માછીમારોને દરિયો ન ખેડવા સૂચના; ગુજરાતના આ વિસ્તારો માટે આગામી 7 દિવસ ભારે!
દક્ષિણમાં દેધનાધન અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદ બાદ ચોમાસું આગળ વધવા લાગ્યું છે. હવેનો વરસાદ ભારે પવન અને આંધી સાથે તોફાની બનવા જઈ રહ્યો છે, તેનો અણસાર પણ દરિયામાં દેખાવા લાગ્યો છે.
Trending Photos
Gujarat Heavy Rain: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સક્રિય થયેલું ચોમાસું હવે ધીરે ધીરે આગળ પણ વધવા લાગ્યું છે. અનેક જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ હવે આગામી દિવસોમાં તોફાની બને તો નવાઈ નહીં. કારણ કે તોફાની વરસાદનો અણસાર દરિયામાં દેખાવા લાગ્યો છે. ત્યારે ક્યાં પવન સાથે ધોધમાર વરસાદની છે આગાહી?
- દરિયો બન્યો તોફાની
- ઊંચા ઉછળ્યા મોજા
- દક્ષિણમાં દેધાનાધન!
- સૌરાષ્ટ્રમાં સારો વરસાદ!
- હવે ક્યાં તોફાની બનશે વરસાદ?
દક્ષિણમાં દેધનાધન અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદ બાદ ચોમાસું આગળ વધવા લાગ્યું છે. હવેનો વરસાદ ભારે પવન અને આંધી સાથે તોફાની બનવા જઈ રહ્યો છે, તેનો અણસાર પણ દરિયામાં દેખાવા લાગ્યો છે. આ છે વલસાડ જિલ્લાના તીથલમાં આવેલો દરિયો તીથલના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો અને બીચ પર 15થી 20 ફૂટ જેટલા ઊંચા મોજા ઊછળ્યા. દરિયા દેવે જાણે રૌદ્ર રૂપ ધારણ કરી દીધું હોય એવું નજરે પડ્યું.
વલસાડ જિલ્લામાં આગામી 5 દિવસ ભારે રહેવાના છે કારણ કે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં દરિયો હજુ વધારે તોફાની બનવાનો છે. તેના કારણે હાલ વલસાડમાં NDRFની ટીમો સ્ટેન્ડ બાય કરી દેવાઈ છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના અપાઈ છે.
ગુજરાતમાં ક્યાં આગાહી?
- આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
- વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ
- બાકીના તમામ જિલ્લામાં હળવોથી સામાન્ય વરસાદ પડી શકે છે.
તો વલસાડની સાથે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે. જેના કારણે ત્યાં સ્થિતિ વણસે તો પહોંચી વળવા માટે NDRFની ટીમો ડિપ્લોય કરાઈ છે. એક ટીમ કચ્છના ભૂજમાં જ્યારે અન્ય એક ટીમ રાજકોટમાં ડિપ્લોય કરાઈ છે. તો ગુજરાતમાં આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે બાકીના તમામ જિલ્લામાં હળવોથી સામાન્ય વરસાદ પડી શકે છે.
ક્યાં આવશે પવન સાથે તોફાની વરસાદ?
- દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘરાજાની સારી બેટિંગ
- ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ આવશે વરસાદ
- હવામાન વિભાગે કરી 7 દિવસ વરસાદની આગાહી
- વલસાડના દરિયામાં ઊછળ્યા ઊંચા મોંજા
- માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સુચના
તો માછીમારોને દરિયામાં ન જવા માટે સુચના અપાઈ છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લા ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે તો ચોમાસું દક્ષિણ ગુજરાત બાદ હવે અન્ય જિલ્લા તરફ પણ આગળ વધે તેવું પૂર્વાનુમાન છે. રાજ્યમાં અત્યાર સુધી વધુ વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જ જોવા મળ્યો છે. ગુજરાતમાં ચોમાસાનું આગમન વહેલું થયું હતું. પરંતુ ચોમાસું સ્થિર થઈ જતાં આ વર્ષે ચોમાસાનો 70 ટકા ઓછો વરસાદ થયો છે. ત્યારે હવે જોવાનું રહેશે કે ગુજરાત પર મેઘરાજા કેવા મહેરબાન થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે