RTO માં ફેબ્રુઆરીથી બદલાયો નિયમ, ઘર બેઠાં મળી જશે લર્નિંગ લાયસન્સ

Learning Licence New Rule : ઘેર બેઠાં લર્નિંગ લાઈસન્સ મેળવી શકાશે... ફેબ્રુઆરીથી ઘરેથી જ ટેસ્ટ આપી લર્નિંગ લાઈસન્સ મેળવી શકાશે... 15 પ્રશ્નોમાંથી 9 જવાબ સાચા પડે તો લાઈસન્સની પરીક્ષામાં પાસ ગણાશે... RTO જઈ ટેસ્ટ આપવા ઉપરાંત વધારાનો વિકલ્પ મળી રહેશે

RTO માં ફેબ્રુઆરીથી બદલાયો નિયમ, ઘર બેઠાં મળી જશે લર્નિંગ લાયસન્સ

Learning License Made Easy : જો તમારે ડ્રાઈવિંગ માટે લર્નિંગ લાયસન્સ કઢાવવું છે તો તમારે આરટીઓના ધક્કા ખાવાની જરૂર નથી. તમે ઘરે બેસીને પણ ટેસ્ટ આપી શકશો. ઘર કે ઓફિસના કમ્પ્યૂટર કે લેપટોપમાં વેબ કેમેરા-ઈન્ટરનેટ દ્વારા ટેસ્ટ આપી શકાશે. તો આરટીઓમાં પણ ટેસ્ટનો ઓપ્શન અવેલેબલ રહેશે. રાજ્યભરની આરટીઓમાં આ સિસ્ટમ ફેબ્રુઆરીથી લાગુ કરી દેવામા આવશે. જોકે, RTO જઈ ટેસ્ટ આપવા ઉપરાંત વધારાનો વિકલ્પ મળી રહેશે. 

વાહન ચાલક માટે પ્રાથમિક ડોક્યુમેન્ટ તરીકે લર્નિગ લાઈસન્સ હોવુ જરૂરી છે. અત્યાર સુધી લર્નિંગ લાઈસન્સના ટેસ્ટ માટે આરટીઓ જવુ જરૂરી હતું. પરંતું હવેથી લર્નિંગ લાઈસન્સ ઘરે બેઠા જ આપી શકાય છે. તમારે હવેથી આરટીઓ ઓફિસ જવાની જરૂર નથી. કારણ કે, તમે ઘર કે ઓફિસમાં જ્યાં વેબ કેમેરા હોય ત્યાં બેઠા બેઠા ટેસ્ટ આપી શકાશે. જ્યાં પણ વેબ કેમેરાની સુવિધા હશે ત્યાં બેસીને તમે ટેસ્ટ આપી શકશો અને તમારું લાઈસન્સ મેળવી શકશો. જોકે, બંને પ્રકારના લાઈસન્સ લેવામાં લોકોએ પહેલા અરજી કરવી પડશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ નિયમ ફેબ્રુઆરી, 2025 થી લાગુ કરી દેવામાં આવશે. હાલ લર્નિંગ લાઈસન્સ માટે પોલિટેકનિક અને આઈટીઆઈટીઆઈમાં લાઈસન્સ બનાવવાની સુવિધા ઉપલબ્ધ છે. જોકે, આ સુવિધા તો ચાલુ જ છે.  

આ પ્રક્રિયા કરવી પડશે

  • અરજદારે લર્નિંગ લાઈસન્સ માટે આરટીઓના પરિવહન પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
  • એ પછી પોર્ટલમાં બે વિકલ્પ જોવા મળશે.
  • ઘેરબેઠાં ટેસ્ટ આપવી છે કે કચેરીએ જઈને તેનું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. એ પછી ટોકન જનરેટ થશે.

ગુજરાતમાં ક્યારે અમલી થશે
આ સિસ્ટમ લાગુ કરવાની વાત કરીએ તો, ગુજરાતમાં ફેબ્રુઆરીથી સિસ્ટમ અમલી થવા જઈ રહી છે.  હાલ મહારાષ્ટ્રમાં આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. આરટીઓના અધિકારીઓએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી આ માટેની તૈયારીઓ ચાલી રહી છે. આ ઉપરાંત નવા મોટર વ્હીકલ એક્ટમાં પણ લર્નિંગ લાઈસન્સને ફેસલેસ એટલે કે કચેરીએ આવ્યા વિના ટેસ્ટ આપી શકાય તેવી વ્યવસ્થા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. 

15 માંથી 9 જવાબ આપશો તો પણ લાઈસન્સ મળે છે 
લર્નિંગ લાયસન્સના નિયમોમાં મોટા બદલાવ કરાતા હવેથી લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ થયું છે. તાજેતરમાં જ લાયસન્સ માટે લેવાતી પરીક્ષામાં રાહત આપવામાં આવી છે. હવે તમારે લર્નિગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે 15માંથી 9 પ્રશ્નો સાચા પડતા લર્નિંગ લાયસન્સ ઇશ્યુ કરવામાં આવશે. જો કે, અગાઉ 15માંથી 11 પ્રશ્નોના જવાબ સાચા પડતા લાયસન્સ અપાતું હતું. ગુજરાત ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા જણાવાયું કે, લર્નિંગ લાયસન્સની કોમ્પ્યુટર પરીક્ષા પાસ થવા માટે કુલ-૧૫ પ્રશ્નોમાથી ૧૧ પ્રશ્નોના સાચા જવાબ આપ્યુંથી લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવાની પદ્ધતિ અમલમાં છે. જે અંગે સંદર્ભદર્શિત બંદરો અને વાહન વ્યવહાર વિભાગના તા.૦૧/૦૭/૨૦૨૪ ના પત્રથી મળેલ અનુમોદન મુજબ કેન્દ્રીય મોટર વાહન નિયમો, ૧૯૮૯ ના નિયમ-૧૧(૪) અનુસાર, હવેથી ૧૫ પ્રશ્નોમાંથી ૯ પ્રશ્નોના સાચા જવાબ આવ્યેથી લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવા જણાવવામાં આવે છે. સદર બાબતની જાણ આપની લર્નિંગ લાયસન્સની કામગીરી કરતી તાબાની કચેરીઓમાં કરવા જણાવવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news