ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Gujarat Police: ગુજરાત પોલીસમાં પીએસઆઈની ભરતી યોજવામાં આવી રહી છે. જેમાં અનેક ઉમેદવારોએ શારીરિક કસોટી આપી હતી. જેને લઈને આજે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Trending Photos
Gujarat Police: ગુજરાત પોલીસ ભરતીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)નું શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારોની યાદી વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે.
રાજ્યમાં 8 જાન્યુઆરી 2025થી રાજયના 15 કેન્દ્રો ઉપર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શારીરીક કસોટી પૂર્ણ થતા આ કસોટીમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગતો પોલીસ વિભાગે જાહેર કરી છે.
યાદી વેબસાઈટ પર મુકાઈ
શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની યાદી વેબસાઈટ પર મુકવામાં આવી છે. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો gprb.gujarat.gov.in અને lrdgujarat2021.in વેબસાઈટ પર ચેક કરી શકશે. ઉલ્લેખનીય છે કે, 8 જાન્યુઆરીથી શારીરિક કસોટી લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને પોલીસ ભરતી બોર્ડ દ્વારા કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
પરિણામમાં વાંધો કે રજૂઆત આ તારીખ સુધી કરી શકાશે
જો કોઈપણ ઉમેદવારને શારીરીક કસોટીના પરિણામની વિગતો અંગે કોઈ વાંધો કે રજૂઆત હોય તો અરજી સાથે કોલલેટરની નકલ સામેલ કરી જરૂરી પુરાવા સાથે 22 ફેબ્રુઆરી 2025 સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર- ગ-12, સરિતા ઉધાનની નજીક, સેકટર-9, ગાંધીનગર-382007 ખાતે રૂબરૂમાં અથવા રજી.પો.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયર કરી શકે છે. જ્યારે 22 ફેબ્રુઆરી 2025 બાદ કોઇપણ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે