ કર્યુ છે.
* પુશિંગ પધ્ધતીથી વિશાળ ડ્રેનેજ લાઇન નંખાઇ રહી છે
* આખો રોડ ખોદવાના બદલે અમૂક અંતરે શાફ્ટ બનાવાયા
* ન્યુતમ ખોદકામથી શહેરીજનોને ઓછામાં ઓછી મુશ્કેલી
આ પ્રોજેક્ટની વિશેષતા એ છે, કે મેટ્રો પ્રોજેક્ટમાં જેમ જમીનની નીચે ટનલ બનતી હોવા છતા ઉપર વાહનવ્યવહારમાં કોઇ ફર્ક પડતો નથી હોતો, એવી જ રીતે અહીયા પણ માઇક્રો ટનલ પધ્ધતીનો ઉપયોગ કરાયો છે. સામાન્ય રીતે એએમસી ડ્રેનેજ લાઇન નાંખવા માટે ઉપરથી આખો રોડ ખોદી નાંખતુ હોય છે. પરંતુ શહેરના સૌથી વ્યસ્તતમ એવા આશ્રમ રોડ પર રોડ ખોદવો શક્ય નથી. માટે તંત્રએ માઇક્રો ટનલ પધ્ધતી અપનાવી છે.
* વ્યસ્તતમ આશ્રમ રોડ પર ટ્રાફીકની નહીવત સમસ્યા
* નહીવત ધૂળ ઉડતી હોવાથી ઝીરો પોલ્યુશન પ્રોજેક્ટ
* ભવિષ્યની ડ્રેનેજ જરૂરીયાતને જોતા પ્રોજેક્ટ અમલમાં મૂકાયો
જેના કારણે આખો રોડ ખોદવા કરતા 50 થી 100 મીટરે શાફ્ટ બનાવાયા છે, અને તેમાં મોટી મશીનરીથી 2000 મીલીમીટર ડાયાગ્રામની વિશાળ પાઇપને પુશિંગ પધ્ધતીથી જમીનથી 6 થી 8 મીટર નીચે ઉતારવામાં આવી રહી છે. જેના કારણે ટ્રાફીકને પણ મોટી અસર નતી થતી, અને ધૂળ ન ઉડવાના કારણે ઝીલો પોલ્યુશન પણ જોવા મળે છે.આ ઉપરાંત ખાડાઓના કારણે ટ્રાફીક જામ સહિતની અનેક સમસ્યાઓથી નાગરિકો પરેશાન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે