મધ્યપ્રદેશના ખંડવામાં ભારે વરસાદથી નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 22 દરવાજા ખોલાયા
Trending Photos
જયેશ દોશી/નર્મદા :ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 5 લાખ 39 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. જેને કારણે હાલ ડેમની સપાટી 136.02 મીટર પર પહોંચી ગઈ છે. પાણીની આવક વધવાને કારણે નર્મદા ડેમના 22 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેને પગલે નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
અંબાજી મેળાનો પહેલો દિવસ : 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા, મંદિરને થઈ 61 લાખની આવક
મધ્યપ્રદેશના ખંડવામાં ધોધમાર વરસાદને કારણે ઇન્દિરા સાગર ડેમના 12 અને ઓમકારેશ્વર ડેમના 16 ગેટ ખોલવામાં આવ્યા છે. જેને પગલે એક ગેટમાંથી 16 હજાર લેખે 1 લાખ 92 હજાર ક્યુસેક પાણી નર્મદા ડેમમાં આવશે. ઉપરવાસમાંથી પાણીની આવક થવાને કારણે આજે નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ શકે છે. હાલ ડેમના 22 દરવાજા ખોલવામાં આવ્યા છે. પરંતુ ડેમમાં પાણીની આવક વધવાને કારણે નર્મદા કાંઠે આવેલા નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોની સ્થિતિ બગડશે. ડેમ દરવાજામાંથી 6 લાખ 10 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. પાણીનું લેવલ સતત વધી રહ્યું છે. આ કારણે કેવડિયાનો ગોરા બ્રિજ પર પાણી ફરી વળતા તેને રાહદારીઓ માટે બંધ કરાયો છે. ડેમ માં હાલ 4927 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.
ગોંડલ : કૃષ્ણ જન્મોત્સવમાં ભારતીય ક્રિકેટર ચેતેશ્વર બન્યા વાસુદેવ, ધાર્મિક વેશમાં સોહામણા લાગ્યા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 177 તાલુકામાં વરસાદ
હાલ વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થતા રાજ્યભરમાં સારો વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 177 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમરેલીના ખાંભામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢના કેશોદ, નવસારીના ચીખલીમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. અમરેલીના લીલીયામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. આમ, રાજ્યના 12 તાલુકામાં ત્રણ ઈંચ કરતાં વધુ વરસાદ, 24 તાલુકામાં બે ઈંચ કરતા વધુ વરસાદ અને 49 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
જામનગર 15 ડેમના દરવાજા ખુલ્યા..
જામનગરમાં સારા વરસાદને પગલે 26 માંથી 20 ડેમમા પાણીની ધરખમ આવક થઈ છે. જામનગરનાં વિવિધ 15 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલ 14 જેટલા ડેમોમાં નવા નીરની 100 % આવક નોંધાઈ છે. તો બીજી તરફ, જામનગરનો રણજીતસાગર ડેમ પણ લાંબા વર્ષોના અંતરાલ બાદ ઓવરફ્લો થયો છે. જેને કારણે સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે