બે ભાઈની જોડીએ કરી કમાલ, લોકડાઉનમાં કૃમિ ખાતરનો બિઝનેસ એવો ફેલાવ્યો કે આખા મહેસાણામાં વાહવાહી થઈ

બે ભાઈની જોડીએ કરી કમાલ, લોકડાઉનમાં કૃમિ ખાતરનો બિઝનેસ એવો ફેલાવ્યો કે આખા મહેસાણામાં વાહવાહી થઈ
  • રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીનને બચાવવા બે ભાઈઓએ શરૂ કર્યો ઓર્ગેનિક ખાતરનો બિઝનેસ
  • અળસિયાનો ઉપયોગ કરી મેવડ ગામના ખેડૂતે વર્મી કમ્પોસ્ટ ખાતર આધારિત ખેતી કરી 
  • મહેસાણા જિલ્લામાં અળસિયા આધારિત વર્મી કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરનાર મેવડ ગામનો પ્રથમ ખેડૂત
  • રાસાયણિક ખાતરના ઉપયોગથી માનવ શરીરમાં અનેક જીવલેણ રોગો ઘર કરી રહ્યા છે 

તેજસ દવે/મહેસાણા :મહેસાણા (Mehsana) ના બે યુવાનોએ કૃમિ ખાતરમા કાઠું કાઢ્યું છે. લોકડાઉન દરમ્યાન બે વર્ષ અગાઉ આવેલા કૃમિ ખાતર (vermi compost) નો વિચારથી તેમણે કામ શરૂ કર્યુ હતું, આજે આ કામ 500 કિલોથી 15 ટન સુધી પહોચ્યું છે. શું છે કૃમિ ખાતરના ફાયદા અને ખેતીમાં તેનાથી શું થાય છે ફાયદા જાણીએ.

મહેસાણાના મેવડ ગામના ધૃવેશ અને હિતેન્દ્ર ચૌધરી નામના બે ભાઇઓએ વર્મી કપોસ્ટ એટલે કે કૃમિ ખાતર બનાવવામાં કાઠું કાઢ્યું છે. કોરોના કાળમાં બે વર્ષ અગાઉ કોઈ નોકરી વ્યવસાય નહિ રહેતા બંને ભાઈઓએ કૃમિ ખાતર બનાવવાનો વિચાર કર્યો. જેના માટે કેટલીક સંસ્થા તેમજ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની પણ મુલાકાત લીધી. આ દરમ્યાન અળસિયાથી ઉત્પાદિત થતા કૃત્રિમ ખાતર અંગે જ્ઞાન મેળવીને મહેસાણા નજીક તેમના વતન મેવડ ગામે 1500 સ્ક્વેર ફૂટ જગ્યામાં જ અળસિયાની ખેતી શરૂ કરી. જેમાં શરૂઆતમાં 500 કિલો ઉત્પાદન કર્યા બાદ ધીમે ધીમે ઉત્પાદન વધ્યું અને માંગ પણ વધી. આસપાસના ખેડૂતો આ અળસિયાંના ખાતરનો ઉપયોગ કરવા લાગ્યા. 500 કિલોથી શરૂ કરેલ કૃમિ ખાતરની માંગ એટલી વધતી ગઈ કે અત્યાર સુધી બંને ભાઈઓ 15 ટન સુધીનું કૃમિ ખાતર બનાવી ખેડૂતોને આપી ચૂક્યા છે.

મહેસાણાના મેવડના બે ભાઈઓ પૈકી 30 વર્ષીય ચૌધરી ધ્રુવેશ કુમારે BE મિકેનિકલનો અભ્યાસ કર્યો છે. અને 31 વર્ષીય ચૌધરી હિતેન્દ્ર કુમારે ધોરણ 12 પાસ કર્યું છે. ધ્રુવેશ ongc મા કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી પણ કરે છે. આ બંને ભાઈઓએ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા જઈને અળસિયાની ખેતીનુ પ્રાથમિક જ્ઞાન મેળવ્યું હતું. જ્યાંથી આઇસીનિયા અને ફેટેનિયા નામના અળસિયા લાવ્યા હતા. જાણકારી મુજબ આ પ્રકારના અળસિયાં માટી ઓછી ખાય થે અને છાણીયું ખાતર વધુ ખાય છે. 

કૃમિ ખાતરનો ઉપયોગ કરવાના ફાયદા

  • જમીનની ફળદ્રુપતા , પ્રત અને બાંધો સુધરે છે
  • જમીનની પાણી સંગ્રહ શકિત 400 ગણી વધે છે
  • જમીનની નિતાર શક્તિ વધે છે
  • જમીનનું ધોવાણ અટકે છે
  • કુદરતી ખેડ થાય છે
  • રોગ જીવાત સામે રોગપ્રતિકારક શક્તિ વધે છે
  • બિન ઉત્પાદક જમીનને ઉત્પાદક જમીનમાં વર્મી કલ્ચરથી ફેરવી શકાય છે
  • છોડને જરૂરી પોષકતત્ત્વો મળી રહે છે
  • જમીનનું પીએચ તઠસ્થ કરે છે
  • ખેતપેદાશ ઉત્પાદનની ગુણવત્તા સુધરે છે

કૃમિ બનાવનાર હિતેન્દ્ર ચૌધરીએ જણાવ્યું કે, વર્મી કંપોઝ એટલે કે જૈવિક ખાતર તૈયાર થાય છે. તેમાં ગભગ બધા જ સૂક્ષ્મ તત્વો હોય છે. 

આમ, આ બંને ભાઈઓએ બીજા કોઈ વ્યવસાય કરતા જૈવિક ખાતરની ખેતી શરૂ કરી આજના નવ યુવાનોને રોજગારી માટે પણ એક નવી રાહ ચીંધી છે. માત્ર જરૂર પડે છે તો કંઇક નવું કરવાની ધગશ. અળસિયાના ખાતરથી તૈયાર થતા પાકના ભાવ પણ સારા મળતા હોઈ તેની માંગ વધે છે. આજના સમયમાં ઓર્ગેનિક અનાજ કે શાકભાજીની માંગ વધી રહી છે. જેને જોતા ખેડૂતો પણ રાસાયણિક ખાતરની જગ્યાએ કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરતા થયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news