BREAKING: જાણીતી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ; ધુમાડાના ગોટે ગોટા, અફરાતફરીનો માહોલ

ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. લોધિકાની મેટોડા GIDC માં આવેલી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં (Gopal Namkeen factory) આ આગ લાગી હોવાની માહિતી છે.

BREAKING: જાણીતી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ; ધુમાડાના ગોટે ગોટા, અફરાતફરીનો માહોલ

ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટના મેટોડા GIDCની  ગોપાલ નમકીન કંપનીમાં આગની ઘટના બની છે. ગોપાલ નમકીન કંપનીમાં લાગી ભીષણ આગ લાગી છે, જેના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા છે. આગ પર કાબૂ મેળવવા ફાયર બ્રિગેડ પહોંચી ગઈ છે. હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. ગોપાલ નમકીનમાં આગ લાગતા મોટું નુકસાન જવાનો ભય છે.

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. લોધિકાની મેટોડા GIDC માં આવેલી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં (Gopal Namkeen factory) આ આગ લાગી હોવાની માહિતી છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ ત્યાં પહોંચી છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે. વિકરાળ આગનાં કારણે ધુમાડાનાં ગોટેગોટા આકાશમાં દૂર દૂર સુધી દેખાયા છે. આગમાં લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો હોવાની ભીતિ સેવાઈ રહી છે. નોંધનીય છે કે, ગોપાલ નમકીન ફેક્ટરી મેટોડા ખાતે આવેલી છે.

મહત્વનું છે કે અંદાજે ગોપાલમાં 2,000 જેટલા કર્મચારીઓ નોકરી કરે છે. મોટાભાગના કર્મચારીઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે. આગ કયા કારણથી લાગી છે તે દિશામાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ગોપાલ નમકીનમાં તેલનો સ્ટોક વધુ હોવાથી ભીષણ આગ લાગી છે. આગને કાબુમાં મેળવતા ઘણો સમય લાગશે. છેલ્લે મળતી માહિતી પ્રમાણે ગોપાલ નમકીનમાં ખાદ્યતેલનો સ્ટોક વધુ હોવાથી ભીષણ આગ લાગી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news