ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં

સરકાર સ્વચ્છ ભારતની વાત કરે છે. પરંતુ ભાવનગર મહાનગર પાલિકા દ્વારા શહેરને સ્વચ્છ કરવા માટે અનેક યોજનાઓ બનાવવામાં આવી કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો પરંતુ સ્થિતિમાં કોઈ સુધાર થયો નથી. 

ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં

નવનીત દલવાડી, ભાવનગર: સત્તા માટે જાહેરાત કરવી અને એનું પાલન કરવું બંનેમાં ઘણો તફાવત છે.. એક તફાવત પ્રજાનું કામ કરવું અને પૈસા વેડફવામાં પણ છે.. પ્રજાના હિત માટે કામ કરવાના નામે રૂપિયા વેડફવાનું સરસ ઉદાહરણ ભાવનગર મ્યુનિસિપિલ કોર્પોરેશને આપ્યું છે.. શહેરને સ્વચ્છ રાખવા માટે ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો, અનેક યોજનાઓ બનાવી પણ યોગ્ય પાલન ન કરતાં એ કરોડો રૂપિયાનો માત્ર ધૂમાડો કરી નાખ્યો.. કેવી રીતે ભાવનગર મહાનગર પાલિકા લોકોના પૈસાનું પાણી કરે છે,, જુઓ આ રિપોર્ટ.. 

શહેરને સ્વચ્છ રાખવાના દાવાની વાસ્તવિકતાને ધ્યાનથી જુઓ.. સ્વચ્છતાના નામે ભાવનગર મહાનગરપાલિકા કરોડો રૂપિયા ખર્ચે છે પરંતુ, સવાલ એ છેકે, રૂપિયા જાય છે ક્યાં?
કેમ કે, કરોડો રૂપિયાનો ખર્ચ કરીને અને યોજનાઓને લાગુ કરીને પણ શહેરને સ્વચ્છ નથી રાખી શકાતું..
રાજ્ય સરકાર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરી રહી છે, પરંતુ ભાવનગરમાં અન્ય વિકાસકામોની જેમ સ્વચ્છતા અભિયાન પણ માત્ર કાગળ પર ચાલી રહ્યું છે..

જોકે, હવે ભાવનગર મનપા દ્વારા વોટ્સએપ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે જેનાથી નાગરિકો પોતાના વિસ્તારમાં થતી ગંદકીની ફરિયાદ નોંધાવી શકશે.. ફરિયાદ મળતાની સાથે જ કોર્પોરેશનની ક્વિક રિસ્પોન્સ ટીમ સ્થળ પર પહોંચીને નાગરિકની સમસ્યાનું સમાધાન કરશે.. જોકે, લોકોને તંત્રના આ દાવા પર ભરોસો નથી.. ભાવનગર શહેરમાં ગંદકી કોઈ નવી વાત નથી.. શહેરમાં પૂરતી સફાઈ ન થતી હોવાની ફરિયાદ લોકો દ્વારા અવાર નવાર કરવામાં આવી છે.. સ્વચ્છતા પખવાડિયામાં નેતાઓ અને અધિકારીઓ સ્વચ્છતાના નામે ફોટા તો પડાવે છે પરંતુ, એનું પાલન નથી થતું.. 

ભાવનગર મનપા દ્વારા આ અગાઉ પણ ફરિયાદ માટે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો હતો. કર્મચારીઓના અભાવે લોકોએ ફરિયાદ મોકલવાનું જ બંધ કરી દીધું. શહેરના 13 વોર્ડ માટે લાખોના ખર્ચે 13 ઈ-રિક્ષા ખરીદવામાં આવી હતી. પરંતુ, લોકોને ખોટો દંડ ફટકારવાની ફરિયાદ મળતાં ઈ-રિક્ષાનો ઉપયોગ બંધ કરી દેવાયો. આજે પરિસ્થિતિ એ છેકે, કરોડો રૂપિયાના ખર્ચે તંત્ર દ્વારા ખરીદવામાં આવેલી ઈ-રિક્ષાઓ આજે ધૂળ ખાઈ રહી છે.. 

ભાવનગર શહેરને બિન ફ્રી સિટી જાહેર કરવામાં આવ્યું છે.. જેના પગલે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ડસ્ટબિન હટાવી લેવામાં આવ્યા છે.. જોકે, સવાલ એ છેકે, ભાવનગર મહાનગરપાલિકા જો લોકોની સુવિધા માટે કામ કરી જ નથી શકતી તો કરોડો રૂપિયાનો ખર્ચ શા માટે કરે છે..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news